________________
કારક સાત્ત્વિક સહચિંતન પતે તે ન્યાયે આકરાં કર્મ હોય તેને નિર્જરા તદ્દન નિર્માલ્ય જેવા કરી નાખે છે. નિર્જરાની પ્રક્રિયાને કારણે કર્મની નિર્બળતાનું પરિણમન અંતમાં આત્માની નિર્મળતાનું સંવર્ધન કરે છે. નિર્જરાભાવથી બાહ્ય અને આત્યંતર તપ દ્વારા કેટલાંક કર્મોને સીધેસીધાં (વિપાકમાં ભોગવ્યા સિવાય) આત્મપ્રદેશ પરથી (પ્રદેશોદયથી) ખેરવી શકાય છે. આમ નિર્જરા દ્વારા સંચિત કર્મોનો ક્ષય થઈ આત્મા હળુકર્મી બને છે.
બાહ્ય તપ છ પ્રકારનાં છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયાકલેશ, સંલીનતા અને છ પ્રકારનાં આત્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, શુભધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે.
કર્મબંધ બે પ્રકારે થાય છે : નિકાચિત કર્મબંધ અને નિદ્ધત અનિકાચિત કર્મબંધ. બાંધેલાં કમ ભોગવવાં પડે છે. આ જન્મમાં યા જન્માંતરમાં કોઈ પણ ઉપાયો દ્વારા નિકાચિત કર્મબંધ તૂટતો નથી, ક્ષય પામતો નથી, પરંતુ ઉગ્ર તપને સહારે નિકાચિત કર્મ પણ પ્રાય: મોળાં પડે છે.
તપ દ્વારા જૂનાં કર્મોનો નાશ થવો અને જ્ઞાનબળ દ્વારા નવા કર્મો ન આવે તે નિર્જરા છે. જેવી રીતે સરોવરમાં આવતું નવું પાણી અટકી જાય, તેવી રીતે સંવર, આત્મપ્રદેશ પર કર્મોના આવતા પ્રવાહને રોકે છે અને જેમ સૂર્યનો તાપ સરોવરના પાણીને શોષે છે, તેવી જ રીતે નિર્જરા જૂનાં કર્મોને શોષી લે છે એટલે નષ્ટ કરે છે.
કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે. બીમારી દૂર કરવા માટે જેમ ઔષધિ લેવામાં આવે છે, તેમ કર્મરૂપ વ્યાધિનો ઉપાય તપ છે. આયુર્વેદમાં ઔષધ કઈ ચીજ સાથે લેવું તે ચીજને અનુપાન કહે છે, પરંતુ પૂર્વાચાર્યોએ કર્મરોગના ઉપાય માટે અનુપાન અને ઔષધ બન્નેમાં તપનો સ્વીકાર કરવા જણાવ્યું છે, જેમ કે, ઔષધમાં આત્યંતર તપમાંથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધો હોય તો અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપ લઈ શકાય. વધારામાં બ્રહ્મચર્યપાલન કે અભક્ષ્ય ત્યાગ, એ જિનાજ્ઞા અનુપાન છે.
આ સમજણથી તપ દુ:ખરૂપ નહીં, પણ સુખરૂપ લાગશે અને તપથી આંતરિક આનંદની ધારા અખંડિત રહેશે. તેથી આંતરિક પ્રસન્નતા અને માધુર્યમાં વૃદ્ધિ થશે. અજ્ઞાનીના લાખ વર્ષના તપ કરતાં પણ જ્ઞાનીનું સમજણપૂર્વકનું, ભાવપૂર્વકનું એક શ્વાસોચ્છવાસ જેટલું તપ અર્થપૂર્ણ છે.
