Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 54
________________ કે સાત્ત્વિક સહચિંતન નરકગતિમાં કર્મફળના વિપાકથી ઉત્પન્ન થતી જે અબુદ્ધિપૂર્વક નિર્જરા થાય છે તે અકુશળ અનુબંધા છે અને પરિવહને જીતવાથી જે નિર્જરા થાય છે તે કુશલમૂલા નિર્જરા છે. તે શુભ અનુબંધા અને નિરાનુબંધા હોય છે. સકામ નિર્જરા ક્ષાયોપશત્મિક ભાવે થાય છે જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામ નિર્જરા થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. સ્વભાવના ઉગ્ર પુરુષાર્થપૂર્વક કર્મોનું ખરી જવું. સ્વભાવનો પુરુષાર્થ બતાવવા માટે સકામ નિર્જરા કહી છે. અકામ નિર્જરા ઔદયિક ભાવે થાય છે. અહીં પણ કર્મનું નિર્જરવું હોય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. કષાયની મંદતાપૂર્વક નિર્જરા થઈ સ્વભાવનો પુરુષાર્થ નથી એટલે અકામ નિર્જરા કહી છે. નિર્જરાના બીજા બે ભેદ છે : સ્વકાલ પ્રાપ્ત અને તપથી. સ્વકાલ નિર્જરા ચારેગતિમાં થાય છે, તપથી ફક્ત વૃત્તધારીને જ હોય છે. બાર પ્રકારના (બાહ્ય તથા આત્યંતર) નિદાનરહિત તપથી કર્મની નિર્જરા વૈરાગ્યભાવના ભાવિત, અહંભાવરહિત જ્ઞાનીને થાય છે. ઉપશમની વૃદ્ધિ થાય તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે. મિથ્યા દર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક દર્શન પામવાનો છે એવા સંયતિ જીવ કરતાં અસંયત સમ્યક દૃષ્ટિને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. અધ્યાત્મ ગ્રંથોમાં નિર્જરા વિશે શું કહ્યું છે તે જોઈએ : (૧) પહેલાં કરેલાં કર્મોનું ખરી પડવું એ નિર્જરા છે. બે પ્રકારો વિપાકજા અને અવિપાકજા. (મૂળ સૂત્ર - ૨૪૫). (૨) વનસ્પતિ-ફળની જેમ સમય પ્રમાણે અને પોતાની રીતે સમય પહેલાં પણ કરેલાં કર્મફળ આપીને ખરી પડે છે. (મૃ. - ૨૪૬). (૩) નિદાનરહિત, અહંકારરહિત જ્ઞાનીના બાર પ્રકારના તપથી અને વૈરાગભાવનાથી નિર્જરા સંભવે છે. (દ્વાદશ અનુપ્રેક્ષા - ૧૦૨). (૪) જેમજેમ મુનિઓનાં સંયમ અને તપની વૃદ્ધિ થાય છે તેમતેમ નિર્જરાની વૃદ્ધિ થાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનથી નિર્જરાની સવિશેષ વૃદ્ધિ થાય છે. (દ્વા. અ. - ૧૦૫). (૫) જે કષાયરૂપી દુશમનને જીતીને દુર્વચનાને સહન કરે છે, જે સહધર્મી દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, જે ઉપસર્ગોને સહન કરે છે એને વિપુલ - ૯૯ - રાજકોટમાં સાત્ત્વિક સહચિંતન સિક નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૦૯). (૬) જે શરીરને મમત્વ ઉત્પન્ન કરનાર, નશ્વર અને અપવિત્ર માને છે અને સુખ ઉત્પન્ન કરનાર નિર્મળ અને નિત્ય એવાં દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી આત્માનું ચિંતન કરે છે તેને વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૨). (૭) જે પોતે કરેલાં દુષ્કૃત્યોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનું બહુમાન કરે છે, પોતાનાં મન અને ઇન્દ્રિયોને જીતનાર હોય છે તે પોતાના સ્વરૂપમાં તત્પર હોય છે અને તેને વિપુલ પ્રમાણમાં નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૮). (૮) નિર્જરા ઉત્પન્ન કરનાર આવાં કારણોમાં જે પ્રવૃત્ત છે તેનો જ જન્મ સફળ છે. તેનાં જ પાપકર્મો નિર્જરાને પ્રાપ્ત થાય છે. તેનાં જ પુણ્યકર્મો વધે છે અને તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૩). (૯) જે વીતરાગ ભાવરૂપ, સમ્ય રૂપ, સુખમાં લીન થઈને વારંવાર આત્માનું સારણ કરે છે અને ઇન્દ્રિય તથા કષાયોને જીતે છે તેને ઉત્કૃષ્ટ એવી નિર્જરા પ્રાપ્ત થાય છે. (દ્વા. અ. - ૧૧૪). (૧૦) તેના પછી બધાં જ કર્મોથી અને જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી બંધનોથી મુક્ત થઈને જીવ અતુલ સુખને પ્રાપ્ત થાય છે. આ બધાં કારણોથી મનમાં નિર્જરાભાવનાનું ચિંતન કરવું જોઈએ. (મૂ. - ૭૪૯). શ્રી કુંદકુંદાચાર્ય શ્રી સમયસારમાં નિર્જરા અધિકારમાં જણાવે છે કે : : દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ : ઇન્દ્રિય દ્વારા ભોગવે, દ્રવ્ય સચેત અચેત; તે પણ સમ્ય દષ્ટિને, થાય નિર્જરા હેત (૧૯૩) : ભાવનિર્જરાનું સ્વરૂપઃ દિવ્ય તણા ઉપભોગમાં, સુખ દુઃખ જે વેદાય; જ્ઞાનીને તે વેદતાં, અહો ! નિર્જરા થાય. (૧૯૪) સમ્યમ્ દષ્ટિ જીવને કર્મ ભોગવવા છતાં કર્મ વડે બંધાતા નથી તે જ્ઞાનનું સામર્થ્ય છે અથવા વૈરાગ્યનું સામર્થ્ય હોય છે. * ૧૦૦

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80