________________
કે સાત્ત્વિક સહચિંતન કે તત્ત્વદૃષ્ટિથી શ્રીમદ્ રાજંચદ્ર વાસ્તવિક બનાવી રહ્યા છે. તત્ત્વ પ્રમાણે પોતાનું જીવન
જીવી અન્ય સાધુઓ અને મુમુક્ષુઓને પ્રેરણા આપી રહ્યા હતા અને વ્યવહારદષ્ટિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસંધાન ગાંધીજી રાજચંદ્ર પાસેથી પ્રેરણા લઈ જીવનનાં સર્વ ક્ષેત્રોમાં સત્ય, અહિંસા, સંયમ અને તેમના સામુદાયિક પ્રયોગો દ્વારા મહાવીરના મંગલધર્મનું આચરી-આચરાવી રહ્યા હતા તેથી એ બે વિભૂતિના મિશનને આગળ ધપાવી જૈન સાધુની મર્યાદામાં રહીં પોતાનું મિશન બનાવ્યું હતું.
લીમડી સંપ્રદાયના આ સ્થાનકવાસી સંતે શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીના મિશનને આત્મસાત્ કરી લઈ અને પ્રસાર કર્યો. સ્વયંએ વસ્ત્રોમાં ખાદી અપનાવી હતી અને શ્રીમદ્જીના સાહિત્ય અને ગાંધી વિચારધારાનું ઊંડું અધ્યયન કર્યું હતું.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજના શિષ્ય મુનિ સંતબાલજીએ મુંબઈના એક ચાતુર્માસમાં ‘અપૂર્વ અવસર' પદ પર સળંગ વ્યાખ્યાનો આપ્યાં. એમણે કહેલું કે, ‘અપૂર્વ અવસર' પદ પર બોલતાં મારા મનમાં એ પદ પ્રત્યે આકર્ષણ રહ્યું છે અને ગાતી વેળાએ જરા આદ્રતા સાથે શાંતરસનું વેદના અનેક વાર થયું છે. એમાં જેમજેમ ઊંડા ઊતરાય તેમતેમ સુષુપ્ત આત્માને ઢંઢોળી કોઈ નવા જગતમાં દોરી જતું હોય એવો ભાસ મને ઘણી વાર થયો છે. એ પદમાં સાધુજીવન અને સાધુતામય જીવન વિશે વિશેષ છે. એથી જ એ કહેતા, ‘અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. અધિક શું કહેવું ? પરના પરમાર્થ સિવાય દેહ જ ગમતો નથી.'
પાછળથી મુનિ શ્રી સંતબાલજજીએ શ્રીમકૃત ‘અપૂર્વ અવસર' કાવ્યનું રસદર્શન અને વિવેચન કરતું ‘સિદ્ધિના સોપાન' નામક પુસ્તક લખ્યું જેમાં ગુણસ્થાનકના તબક્કાનું સુપેરે રહસ્યોદ્ઘાટન કરી નિરૂપણ કર્યું છે.
૧૯૭૦માં મુનિ શ્રી સંતબાલજીએ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ અંતર્ગત ચીંચણ. તા. દહાણુમાં મહાવીર નગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી. આ કેન્દ્રમાં ચાર વિભાગો સૂચિત ક્ય.
(૧) શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ (૨) મહાત્મા ગાંધી વિભાગ (૩) મુનિ શ્રી નાનચંદ્રજી વિભાગ (૪) પંડિત જવાહરલાલ નહેરુ વિભાગ શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ માટે મુનિશ્રીએ નોંધ્યું છે કે, ‘આ કેન્દ્રમાં એમનું નામ
કાકા સાત્ત્વિક સહચિંતન શિબિર એટલા માટે મુખ્ય રહેશે કે તેઓ વિશ્વવંદ્ય વિભૂતિ ગાંધીજીને પ્રેરણા દેનાર પુરુષો પૈકી ઉત્તમ કોટીના પ્રેરણાપાત્ર પુરુષ હતા. આ વિભાગમાં શ્રીમદ્ભા જૈન ધર્મના વિચારોનું તથા દુનિયાના તમામ ધર્મોનું શિક્ષણ આપવાનું હતું. સર્વધર્મને લગતી ઉપાસનાની પ્રવૃત્તિમાં તથા નિવૃત્ત થયેલા લોકો આધ્યાત્મિક સાધનામાં પોતાનો સમય ગાળવા માગતા હોય તેમને માટે નાત-જાતના, ધર્મ કે દેશના ભેદભાવ વગર આવાસો-રહેવાની વ્યવસ્થા કરવાની હતી.
મુનિશ્રીએ સ્થાપેલા શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ અંતર્ગત શ્રીમ સાહિત્યનાં કેટલાંક પ્રકાશનો થયાં છે. વર્ષમાં બે વાર આ કેન્દ્રમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય શિબિરનું આયોજન થાય છે.
અવારનવાર મુમક્ષ આદરણીય ગોકુળભાઈના સ્વાધ્યાયની શિબિરોનું આયોજન થાય છે. સંતબાલજીના ‘અપૂર્વ અવસર' પરનાં વ્યાખ્યાનોના પુસ્તક ‘સિદ્ધિના સોપાન’ની એક આવૃત્તિનું વિમોચન રાજસોભાગ સત્સંગ મંડળ - સાયલાના અધિષ્ઠાતા પૂજ્ય શ્રી નલિનભાઈના હસ્તે કરવામાં આવેલ.
કેન્દ્રમાં રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેંટર દ્વારા યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં શ્રીમદ્ રાજચંદ્રના પત્ર અને કાવ્ય સાહિત્યમાં વ્યક્ત થતું ‘અધ્યાત્મ' વિષય પરની બેઠક, રાજચંદ્ર મિશન, ધરમપુરના પરમશ્રદ્ધેય પૂ. શ્રી રાકેશભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ.
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિજીની નિશ્રામાં - બીજું જ્ઞાનસત્ર પરમશ્રદ્ધેય પપ્પાજી (પૂ. શ્રી પ્રવીણચંદ્ર)ના અધ્યક્ષસ્થાને ઘાટકોપર - એસ.એન.ડી.ટી. કૉલેજમાં ‘શ્રીમજીના સાહિત્ય’ પર યોજાયેલ જેમાં ભારતભરના પચાસ જેટલા વિદ્વાનોએ ભાગ લીધેલ.
મુનિશ્રીએ શ્રીમદ્ રાજચંદ્ર વિશે, સ્વ. અરવિંદભાઈ અને પુષ્પાબહેન મહેતાને લખેલા સમગ્ર પત્રોનો સંચય “સંતબાલજી પત્ર સરિતા’ નામે પ્રગટ થયો છે.
મુનિ શ્રી સંતબાલજીએ નોંધ્યું છે કે, “સામાન્ય જનસમાજમાં એક એવી છાપ છે કે જૈન ધર્મ કર્મ - ત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે, પણ ભાગ્યે શ્રીમદે પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનોને ઝોક આપ્યો. આ વાત
જ્યારે શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમજીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી છે તેમ કર્મધારા પણ વિકસશે જ.
સ્થાનકવાસી-ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના શિષ્ય પરમદાર્શનિક પૂ. જયંતમુનિજી મહારાજ સાહેબે શ્રીમદ્જીના સાહિત્યનું ખૂબ દોહન કર્યું. વર્ષો સુધી
૭૩