________________
જ
સાત્ત્વિક સહચિંતન
મંગલમય કરુણાનું દિવ્ય સામ્રાજ્ય
સર્યનાં સૌમ્ય કિરણો રાત્રિનાં અંધારાને દૂર કરી નગરી પર પ્રકાશનું આધિપત્ય જમાવી રહ્યાં છે. પ્રભાતના રમ્ય વાતાવરણમાં જ્યોતિષવિદ્યાના પ્રખર વિદ્વાન છાયાશાસ્ત્રી વિદ્યાપાળ અને તેમના મિત્ર હર્ષદત્ત ચાલી રહ્યા હતા. શાંત વાતાવરણમાં મૌન તોડતાં હર્ષદત્તે કહ્યું, “મિત્ર ! થોડી ક્ષણો પહેલાં આ માર્ગ પરથી કોઈ મહાન વ્યક્તિ પસાર થઈ હોવી જોઈએ."
“મિત્ર, શા કારણે આમ કહે છે ?' વિદ્યાપાળે પ્રશ્ન કર્યો. કોયલનો ટહુકો અને ખળભળ વહેતાં ઝરણાંના સંગીતનું સામંજસ્ય, મલયાનિલને સુગંધિત બનાવતી ફૂલોની પરાગ, સામેની એક તલાવડીમાં સિંહ અને હરણ બન્ને સાથે મળી પાણી પી રહ્યાં છે. એક જ વૃક્ષની છાયામાં સાપ અને નોળિયો વિશ્રામ કરી રહ્યા છે, માર્ગ નિષ્ફટક છે. મિત્ર ! કોઈ દિવ્ય પુરુષના પરમાણુની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. વાતાવરણનું માધુર્ય અને પ્રસન્નતાની પ્રતીતિ કરાવે છે. આત્મસાધનામાં મસ્ત રહેતા ધર્મનિષ્ઠ હર્ષદત્તે વાત પૂરી કરી.
નતમસ્તક ચાલી રહેલ પંડિત છાયાશાસ્ત્રી નીચે રસ્તા પર જોઈ દંગ થઈ ગયા. થંભી ગયા અને બોલ્યા, મિત્ર, તારી વાતમાં તથ્ય લાગે છે. જો આ પગલાં! કોઈ સમ્રાટનાં પગલાં...શતદલ કમળની પાંખડીમાંથી જાણે પરાવર્તિત થયેલ રેખાઓ...! સામુદ્રિક લક્ષણ પ્રમાણે એક ચક્રવર્તી સમ્રાટનાં પગલાં જ હોય, પરંતુ પંડિત વિદ્યાપાળ ક્ષણિક ચમક્યા અને પછી બોલ્યા, ચક્રવર્તી સમ્રાટ... એકલા... અને ખુલ્લે પગે...જો
* ૮૩ ?'
જીગર
સાત્ત્વિક સહચિંતન શિબિર સરકાર સમ્રાટ જતા હોય તો તેમની સાથે પરિવાર, સેવકો કે સેના પણ હોય, પરંતુ આ પગલાં તો એક જ વ્યક્તિનાં છે. મિત્ર ! શું મારી જ્યોતિષવિદ્યા મને દગો દઈ રહી છે ? શું આ ઉમરે મારી બુદ્ધિ નષ્ટ થઈ રહી છે ?
હર્ષદત્ત કહે ના, મિત્ર નિરાશ ન થાય. મને તારી જ્યોતિષવિદ્યામાં શ્રદ્ધા છે... અને બન્ને મિત્રો પેલાં પગલાંનું અનુસરણ કરતા આગળ ચાલ્યા. આ પગલાં રાજગૃહી નગરના ગુણશીલ ચૈત્યઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરી રહેલા એક સાધક પાસે સમાપ્ત થયાં.
1 ખિન્ન વદને વિદ્યાપાળ બોલ્યા, હર્ષ ! ક્યાં છે સમ્રાટ ? અહીં તો એક ભિક્ષુક...!
હર્ષવિભોર હર્ષદત્ત બોલ્યા, વિદ્યાપાળ તારી વિદ્યાને ગૌરવ અપાવે એવી આ ઘટનાની વાત સાંભળ, “જેમના મુખારવિંદ પર પ્રથમ ભાવો રમી રહ્યા છે તેવા કલ્યાણમિત્ર ભિક્ષક બીજા કોઈ નહીં, પરંતુ સ્વયં ભગવાન મહાવીર છે.'
“આંતરકર્મો સામે દારુણ યુદ્ધ કરી વિજય મેળવનાર ચક્રવર્તી છે. અષ્ટકર્મના કાલીનાગને સંયમનાં શસ્ત્રોથી એમણે જીતી લીધો છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપી પિતાના ખોળામાં તે ઊભા છે. તે અહિંસારૂપી અષ્ટપ્રવચન માતાની નિશ્રામાં છે. બ્રહ્મચર્યરૂપી ભાઈ, અનાસક્તિરૂપી બહેનને એમનું સદૈવ સાન્નિધ્ય છે. શાંતિરૂપી પ્રિયતમા એના જીવનમાં અભિપ્રેત છે. વિવેકરૂપી પુત્ર અને ક્ષમારૂપી પુત્રી તેની સાથે જ હોય છે. અનેકાંત તેનો મંત્રી છે.'
રાજાની સેનાને એક નિશ્ચિત્ત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથી નીકળેલાં દિવ્ય કિરણો અગણિત લોકોના કલ્યાણનું કારણ બની જાય. અકારણ કરુણા કરનારા આ યુગપુરુષના ઉચ્ચ પુષ્ય અને તીર્થંકરના અતિશયોની અસરને કારણે તેમની ઉપસ્થિતિથી ચોપાસ વૈર-વિખવાદ મટે-રોગ ન હોય, દુષ્કાળ ન હોય, માલકૌંસ રાગમાં પ્રવાહિત થતી તેમની પાવન વાણી સૃષ્ટિના તમામ જીવો પોતાની ભાષામાં સમજી અને સ્વનું કલ્યાણ સાધી શકે.'
‘એમના શુભ તરંગોની સેના જ ચારેબાજુ સુરક્ષા કરી શકે છે. એમનું ધર્મચક સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતું રહે છે. તેમને સ્પર્શેલું વાયુમંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવી શીતળતા પ્રસરાવે છે. સંસારનાં તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ નથી કરી, હિંસા નથી કરી, છતાં હૃદય-સિંહાસન પર રાજ્ય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજ્ય છે, કારણકે
૮૪