Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 42
________________ સાત્ત્વિક સહચિંતન ઝારખંડના પેટરબારમાં આય હૉસ્પિટલ, શાળાઓ, સાધના કેન્દ્ર વગેરેની સ્થાપના કરી શ્રુતની સાધના સાથે જૈન ધર્મમાં સેવા ભાવને ઉજાગર કર્યો. પરમદાર્શનિક પૂ. પૂજ્ય જયંતમુનિએ લખેલ ‘શ્રી આત્મસિદ્ધિ મહાભાષ્ય’ વિશે ડૉ. આરતીબાઈ મહાસતીજી લખે છે : ‘અધ્યાત્મનિષ્ઠ પ્રજ્ઞાપુરુષ શ્રુતસ્થવિર, સંયમ સ્થવિર, વ્યયસ્થવિર પરમદાર્શનિક ગુરુદેવે દર્શનશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે, પરંતુ તેમનું પરમ અને ચરમ લક્ષ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ જ રહ્યું છે. તેઓએ પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાનો પ્રયોગ આવાં અધ્યાત્મસભર શાસ્ત્રોને સમજવામાં કર્યો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર તેમની અનુપ્રેક્ષા માટેનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. પૂજ્યશ્રીએ પ્રત્યેક ગાથાની પૂર્વભૂમિકારૂપ ઉપોદ્ઘાત, ત્યાર પછી ગાથાના પ્રત્યેક શબ્દનો ભાવાર્થ અને ગૂઢાર્થ, ત્યાર પછી ગાથાનો આધ્યાત્મિક ભાવ અને અંતે ગાથાના સારભૂત ઉપસંહારનું નિરૂપણ કર્યું છે. આ મહાભાષ્યનું વિવેચન અધ્યાત્મયોગીરાજ શ્રીમદ્ભુની ઉચ્ચતમ આત્મસ્થિતિ તથા ભાષ્યકારની અનુપ્રેક્ષાનું દર્શન કરાવે છે. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ અધ્યાત્મ સાહિત્યના બહુમૂલ્ય રત્નહારનું સ્થાન ધરાવે છે. જ્યારે કોઈ શ્રેષ્ઠ ઝવેરી તે રત્નની કિંમત આંકે ત્યારે તેનું મૂલ્ય સમાજમાં વિશેષ પ્રગટ થાય છે. ખરેખર ! ભાષ્યકાર આત્મસિદ્ધિરૂપ રત્નહારની કિંમત આંકનાર એક શ્રેષ્ઠ ઝવેરી છે. તેઓશ્રીએ કરેલા વિસ્તૃત વિવેચનથી આ શાસ્ત્રનાં એકએક પદ રત્નની જેમ ઝળકી ઊઠ્યાં છે. શ્રીમદ્દનાં આત્મલક્ષી ચિંતન અને વિચારમંથન પછી તેઓની આંતરછીપમાં આત્મસિદ્ધિ નામનું મોતી પાક્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ આત્મસિદ્ધિને સુર-સરિતારૂપ ગંગાની ઉપમા આપી છે. પરમદાર્શનિક પૂ. જયંતમુનિજીએ ‘શ્રી આત્મસિદ્ધિ ભાષ્ય’ લખીને આ ગંગા-મંદાકિનીના પાવન પ્રવાહમાં આપણને અભિસ્નાન કરાવવાનો પરમઉપકાર કર્યો છે. એકએક ગાથાનું રસદર્શન આત્મસાત્ કરતાં મુમુક્ષુ સાધકો અને વિદ્વાનોના છત્રીસે કોઠે દીવા ઝળહળશે એવી શ્રદ્ધા છે. શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘અપૂર્વ અવસર’ની વિવૃત્તિનું આલેખન પૂજ્ય શ્રી જયંતમુનિજીએ કર્યું જે લખાણ ‘અલૌકિક ઉપલબ્ધિ’ નામે ગ્રંથસ્થ કરવામાં આવ્યું. એ પ્રસંગે મુનિશ્રી નોંધે છે કે, આપણે જે પરમાર્થપૂર્ણ કાવ્યનું પ્રકાશન કરી રહ્યા છીએ તેનો સામાન્ય અર્થ-ભાવાર્થ તો સમજી શકાય તેવો છે, પરંતુ તેના અપ્રગટ રહેલા ગૂઢાર્થ ભાવો અછવદ્યા, વણકથ્યા રહી જાય છે, જેનું મંથન કે વલોણું કરવાથી તે ભાવો ૭૫ સાત્ત્વિક સહચિંતન પ્રકાશરૂપે પ્રગટ થઈ આપણને પરમધોધ પૂરો પાડે છે. આ પદના રચિયતા કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી, રાજચંદ્રજી મટીને જ્ઞાનચંદ્રજી બની કેવળ જ્યોતિર્મય ભાવે આપણી સમક્ષ ચમકી રહ્યા છે, એટલે પદ અને ‘પદ’ના કર્તા બંને ઘણી વિશેષતાથી ભરપૂર છે. આ કાવ્યમાં જે પ્રાર્થના છે તે પ્રભુચરણમાં આધીન થઈ કહેલી નથી, પરંતુ સ્વતંત્ર ચેતનાનું જાગરણ કરી સ્વયં આંતરશક્તિ જગાડવા માટેની પ્રાર્થના છે. પર્વતીય પ્રદેશમાં પર્વત અને જંગલોમાં વહેતી સરિતા, જળધારા શ્રીમદ્ભુના અંતર ક્ષેત્રમાં વહેતી જ્ઞાનધારા કાવ્યરૂપે જનસમાજને એક મહાનદીરૂપે અપાર જળરાશિ ગોચર થાય છે. પૂજ્ય જયંતમુનિ વાંચણી અને વ્યાખ્યાનમાં કેટલાય વિષયના સંદર્ભમાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં તત્ત્વજ્ઞાન અને જીવનનો ઉલ્લેખ કરતા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુપ્રાણ પરિવારનાં અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યરત્ના પૂજ્ય ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ કબીર, આનંદઘનજી, બનારસીદાસ અને શ્રીમદ્ રાજચંદ્રનાં તત્ત્વજ્ઞાન, જીવન અને સાહિત્ય પર સંશોધનાત્મક શોધ પ્રબંધ લખી મુંબઈ યુનિવર્સિટીમાં ૧૯૭૧માં Ph.D. કર્યું. શ્રીમદ્દના સાહિત્યમાં સતત સ્વાધ્યાય કરવાને કારણે મદ્રાસ (ચેન્નઈ) ચાતુર્માસમાં તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પ્રવચનો આપ્યાં. શ્રી સંઘે એ વ્યાખ્યાનોનો ગ્રંથ ‘હું આત્મા છું’રૂપે પ્રગટ કર્યો. એ ગ્રંથ ખૂબ જ લોકપ્રિય બન્યો અને તેનું અંગ્રેજીમાં “I am the soul'રૂપે ભાષાંતર પણ પ્રગટ થયું. હિંદીમાં પણ આનો અનુવાદિત ગ્રંથ પ્રગટ થયો. ગુજરાતીમાં શ્રી પ્રાણગુરુ સેંટર દ્વારા તેની સાતમી આવૃત્તિ પ્રકાશિત થઈ. આ ગ્રંથની લોકપ્રિયતા દર્શાવે છે. દેશ-વિદેશનાં કેટલાંય સ્વાધ્યાય વર્તુળોમાં આ ગ્રંથની નિયમિત વાંચણી-સ્વાધ્યાય થતાં હોય છે. ‘હું આત્મા છું’નાં વ્યાખ્યાતા ગુરુણી લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી) આ ગ્રંથ વિશે લખે છે કે, આ વ્યાખ્યાનોમાં અલંકારી ભાષા વાપરી શબ્દોના સાથિયા પૂર્યા વગર જ વિષયની રજૂઆત કરવામાં આવી છે. જો કે, આત્મસિદ્ધિનો વિષય સહજતાથી ભરેલો છે, સાથેસાથે આ વ્યાખ્યાનકારની દરેક પ્રવૃત્તિમાં સહજતા અને સરળતા દેખાય છે. વ્યાખ્યાનકારની ભાવભરેલી ભાષા જિજ્ઞાસુજનોના હૃદયને ભીંજવી આત્માનુભૂતિ સુધી લઈ જશે.’ પરમદાર્શનિક પૂ. જયંતમુનિ મ.સા.એ ‘હું આત્મા છું’ને દેવતાઈ અરીસા જેવો ૭૬

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80