________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
નિર્જરાભાવના
જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ તે તમામ સ્થળોનાં પાણીમાં જળતત્વ એક જ છે. આકાશી જળ સર્વત્ર અને સતત વરસતું હોય છે. એને આપણે શું નામ આપી શકીએ ? એવું જ ધર્મતત્ત્વનું છે. નિર્મળ ઝાકળબિંદુરૂપે એ જળને આપણે ઝીલી લેવાનું છે.
અમરમુનિ વિહાર કરતાંફરતાં એક ગામ પહોંચ્યા. રાતવાસો કરવા સ્થળની શોધમાં હતા. આશ્રમના એક મહંતે તેમને કહ્યું કે, “જૈનોની ધર્મશાળા છે ત્યાં જાવ.' મુનિ ધર્મશાળામાં પહોંચ્યા. રાતવાસો કરવા ધર્મશાળાના વ્યવસ્થાપકે પૂછું, તે કહે, “સ્થાનકવાસી સાધુ માટે અહીં વ્યવસ્થા નથી.’ મુનિ આગળ ચાલ્યા. એકાંત જગ્યામાં એક ઝૂંપડી હતી. ઝૂંપડીનું બારણું બંધ હતું. મુનિએ બહારથી પૂછું: ‘રાતવાસો કરવો છે, જગ્યા મળશે ?' ઝૂંપડીનાં બારણાં ખોલી અંદરથી એક સંતે મુનિને આવકાર્યા. મુનિ કહે છે - સંતે ઝૂંપડીમાં જ નહિ, મનમાં બારણાં ખોલી નાખ્યાં.
ધર્મમાં સાંપ્રદાયિક કટ્ટરતા કે સંકુચિતતા, વિશાળતા અને મૈત્રીભાવનાં બારણાં બંધ કરી દે છે.
સંત કહે - “મહારાજ, બીજું તો કાંઈ નથી, થોડું દૂધ છે તે લેશો ?' | મુનિ કહે, ‘જૈન સાધુ સૂર્યાસ્ત પછી કશું ન લે, પરંતુ તમારા પ્રેમ અને સ્નેહનું અમૃત તો મેં લઈ લીધું છે.”
ધર્મ અને પંથને અલગ કરવા જરૂરી છે. પંથમાં જ્યાં સુધી ધર્મ જીવે છે ત્યાં સુધી તો તેમાં એક નહિ, પણ હજાર પંથો હોય તો પણ તે માનવજાત માટે વરદાનરૂપ છે. પંથ ધર્મરહિત બને ત્યારે તે ખાબોચિયાની જેમ સડે છે. માટે જ જ્ઞાનીઓએ પંથને શરીર અને ધર્મને આત્મા કહ્યો. આત્મા ગયા પછી શરીર સડવા માડે છે. માટે તેને અગ્નિદાહથી વિસર્જિત કરીએ છીએ. મહત્ત્વ સંપ્રદાય કે પંથનું નથી, મહત્ત્વ ધર્મનું છે.
પંથ કે સંપ્રદાય પ્રેરિત વાદ-વિવાદોમાં અટવાશે તો સધર્મનો માર્ગ ચૂકીશું. ‘આત્મતત્ત્વને પામવાની ઝંખના રાખીશું તો ગમે તે સંપ્રદાય પંથ, ગચ્છ કે મતમાં હોઈશું તોપણ આત્મધર્મના રાજમાર્ગ પ્રતિ જઈ શકીશું.
માનવધર્મના સતત સ્મરણ સાથે આત્મલક્ષી સાધના, વિચાર, સર્વધર્મ સમભાવ, આ માટે સર્વધર્મ ઉપાસનામાં વિલીન થશે તો સ્વ-પરના કલ્યાણનું કારણ બનશે.
અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઇચ્છારૂ૫) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા અને તેનું નિમિત્ત પામીને જ કર્મનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે.
જ્ઞાની, સમ્યક્ દષ્ટિ જ્ઞાની જેટલો આત્મમનન કે આત્માનુભવનો અભ્યાસ કરે છે તેટલો તે રત્નત્રય ભાવથી અધિક કર્મોની નિર્જરા કરે છે. તે પુષ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં સમભાવ રાખે છે. આસક્ત થતો નથી. વેદના વિપાકનું નામ નિર્જરા છે. જ્ઞાની ભેદવિજ્ઞાનથી આત્માને સર્વ રાગાદિ પરભાવોથી ભિન્ન અનુભવ કરે છે. અહંકારરહિત, કદાગ્રહરહિત, લોકસંજ્ઞારહિત આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા છે. નવ તત્ત્વમાં મોક્ષની પહેલાંનું તત્ત્વ નિર્જરા છે. સર્વ કર્મબંધનનો આંશિક ક્ષય તે નિર્જરા અને સર્વથા ક્ષય તે મોક્ષ. આમ નિર્જરા એ મોક્ષનું પુરોગામી અંગ છે.
નિર્જરાના બે ભેદ છે : અકામ અને સકામ. સકામ નિર્જરા એટલે મોક્ષના હેતુભૂત નિર્જરા અને અકામ એટલે વિપાક નિર્જરા. સવિપાક નિર્જરા એટલે પૂર્વનાં બાંધેલાં કર્મો ઉદયમાં આવી ખરી જેવાં અને અવિપાક નિર્જરા એટલે સ્વભાવ સન્મુખ થઈ કર્મો ફળ આપે તે પહેલાં જ ખેરવી દેવાં. આત્માના અનુભવ તરફ ઢળવાના વિશેષ પુરુષાર્થ બતાવવા માટે અવિપાક નિર્જરા કહી છે.
૯૭.