Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 47
________________ ************* zulus askinlol sssssssss આ સામ્રાજ્યમાં, હિંસા નથી, ચોરી નથી, અબ્રહ્મમ્ નથી, જૂઠ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે.' હર્ષદત્તે જ્યારે વાત પૂરી કરી ત્યારે બન્ને મિત્રોએ ભગવાનનાં શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને છાયાશાસ્ત્રી વિદ્યાપાળે કહ્યું, ‘હવે મને સમજાયું કે સામુદ્રિક લક્ષણો માત્ર બાહ્ય ચિહ્નો કે સંકેતો પર આધારિત નથી હોતાં. માનવીની આંતરિક લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતરવૈભવના ઘૂઘવતા સાગરનાં પ્રચંડ મોજાંઓ નિહાળી રહ્યો છું.’ મિત્ર! આજે મારી જ્યોતિષવિદ્યા સાચે જ સાર્થક થઈ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું માહાત્મ્ય સમજાયું. પ્રણામ હો અનેકાંત દટાને, વંદન હો! મંગલમય કરુણાના દિવ્ય સામ્રાજ્યને ! | ૧૯ ચતુર્વિધ સંઘ સ્થાપનાદિન : સમક્તિનું આનંદપર્વ વિશ્વનાં વિવિધ દર્શનોમાં વીતરાગ દર્શનનો મહિમા અનુપમેય છે. લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી પ્રત્યેક તીર્થંકર ભગવંત, ચારે પ્રકારના દેવોએ રચેલ સમવસરણમાં બેસી, શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, જે જિન શાસનની સ્વ-પર કલ્યાણની પરંપરાનું દર્શન કરાવે છે. સાંપ્રત પ્રવાહ કરતાં ભારતવર્ષ અનેક રીતે સમૃદ્ધ હતો. તે સમયનાં લાખો વર્ષનાં લાંબાં આયુષ્ય, શરીરની લાંબી ઊંચાઈ, આરોગ્યની સુંદરતા, પ્રજામાં પુત્ર જેવી શરણાગતિના ભાવ, રાજામાં વાત્સલ્યસભર લાગણીની ભીનાશ હતી. લોકોની ભૌતિક સંપત્તિની જેમ ગુણ-સમૃદ્ધિનો આંતરખજાનો સમૃદ્ધિથી છલોછલ હતો. નાભિદેવ અને મરુદેવી માતાનું સંતાન એટલે એ સમયની ધરતીમાતાનો શ્રેષ્ઠ માનવપુત્ર ઋષભદેવ. એ દેવે માણસમાં માણસાઈ જગાવી. અગ્નિો ઉપયોગ શીખવ્યો. જ્યારે તેમણે માટીનો ઘડો બનાવ્યો ને વિજ્ઞાનનો જન્મ થયો. શિલ્પસ્થાપત્ય સમજાવ્યું - ઘર બાંધતા શીખવ્યું, ખેતી કરતા શીખવાડી, લગ્નવિધિ યોજી, પશુતામાં પ્રભુતા આણી. સમાજનીતિ, રાજનીતિ રચી. ૭૨ કળા અને ૧૮ લિપિ શીખવી દંડનીતિ સમજાવી. ગણિતજ્ઞાન આપ્યું. અસિ-મસિ અને કૃષિ (શૌર્ય, વ્યાપાર લેખન, કૃષિ-ખેતી)નું શાસન આપ્યું. ત્યાગ-તપસ્યા-સંયમ દ્વારા મોક્ષમાર્ગે જવા ભગવાન આદિનાથ-ઋષભદેવે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. શ્રી ઋષભદેવ ભગવાન પછીના ત્રેવીસ તીર્થંકરો પણ શ્રી ઋષભદેવે પ્રરૂપેલ ધર્મઅર્થ-કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિને જ વ્યવસ્થિત કરવાનો '' ૮૬ •

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80