Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 33
________________ સાત્ત્વિક સહચિંતન કોર્ટ પૂરેપૂરી તહોમતદાર ઠરાવે તો શારીરિક સજા સિવાય કોર્ટ બીજું શું કરવાની છે ? એ થાય તોય અમારા જેવાને તો રોવાનું છે, કારણકે શારીરિક સજાથી ગુનેગાર સુધરતો નથી અને હિંસા થાય છે. જો શંકાનો લાભ આપી છોડી મૂકે તો સમાજમાં એ પ્રત્યાઘાત પડવાનો છે કે આવા મોટા માણસનું ધોળેદહાડે ખૂન કરનાર પણ છૂટી જઈ શકે છે. આમાં પ્રથમ કરતાં બીજામાં વધુ ભયંકર હિંસા છે, કારણકે તેમાં ખૂની સ્થૂળ રીતે સજા નથી ભોગવતો, પણ અભિમાની અને સમાજઘાતક દિશામાં આગળ ધપવાનું-વધવાનું એને કારણ મળે છે તેથી મહાન હિંસા બને છે. સમાજમાં ઘણાં અનિષ્ટો એમાંથી પાંગરે છે. આચાર્ય મહાપ્રજ્ઞજી આ સંદર્ભે હૃદયપરિવર્તન પર ભાર મૂકે છે. અનુશાસન કેવળ દંડશક્તિ દ્વારા વ્યવસ્થાપરિવર્તનની વાત કરે છે. આ દંડશક્તિ દ્વારા કરવામાં આવી રહેલું આ વ્યવસ્થાનું પરિવર્તન અંતે સફળતામાં પરિણમશે નહીં કે સ્થાયી પણ બની શકે નહીં. એક સીમા સુધી દંડશક્તિ અને તેની સાથેસાથે હૃદયપરિવર્તનનું લક્ષણ અને બન્ને સાથેસાથે ચાલે ત્યારે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન થઈ શક્શે. વ્યવસ્થા બદલવાની સાથે વ્યક્તિનું હૃદય બદલવાની ક્રિયા સંયુક્ત રીતે ચાલે ત્યારે પરિવર્તનની ભાવના સાકાર થઈ શકે. અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મહાસતીજીએ પ્રાયશ્ચિત્તના ભાવો સમજાવતાં કહ્યું છે કે, ગુરુ કે પરમાત્માની સાક્ષીએ દોષદર્શન, પાપનું પ્રક્ષાલન, ગુના અને કર્મોની કબૂલાત અને તે પાપોનું પુનરાવર્તન ન થાય. તેના નિર્મળ હૃદયથી પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા માનવીને પ્રાયશ્ચિત્તની પુનિતગંગામાં સ્નાન કરાવી પાવન કરે તે જ સાચું પ્રતિક્રમણ છે. જે રાજ્ય દંડ, ભય અને લાલચથી ન થઈ શકતું હોય તે અંતઃકરણના અનુશાસનને અનુસરવાથી સહજ બને છે. સ્વવિકાસ માટે અનુશાસન જરૂરી છે. ગિરિ પ્રવચનમાં ઇશુએ દસ આજ્ઞાઓ કરી... જો કોઈ એક તમાચો તારા ગાલ પર મારે તો બીજો ગાલ તું ધરજે...! એનો અર્થ એ કે જનસમાજમાં મોટા ભાગે એવા માનવીઓ હતા કે એક તમાચો મારવા જેટલી જ ભૂલ કરી શકે. પેલી વ્યક્તિ સજા માટે ગાલ ધરે, પરંતુ સામેવાળો બીજો તમાચો મારવા જેટલી હિંમત ન કરે. આ હતી એ સમયના માનવીની હૃદયની ઋજુતા. કોઈ પણ ગુનાહિત કૃત્ય આચરતાં પહેલાં જાગૃતિ રહે કે કર્મબંધ એ જ સજા છે. એક વિશ્વવ્યાપી, સ્વયંસંચાલિત અદ્ભુત કાયદાનું ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે તેનું સ્મરણ રહે તો જીવનમાં નિર્મળતા વધે અને કર્મના અટલ કાયદામાં શ્રદ્ધા જાગે તો આપણા હ્રદયમાં કરુણાના ભાવ પ્રગટાવશે અને સહજ બનશે. . ૫૭ ૧૩ * સાત્ત્વિક સહચિંતન અનેકાન્તવાદની વ્યાવહારિક ભૂમિકા અનેકાંતવાદ કે સાપેક્ષવાદ એ વસ્તુને યથાર્થરૂપે જણાવનાર છે તેથી તે યથાર્થજ્ઞાન છે. એકાંતવાદ એ નિરપેક્ષવાદ છે. તેથી વસ્તુને અયથાર્થપણે અને વિપરીત રીતે બતાવનાર છે - તેથી તે મિથ્યા છે. અપ્રમાણ છે. સ્યાદ્વાદ શ્રુતરૂપી પ્રમાણ વડે જાણેલી વસ્તુનું જ્ઞાન એ જ અસંદિગ્ધ અને નિર્ભ્રાત છે. ભ્રાંતિ અને સંદેહ એ જ્ઞાનના દોષ છે. દુષિત જ્ઞાન વડે થતી પ્રકૃતિ યથાર્થ ન હોય. યથાર્થ પ્રકૃતિ વિના ઈષ્ટ સિદ્ધિ ન થાય. ઈષ્ટ સિદ્ધિ માટે જેમ યથાર્થ પ્રકૃતિની જરૂર છે તેમ યથાર્થ પ્રકૃતિ માટે અસંદિગ્ધ (શંકા કે કન્ફ્યુઝન વગરનું) ભ્રાંતિ રહિતના જ્ઞાનની જરૂર છે. આવા સાપેક્ષજ્ઞાન વડે હેયનું હાન (જે છોડવા જેવું છે તે છોડી શકાય), ઉપાદેયનું ઉપાદાન (જે ગ્રહણ કરવા યોગ્ય છે તેને જીવનમાં ગ્રહણ કરવાની પૂર્વભૂમિકા-પાત્રતા સર્જાય) અને ઉપેક્ષણીયની સાચી ઉપેક્ષા રોજબરોજના જીવનમાં તેની માધ્યસ્થભાવ દ્વારા ઉપેક્ષા કરી શકાય. કોઈ પણ કથન નિરપેક્ષપણે સત્ય નથી. સત્ય હંમેશાં આપણાં દૃષ્ટિબિંદુઓને સાપેક્ષ છે. માનવી પોતાની દષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી પણ જોશે તો બીજાની વાત પણ સાચી છે એવું માનવાથી, સ્વીકારવાથી અડધું જગત શાંત થઈ જશે. અનેકાંતવાદને નામે કેટલીક ગેરસમજણો ફેલાય છે. કેટલાક કહે છે કે સ્યાદ્વાદ એ સંશયવાદ છે, વળી કેટલાક આધુનિકો કહે છે કે સ્યાદ્વાદ એ સમન્વયવાદ છે. વસ્તુતઃ બેમાંથી એક વાત પણ બરાબર નથી. ૫૮

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80