Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 45
________________ સાત્ત્વિક સહચિંતન જેવી રીતે જળમાં શેવાળ મેલરૂપે ઉત્પન્ન થાય છે, ચિત્તવૃત્તિઓના સંયોગથી આત્મામાં એ જ રીતે આસવ ઉત્પન્ન થાય છે. આમ અસવ આત્માની નિર્મળતાને અપવિત્ર કરે છે. આસવ ભાવનાના ચિંતનમાં વિચારોને પ્રવાહિત કરવાના કે, એક તો કર્મોથી બંધાયેલો છું અને નવાં કર્મો બાંધતો જાઉં છું તો હવે મારા પુરુષાર્થ અને સદ્ગુરુની કૃપાથી મિથ્યાત્વનાં વાદળો દૂર થઈ સમ્યગ્ દર્શનનો સૂર્ય મારા આત્મપ્રદેશને પ્રકાશિત કરે. આ ભવવનમાં પાંચ આસવોનાં વાદળો સતત વરસી રહ્યાં છે. માત્ર વિરતિની છત્રી જ તેનાથી આપણું રક્ષણ કરી શકે. જે પ્રકારે વીર્ય સ્ખલન સાથે ઉગ્ર કામસંસ્કાર નષ્ટ થઈ જાય છે, કોઈથી રોકાઈ શકતું નથી તે જ રીતે કર્યોદય સમાપ્ત થવાને કારણે આસવ નાશ પામે છે. તેને રોકવું સંભવ નથી. આમ આસવ અશરણ છે. જ્યારે સ્વયં ચિત્તશક્તિરૂપ ચૈતન્ય શરણ સહિત છે. આસવ હેય છે, ઉપાદેય નહિ. માત્ર જ્ઞાન કે જ્ઞેય છે. માત્ર જાણવાયોગ્ય છે. સારા-નરસાની જાણકારીથી વિવેકજ્ઞાન પ્રગટ થાય છે, માટે દરેક ભાવનાનું જ્ઞાન કે સમજણ જરૂરી છે. એ સમજણથી જ આપણે છાંડવાયોગ્ય છાંડી શકીશું. જેવી રીતે દરિયાના વમળમાં ફસાયેલી નાવ હાલડોલક થયા કરે છે. સ્થિરતા કે ગતિ પ્રાપ્ત કરી શકતી નથી. તેવી જ રીતે આસવને કારણે જીવનું સંસારપરિભ્રમણ લંબાયા કરે છે. જીવસરોવરમાં પાંચ આસવ દ્વારોથી કર્મનું જળ વહી આવે છે. આસવ ભાવના દ્વારા આસવ દ્વારોને બંધ કરવાની તીવ્ર ઇચ્છા પેદા કરવાની છે અને એ દિશામાં પુરુષાર્થ કરવાનો છે. આસવોનો પરિચય કરી તેને રોકવાના ઉપાયો વિચારવાના છે. પ્રથમ આસવ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અર્થ છે મિથ્યાદર્શન, વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અયથાર્થ શ્રદ્ધા. મિથ્યાત્વનું મખ્ય કામ એ છે કે તે સુદેવ ગુરુ અને સુધર્મ પર જીવને શ્રદ્ધા કરવા દેતો નથી, પરંતુ કુદેવ, ફુગુરુ અને કુધર્મ પર રાગ કરાવે છે. સુદેવ, સદ્ગુરુ અને સુધર્મ પરની શ્રદ્ધા જીવને સમ્યગ્ દર્શન સુધી લઈ જાય. બીજો આસવ અવિરતિ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પ્રકારનાં અવ્રત આ આસવના ઉદ્ભવસ્થાન છે. ૮૧ * સાત્ત્વિક સહચિંતન સ્થાવર-જંગમ સંપત્તિમાં આસક્તિ રાખવી એને પરિગ્રહ કહે છે. વ્રતોનું પાલન આસવોને રોકે છે. ત્રીજો આસવ કપાય છે. ચાર કષાયને બે વિભાગમાં વહેંચીશું. માયા અને લોભને રાગ સાથે સંલગ્ન કરી શકીએ. ક્રોધ અને માનને દ્વેષ સાથે જોડી શકાય. મિથ્યાત્વ આદિ સહાયકો દ્વારા રાગદ્વેષરૂપ કષાયો આત્મભૂપ પર કબજો જમાવે છે. મમત્વ અને અહંકાર કષાયોના મૂળ છે. માત્ર કષાયોનો ઉપશમ કરવાથી આત્મા અકષાયી નહિ બની શકે. એને તો જડમૂળથી ઉખેડવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. રાગદ્વેષ મમકાર અહંકારના જ પર્યાયો છે. આ રાગદ્વેષની જડો આત્માના અતિ ઊંડાણમાં ફેલાયેલી છે ત્યાં સુધી કષાયોનાં ઝેરી વૃક્ષો હાઁભર્યાં રહેશે. અહં અને મમને ઉચ્છેદવાથી કષાયો મોળા પડશે. ચોથું આસવ દ્વાર પ્રમાદ છે. જાત્વિક દૃષ્ટિએ જોઈએ તો પ્રમાદ એક પ્રકારનો અસંયમ છે જે એટલા માટે કે અવિરતિ કે કષાયની અંતર્ગત આવી જ જાય છે. રાગદ્વેષને પૂર્ણ સહયોગ આપી આઠ પ્રકારનાં કર્મબંધનનું કારણ બનનાર પ્રમાદ બહારથી મિષ્ટ-મધુર છે. જેની પાસે દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાનો ખજાનો છે. ભૌતિક વિષયના આકર્ષણનું ખેંચાણ, ઊંઘ અને ઇન્દ્રિયોને સ્વચ્છંદ વિહાર પ્રમાદનાં લક્ષણ છે. આત્મજાગૃતિ અને સામાયિક આ આશ્રવથી આત્માનું રક્ષણ કરી શકે. પાંચમો આસવ અશુભ યોગ છે. એના ત્રણ ભેદ છે. પુદ્ગલોના અવલંબનથી પ્રવર્તમાન યોગ એ ‘કાયયોગ’ છે. કર્મવર્ગણાના આલંબનથી મનયોગ થાય છે. આ ત્રણ પ્રકારના યોગ દ્વારા જ આત્મામાં કર્મોનું આસવણ થાય છે. શુભ યોગ પુણ્યકર્મનો આસવ છે. અશુભ યોગ પાપકર્મનો આસવ છે. અશુભ યોગ ભવભ્રમણ કરાવનાર છે. શુભ કર્મના આસવથી પુણ્યના કારણે સ્વર્ગાદિ સદ્ગતિમાં જન્મ મળે છે. જીવે અસંખ્ય વર્ષો સુધી એ સુખ ભોગવવું પડે છે. એ અપેક્ષાએ શુભ કર્મોનો આસવ મોક્ષમાર્ગમાં બાધક છે. આ વાત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાની છે. પુણ્યકર્મનો ઉદય મોક્ષમાર્ગમાં આરાધનામાં સહાયક બને છે. પુણ્યકર્મના કારણે મનુષ્યભવ, ઇન્દ્રિયોની પૂર્ણતા, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે, જે મોક્ષમાર્ગમાં સહાયક છે અને અંતે આત્માની એક એવી દશા આવશે કે પુણ્ય આસવ પણ સહજપણે છૂટી જશે. આસવોને રોકવાથી જીવ શાંતસુધારસનું પાન કરી જીવમાંથી શિવ બનવાના રાજમાર્ગ પ્રતિ જઈ શકે છે. ર

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80