Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 31
________________ કે સાત્ત્વિક સહચિંતન જાય છે. એવા ઉમદા હેતુથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ન્યાયતંત્ર પર લોકોને પૂર્ણ વિશ્વાસ હતો. કાઝી, રાજ્યો કે રાજાઓએ નીમેલા ન્યાયાધીશો ઝડપી અને યોગ્ય ન્યાય પ્રજાને આપતા. કેટલાક ન્યાયપ્રિય રાજાઓએ ગુનેગાર જણાતા પોતાના પુત્ર કે પરિવારજનોને પણ આકરી સજાઓ કરી અને પ્રજાને ન્યાય આપ્યો છે. તેવા અસંખ્ય પ્રસંગો ભારતના ઇતિહાસમાંથી આપણને મળશે. સાંપ્રત સમાજજીવન સંકુલ અને વિષમ બની ગયું છે. અપરાધ અને આતંકની દુનિયાનો ભેદો વિસ્તાર થયો છે. ગુનાખોરીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાયદા એટલા બધા વધી ગયા છે કે દરેક પ્રવૃત્તિ અને સમગ્ર જીવનનું જાણે કાયદા દ્વારા નિયમન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નીચલી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયો સુધી વિશ્વમાં ન્યાયતંત્રનો વિસ્તાર થયો છે. કોર્ટ, વકીલ અને કાયદાની કલમોના જંગલમાં અથડાતા-ફૂટાતા માનવી માટે ન્યાય મેળવવો ખર્ચાળ અને વિલંબિત બની ગયો છે. જૈન દર્શનના કર્મવિજ્ઞાનના સંદર્ભે દંડનીતિ સમજવી માનવજીવન માટે કલ્યાણકારક છે. દાર્શનિક કર્મવિજ્ઞાનના મતે, જેમ સમાજ અને રાજ્યના સ્તરે કાઝી, મુખી, ન્યાયનું પંચ, લોકઅદાલત કે સરકારનું ન્યાયતંત્ર લોકોને ન્યાય અપાવવા કાર્યરત છે તેમ એક વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટ છે. આપણી તમામ કોર્ટમાં હજી કૉપ્યુટર આવ્યાં નથી, પરંતુ કર્મની કોર્ટ ક્ષતિરહિત સુપર કૉપ્યુટરથી સ્વયંસંચાલિત, વાયરસ કે સદી પરિવર્તનના ભય વિના અનાદિથી ચાલી રહી છે અને અનંત ચાલશે. સંસારની કોર્ટમાં તો જે ગુનેગાર પ્રત્યક્ષ દેખાતો હોય, ગુનો દેખનાર સાક્ષી મળે, પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા ઉપલબ્ધ હોય તો જ ગુનેગારોને સજા થઈ શકે છે. સાંયોગિક પુરાવાને કારણે નિર્દોષને દંડાઈ જવાનો પણ ભય રહે છે. ખોટા સાક્ષી, કપટ કે પડ્યુંત્રના ભોગે નિર્દોષને પણ દોષી ઠેરવી શકાય છે. એક શ્રીમંત યુવાન ખૂનના કેસમાં સપડાઈ ગયો. એણે ઊંચી ફી આપીને બાહોશ વકીલ રાખ્યો. કેસ ચાલ્યો. સામા પક્ષના ધારાશાસ્ત્રીએ બધી દલીલ કરી. ન્યાયાધીશે પેલા વકીલને કહ્યું કે હવે તમે દલીલ કરો, પણ આશ્ચર્ય ! એણે દલીલ જ ન કરી. છેવટે ન્યાયધીશે ચુકાદો આપ્યો કે, ‘હિંગ હિમ'. પેલા વકીલે મલકાઈને પોતાના અસીલના કાનમાં કહી દીધું કે ચિંતા ન કરીશ. તને બચાવી લઈશ. ફાંસીના માંચડો તૈયાર થયો. યુવાનના ગળામાં દોરડું ભરાવાયું અને