- નિર્જરા બે પ્રકારની છે, કામ અને અકામ. ઈરાદાપૂર્વક કર્મનો જેથી ક્ષય થાય તેને સકામ નિર્જરા કહેવામાં આવે છે. બાહ્ય સાથે આવ્યંતર તપથી જે કર્મો
૧૦૩
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર ખરી પડે છે તે સકામની કક્ષામાં આવે છે. આપણે ઈરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુનો લાભ સુલભ હોય છતાંય મન, વચન અને કાયાના યોગ પર અંકુશ રાખીએ જેથી સકામ નિર્જરા થાય છે. જીવનમાં વ્રત-નિયમ દ્વારા, ત્યાગબુદ્ધિએ ભોગ-ઉપભોગનો ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે. એથી ઊલટું સમજણ કે ઇચ્છારહિત ત્યાગ કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે. પશુને ખાવાનું ન મળે તો તે ભૂખ-તરસ જાણીબૂજીને સહન કરતાં નથી. તેમને જે કર્મ ક્ષય થાય તે અકામ નિર્જરા કહેવાય છે. અહીં ‘કામ’ શબ્દ માત્ર ક્રિયા પાછળ રહેલા આશય પરત્વે જ છે. સકામ નિર્જરા પુરુષાર્થજન્ય છે. અકામ નિર્જરા તો માત્ર આગંતુક હોઈ સહેજે બની આવે છે. આમ સકામ નિર્જરા માટે આવ્યંતર તપ અનિવાર્ય બની જાય છે.
સમક્તિ જીવ, જ્ઞાની સમજણપૂર્વક નિર્જરા કરે તેને સકામ નિર્જરા કહે છે. મિથ્યાત્વી જીવો અકામ નિર્જરા કરે છે, પરંતુ બંનેની કર્મનિર્જરાના પરિણામને સમજવું રસપ્રદ થઈ પડશે. એક વ્યક્તિને શિક્ષા કરવામાં આવી કે તેને આજે જમવાનું આપવામાં આવશે નહીં. મિથ્યાદિ છવની ન જમવાને કારણે અકામ નિર્જરા તો થશે, પરંતુ સાથેસાથે તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરશે. શિક્ષા કરનાર પ્રત્યે દ્વેષભાવ કરશે તેથી તેને કર્મબંધન થશે. જ્યારે સમ્યફ સન્મુખ જીવ સામેવાળી વ્યક્તિ પર દ્વેષ કરશે નહીં. પોતાનાં કર્મને નિમિત્ત ગણી ભૂખ સહન કરી લેશે તેથી તેનાં નવાં કર્મો બંધાશે નહીં.
જ્ઞાનીઓએ કર્મનિર્જરા માટે આવ્યંતર તપમાં ધ્યાનની વિશિષ્ટતા બતાવી છે. ધ્યાન દ્વારા વ્યક્તિ વર્તમાનમાં જીવવાનો પુરષાર્થ કરે છે. શરીરનાં બાહ્ય અને આંતર અંગોની સંવેદના અને સ્પંદનોનું સાક્ષીભાવે નિરીક્ષણ કરે છે. આ પળ જીવન માટે સ્વયં સંવર બની જાય છે. આસવ પ્રવાહ અટકાવવાને કારણે નવાં કર્મ બંધાતાં નથી. સંવેદન સાક્ષીભાવે સમતાપૂર્વક વેદાય, તેથી કર્મનિર્જરા થાય છે. પૂર્વ સંચિત કર્મોની ઉદીરણા કરે તેની નિર્જરા કરવાના સાધન તરીકે ધ્યાનનો ઉપયોગ થાય છે.
તપને માત્ર દેહદમન નહીં, પરંતુ વૃત્તિઓના ઉપશમનના ઉપાય તરીકે સ્વીકારવાનો છે અને લૌકિક મન માટે નહિ, પરંતુ પરલૌકિક કે લોકોત્તરરૂપે જ સ્વીકારી શકાય.
પૂર્વાચાર્યોએ બતાવેલી વૈરાગ્યભાવનાઓમાં મોક્ષભાવના નામની કોઈ ભાવના નથી, પરંતુ આ નિર્જરાભાવનામાં જ સંપૂર્ણ રીતે મોક્ષભાવના અભિપ્રેત છે.
1961