________________
જ
સાત્ત્વિક સહચિંતન
ધર્મને બંધિયાર ન બનાવીએ
એક એવું સ્થળ હોય જ્યાં એક ઝાડ હોય, એક પાંદડું હોય, એક ફળ હોય, તે ઝાડ પર એક ફૂલ હોય, તેની એક ડાળ પર એક પંખી બેઠું હોય તો તેને બગીચો ન કહેવાય, કારણકે તેમાં ઉપવનની સમૃદ્ધિ નથી.
જે ઉદ્યાનમાં હજારો છોડ, વૃક્ષ, વેલીઓ હોય, હજારો ફળ-ફૂલ હોય તે બગીચાની શોભા રંગબેરંગી પતંગિયાં વધારશે. મધુકર ગુંજારવ કરશે. હજારો પક્ષીઓને દૂરદૂરથી ત્યાં આવવાનું આકર્ષણ થશે અને સર્વ પક્ષીઓને ત્યાં જ MIGRATE થવાનું મન થશે.
બગીચામાં વૃક્ષો ભિન્ન હોય, પણ વૃક્ષત્વ એક જ હોય, પક્ષીઓના અલગઅલગ અવાજો હોય, પણ માધુર્ય એક જ હોય, ફૂલોની સુગંધ વિવિધ હોય, પણ સૌંદર્ય એક જ હોય તે જ ઉપવનની સાચી સમૃદ્ધિ છે.
એમ ધર્મો ઘણા હોય, તે ધર્મોના પંથ, સંપ્રદાયો, કિા કે ગચ્છ અનેક હોય, પરંતુ ધર્મત્વ એક જ હોય એવું સ્વીકારીએ તો ભિન્નતામાંય એકત્વ હશે અને તે એક જ ધર્મપરંપરાઓનું રક્ષણ અને સંવર્ધન કરશે.
પંથ, મત, ગચ્છ કે સંપ્રદાય વ્યવસ્થા માટે છે. સંપ્રદાય શરીર છે, ધર્મ આત્મા છે એમ સ્વીકારી પંથ, ફિકા કે સંપ્રદાયમાં રહી ધર્મ કરવો તે માનવજાતનો આદર્શ છે. અલગઅલગ કાળમાં, તે દેશકાળની સાંપ્રત સ્થિતિને લક્ષમાં રાખી,
: ૯૫
કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન શિબિર અલગઅલગ ધર્મપ્રર્વતકો, ઋષિમુનિઓ, સંતો, આચાર્યો અને પુરુષોએ શાસ્ત્રો, પ્રાંત કે ભાષાને કારણે, આચાર કે વિચારની ભિન્નતાને કારણે વિવિધ ધર્મપંથોની પ્રેરણા કરી તેથી અનેક પંથ અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ તે સઘળામાં જે સનાતન અને પૂર્ણત: સત્ય છે તે ધર્મતત્ત્વ જ છે. સત્યને કદી શાસ્ત્રોનું ઓશિયાળું બનાવી શકાય નહીં.
પ્રશ્ન ઉદ્ભવે કે વિવિધ ધર્મોના અનેક પંથ, સંપ્રદાય, ગચ્છ કે પક્ષ કે મત અહંકારનું પ્રતીક કે વિકાસનું ? દેશકાળ પ્રમાણે જે-તે ધર્મ, પંથ કે સંપ્રદાયની પરંપરા વિધિ-વિધાનમાં જે કાંઈ પોતા કરતાં વધુ સારું છે તેનું બીજો સંપ્રદાય વિવેકપૂર્વક અનુસરણ કે સ્વીકાર કરશે તો તેનો વિકાસ જ થવાનો છે.
આશ્રમો, પવિત્ર તીર્થસ્થાનો, મંદિરો કે મંદિરોનો વહીવટ કરતી પેઢીઓ, ધાર્મિક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓ, મહંતો, સંતો, આચાર્યો, મઠ અને તેના અધિપતિઓની પરમત સહિષ્ણુતા અને પારમાર્થિક દૃષ્ટિ સંતોનું ઉત્કૃષ્ટ ચારિત્ર્ય અને ટ્રસ્ટીઓના હિસાબની પારદર્શકતા કોઈ પણ વિવાદને ટાળી શકે. અન્ય ધર્મી કે અન્ય પંથી માટે સહોદરભાવ પ્રગટ કરે તો પંથો કે સંપ્રદાયો વિકાસનું પ્રતીક બની શકે. | મુનિ વાત્સલ્યદીપ ધર્મને આકાશી જળ કહે છે. આકાશનું પાણી પૃથ્વીને સ્પર્શ નથી કરતું ત્યાં સુધી તેના સ્વાદ અને ગુણ એકસરખા રહે છે. પૃથ્વી પર પડ્યા પછી તેના ગુણધર્મો બદલાઈ જાય. સમુદ્રમાં પડે તો ખારું, પૃથ્વી પર અમુક સ્થળે પડે તો પચવામાં ભારે અને અમુક સ્થળે પડે તો પચવામાં હલકું.
પૃથ્વીના પાણીમાં ભેદ છે, પણ આકાશના પાણીમાં અભેદતા છે. ધર્મ એ આકાશમાંથી વરસતું પાણી છે, તેમાં ક્યાંય ભેદ નથી. આધ્યાત્મિક આનંદરૂપે ધર્મનું દર્શન એક જ છે, પણ પંથનો સ્પર્શ થયા પછી તેમાં ‘તારા’ ‘મારાની વિકૃતિ ન પ્રવેશે તેની સાવચેતી રાખવી પડે.
ધર્મને સંકુચિત દીવાલોમાં પૂરી દેવાનો નથી કે નથી બંધિયાર બનાવવાનો. જો તેને મુક્ત સરિતારૂપે વહેવા દઈશું તો જળરૂપી ધર્મ નિર્મળ રહેશે. એ દરેક પંથના લોકોની ધર્મતૃષાને તૃપ્ત કરશે એમ ધર્મથી અનેકોનાં કલ્યાણ થશે.
તળાવ, કૂવા, વાવ કે સરોવરનાં પાણીને આપણે આ અમુક કૂવાનું પાણી કે આ અમુક સરોવરનું પાણી એવાં ભિન્નભિન્ન નામ આપી શકીએ. એ તો અલગ અલગ જગ્યાએ મર્યાદિત રીતે માત્ર પાણી સાચવવાની સહજ વ્યવસ્થા છે.
- ૯૬ -