સહેજ જ પાટિયું ખસ્યું કે તરત જ દોરડું ખેંચનારને જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર અટકાવી દઈને વકીલ બોલ્યો : સજામાં માત્ર “હેન્ગ હિમ' આ જ આદેશ છે. મારો અસીલ એ સજા અત્યારે પૂરી કરી ચૂક્યો ગણાય, માટે એને છોડી મૂકો. કાયદા મુજબ એક જ સજાનો અમલ બીજી વાર ન કરી શકાય ! ત્યાર પછી ન્યાયતંત્રના કાયદાઓમાં સુધારો કરવો પડ્યો કે, 'હેન્ગ હિમ ટિલ ડેથ', એટલે કે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવી રાખો. આમ બુદ્ધિના આટાપાટાથી દોષી પણ છૂટી ગયાના દાખલા છે. કાયદાની આંટીઘૂંટી, લાંચરુશવત કે બુદ્ધિના વ્યભિચારથી ગુનેગારો પણ આબાદ બચી જતા હોય છે. - એકાંતમાં, ગુપ્ત રીતે ગુનો કરનારને કર્મની કોર્ટ તો સજા આપી દે છે. જાણે કર્મની કોર્ટને કરોડો આંખો ન હોય ! અહીં બાહોશ વકીલ, પૈસાનું જોર કે લાગવગ કામ કરતાં નથી, અહીં શંકાને જેરે છૂટી જવાતું નથી. કર્મના કાનૂનથી ચાલતા ન્યાયતંત્રનો વહીવટ સ્વરછ, સ્પષ્ટ, પારદર્શક અને સમયાનુચિત છે. કર્મની કોર્ટમાં સજા માટે એક ક્ષણનો પણ વિલંબ નથી. જેવો ગુનો આચર્યો તેવી તે જ ક્ષણે સજા એ કર્મનો કાનૂન છે. કર્મ કરનારનો સાક્ષી તો તેનો પોતાનો આત્મા સદાકાળ તેની સાથે જ છે. અહીં ગુનો પુરવાર કરવા માટે કોઈ સાક્ષી કે પુરાવાની જરૂર નથી. બીજા શબ્દોમાં કહીએ તો કર્મબંધ એ જ સજા છે. માનવી મન, વચન કે કાયા વડે કોઈ પણ ગુનો કરે તો તેને તે પ્રમાણે કર્મબંધ થાય છે. કર્મના કર્તાએ કર્મ ભોગવવું જ પડે છે. સંસારનાં ન્યાયાલયોમાં અપરાધીને સજા ગુનો થયા પછી ચોક્કસ કાનૂની પ્રક્રિયા બાદ ગુનો સાબિત થાય ત્યારે થાય છે. આરોપી ન્યાયાલયમાં અરજી કરે તો સજા મોકૂફ રહે અને ઉચ્ચ ન્યાયાલય એ સજાને માન્ય રાખે ત્યારે સજાનો અમલ થાય છે. પરંતુ કર્મની કોર્ટમાં ગુનો સાબિત કરવાનો પ્રશ્ન જ નથી. મનથી હત્યાનો ક્રૂર વિચાર કર્યો કે, 'તને મારી નાખીશ, છોડીશ નહીં એવાં ક્રૂર રીતે ક્રોધપૂર્ણ વચનો કહ્યાં હોય. આત્માની પરિણામ ધારા અને ભાવ પ્રમાણે કર્મના કાનૂનમાં એને ગુનો ગણી લેવામાં આવે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. આ કર્મબંધ તે જ સજા છે. હા, સત્તામાં પડેલાં કર્મો ઉદયમાં ન આવે તે કાળને દાર્શનિક પરિભાષામાં અબાધાકાલ કહેવાય છે. સજા ભોગવવાનો કર્મોદય તત્કાળ પણ હોઈ શકે. આ જન્મમાં હોય કે જન્માન્તરે પણ હોઈ શકે છે. સંસારના ન્યાયતંત્રમાં વીસ વર્ષની સજા પામેલી વ્યક્તિ એક-બે વર્ષમાં જ મૃત્યુ પામે તો બાકીની સજા તેને ભોગવવાની રહેતી નથી. કર્મના કાનૂનમાં આ ૫૪ પડે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80