Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 50
________________ સાત્ત્વિક સહચિંતન છે. “જ્યાં સુધી હાંડલીમાં ઊભરો આવે ત્યાં સુધી ખીચડીને સીઝેલી સમજવી નહીં. જ્યારે તેનું નાચવું-કૂદવું બંધ થાય ત્યારે સમજવું કે તે સીઝી ગઈ છે.'' દેખાવમાં સીધી-સાદી લાગતી સાખી એક અદ્ભુત સત્યને ઉજાગર કરી જાય છે. ‘હાંડલી’ એટલે શરીર અથવા મન હાંડલીમાં ઊભરો આવવો એટલે ઇન્દ્રિયો અથવા મનમાં સતત વૃત્તિઓ ઊછળ્યા કરવી, બહિર્મુખી થઈ જવું. જેમ ખીચડી સીઝતી નથી તેમ મન પણ સીઝતું નથી. અહીંથી પાછા વળવા માટે “પ્રતિક્રમણ’” પ્રાર્થના કરવાની છે. ‘હે પ્રભુ ! હું લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાતો જાઉં છું. મને પ્રદર્શન અને પ્રશંસામાં વધુ રસ છે. સન્માન અને નામનાની કામના તરફ મારી વૃત્તિઓ વહી રહી છે. અલ્પજ્ઞાની હું મહાજ્ઞાની હોવાની હામ કરું છું. મારા દાનમાં ત્યાગની ભાવના નથી, અહંકારનું આવરણ છે. પરહિતચિંતા, મૈત્રી અને કરુણાભાવને બદલે મારી સેવામાં પદની લાલસા છે. હે પ્રભુ! હું મારા અજ્ઞાનને ઓળખી જ્ઞાનીને નમસ્કાર કરું. મારા દાનમાં ત્યાગની ભાવના પ્રગટો, મારી સેવામાં કરુણાભાવ અને વૈયાવચ્ચ અભિપ્રેત બનો... હે પ્રભુ! મારી ખીચડી ક્યારે પાકશે ?' જ્યાં સુધી ભ્રમર મધ પર બેઠો નથી ત્યાં સુધી ભ્રમરનું પરિભ્રમણ અને ગણગણાટ ચાલુ જ છે, પણ જેવો મધ ચૂસવાનું ચાલુ કરે છે તેવો શાંત-મૌન થઈ જાય છે. ગુરુકુપાએ અધ્યાત્મ અમૃતનું મધ મળતાં વ્યક્તિ સીઝેલી બને અને સહજ સમાધિ મળે છે. ૯૧ ૨૧ * સાત્ત્વિક સહચિંતન કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ ભૌતિક સમૃદ્ધિ મળી છે ખાવા-પીવા, પહેરવા, ઓઢવા અને ફરવા માટે. ભૌતિક સાધનો મળ્યાં છે તેનો બેફામ ઉપયોગ કરવો, અમર્યાદિત ભોગ ભોગવવા તેવા વિવેકહીન ઉપભોગની સંસ્કૃતિ (કે વિકૃતિ) ફૂલીફાલી રહી છે. કુદરતી સાધનોનો મનફાવે તેમ કહેવાતો ઉપયોગ હકીકતમાં દુરુપયોગ, અનીતિ અને અન્યાય છે જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં વિષમતા સર્જી શકે. ૮૦ ટકા કુદરતી સાધનો (નેચરલ રિસોર્સીસ)ને માત્ર ૨૦ ટકા લોકો ભોગવે છે. ૮૦ ટકા લોકોને ભાગે માત્ર ૨૦ ટકા કુદરતી સાધનો આવે છે. પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાની માલિકીની નથી. સમગ્ર જીવસૃષ્ટિની સહિયારી માલિકીની છે. કોઈ પણ વ્યક્તિને આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવન છે. અનિયંત્રિત ભોગ-ઉપભોગોથી આ જીવોની વિરાધના કે હિંસા થશે. આશ્રમના એક અંતેવાસી જાજરૂ (શૌચક્રિયા) જઈ આવી સફાઈ માટે સાથે ખેતરમાંથી વધુ માટી લઈ આવ્યા ત્યારે ગાંધીજીએ એ માટીને ખેતરમાં પાછી મુકાવી. પોતે લીમડાની ચટણી વાપરતા. એક ભાઈ લીમડાની મોટી ડાળખી લઈ આવ્યા તો ગાંધીજીએ ચટણી માટે એ ડાળખી ચાર દિવસ ચલાવી. સ્નાન માટે પાણી પણ ખૂબ જ વિચારીને જરૂર પૂરતું જ વાપરે. એક દિવસ પાણીની આવી કરકસર જોઈ એક ભાઈએ બાપુને કહ્યું, ‘આટલી મોટી ખળખળ વહેતી સરિતા આપની પાસેથી ૯૨

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80