Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 36
________________ જ સાત્ત્વિક સહચિંતન રહેવાનો હોય, તો પછી એનો અર્થ એ થયો કે તેનામાં ક્રિયાશીલતા નથી. હવે એનામાં ક્રિયાશીલતા જો ન હોય, તો પછી એના દ્વારા કંઈ પણ કાર્ય થાય એવી આશા કેમ રાખી શકાય? એવી જ રીતે, બ્રહ્મને એકને જ માત્ર સત્ય માનવામાં આવે અને એના અસ્તિત્વને તદ્દન સ્થિર તેમ જ અપરિવર્તનશીલ માનવામાં આવે, તો પછી એનામાં ક્રિયાશીલતાનો અભાવ હોઈ એની ઉપયોગિતા શું? જગતને જે સર્વથા મિથ્યા જ માનવામાં આવે, તો પછી તેને વાસ્તવિક (સત્ય) માનવામાં આવે છે તેવા બ્રહ્મ સાથે એનો સંબંધ જોડી જ કેવી રીતે શકાય. એવી જ રીતે જડ અને ચેતનને એકબીજાથી તદ્દન ભિન્ન જ માનવામાં આવે તો પછી એકની અસર બીજા પર થાય એવી આશા પણ કેમ રાખી શકાય? જગત જો પરિવર્તનશીલ હોય તો પછી એ જગતમાંથી ઉત્પન્ન થયું હોવાનું વૈદિક તત્ત્વજ્ઞાનીઓ માને છે ને બતાવે છે તે બ્રહ્મ પણ પરિવર્તનશીલ જ હોવું જોઈએ. એમ જો ન હોય તો એક નિત્ય અને અપરિવર્તનશીલ બ્રહ્મમાંથી અનિત્ય અને પરિવર્તનશીલ જગત ઉદ્દભવે જ કેવી રીતે? એકાંત નિત્યમાંથી અનિત્ય કે એકાંત અનિત્યમાંથી નિત્યનો સ્વતંત્ર ઉદ્ભવ કદી સંભવી શકે જ નહિ. આ વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ ખૂબ જ ભારપૂર્વક અને અસંદિગ્ધપણે કહી છે. એ વાત ખૂબ સમજવા જેવી છે. દૈત, અદ્વૈત અને એના બધા ફાટાઓમાંથી તથા ક્ષણિકવાદ વગેરે બધાં એકાંત તત્ત્વજ્ઞાનોમાંથી આ બધી સમજણ મળતી નથી, કેમકે, એ બધા પાછળ દર્શાવ્યું છે તે મુજબ એક નય (એકાંતજ્ઞાન)ના આધારે અને એકાંતિક નિર્ણયો દ્વારા રચાય છે. એ બધાની સામે સરોવરના સમૂહ સમક્ષ ઘૂઘવાતા મહાસાગર સમો જૈન તત્ત્વજ્ઞાનનો અનેકાંતવાદ ઊભો છે. એની સમજણ એ જ સાચી સમજણ છે. આ વાત સ્વીકારવામાં હવે કશી આપત્તિ રહે છે? નથી રહેતી. હજુ થોડુંક વિશેષ સ્પષ્ટીકરણ કરીએ. સત્ય અને અસત્યને બદલે આપણે સત્ત્વ અને અસત્ત્વ એવા બે શબ્દો મૂકીએ. આ બંનેમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો છે, પણ અહીં આપણે પેલી ચાર અપેક્ષાઓને, ચતુષ્ટયને લાવીને મૂકીશું તો જણાશે કે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળભાવથી કે સત્ત્વ છે, તે જ સત્ત્વ પરદ્રવ્ય ક્ષેત્રકાળભાવથી અસત્ત્વ છે. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષામાં સ્વ શું અને પર શું? આ વાત નવી આવી, કેમ? કશા સંભ્રમમાં ન રહેવાય એટલા ખાતર એક ટૂંકી સમજણ આપણે જો જો સાત્ત્વિક સહચિંતન સિક અહીં લઈ લઈએ. જ્યાં ‘પોતે' છે એ ‘વ’ અને જ્યાં ‘પોતે' નથી એ ‘પર'. આ વિષય પર આપણે આવીએ ત્યાં સુધીમાં આનો થોડોક વિચાર જે કરી રાખશો તો તે વખતે એ સમજવાનું બહુ સહેલું થઈ પડશે. આ રીતે અસત્ત્વ અને સત્ત્વ, અનિત્યત્વ અને નિત્યત્વ, અનેકત્વ અને એકત્વ વગેરે પરસ્પરવિરોધી ગુણધર્મવાળી બાબતોને, તે વસ્તુઓને આપણે જો વિવિધ બાજઓથી જોઈએ તો પછી એ બધું અનેકાંતાત્મક છે એ વાત ખૂબ જ સરળ રીતે અને સહેલાઈથી સમજાશે. એક જ વસ્તુમાં અનેક પ્રકારના ગુણધર્મો હોય છે એ વાત જૈનેતર તત્ત્વજ્ઞાનીઓએ પણ સ્વીકારેલી છે. જે લોકો અનેકાંતવાદને પૂર્ણપણે સમજ્યા નથી એ લોકો એવો પ્રશ્ન પૂછે છે કે “આ તો અમારામાં પણ છે ! જૈન ફિલસૂફોએ નવું શું કહ્યું?' અહીં જ જૈન ધર્મની વિશિષ્ટતાનું દર્શન થાય છે. પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણધર્મો હોય છે એ દેખાડવા માત્રથી જ જૈન તત્ત્વજ્ઞાનને અનેકાંતવાદ નામ નથી અપાયું. જૈન દર્શને એ વસ્તુ, એ વાત સાબિત કરી બતાવી છે. તદુપરાંત, એ પ્રત્યેક વસ્તુમાં ‘પરસ્પરવિરોધી’ એવાં તત્ત્વો ‘એકસાથે રહેલાં છે અને વસ્તુ માત્ર ‘અનેક ગુણધર્માત્મક નહિ, પણ ‘પરસ્પરવિરોધી એવી અનેક ગુણધર્માત્મક' છે એમ જૈન તત્ત્વજ્ઞાન કહે છે. આ જે વિરોધી ગુણધર્મો છે તે એકાંત દૃષ્ટિથી દેખાતા નથી. અનેકાંત દૃષ્ટિથી જ એને જોઈ તથા સમજી શકાય છે. જૈન તત્ત્વજ્ઞાનની, અનેકાંતવાદની જે વિશિષ્ટતા છે તે આ છે. આ કંઈ નાનીસૂની વિશિષ્ટતા નથી. તત્ત્વજ્ઞાનના વિષયમાં એ એક મહાન સિદ્ધિ છે. એટલા માટે જ આ અનેકાંતવાદને તત્ત્વશિરોમણિ માનવામાં આવ્યું છે. અકારણ કરુણાના કરનાર ભગવાન મહાવીરની ચિંતનપ્રધાન તપસ્યાએ તેમને અનેકાંત દૃષ્ટિ સુઝાડી અને એમની સત્પન્ન શોધનો સંકલ્પ સફળ થયો. એમને પોતાને સાંપડેલી એ અનેકાંત દૃષ્ટિની ચાવીથી વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓનાં તાળાં ઉઘાડી નાખ્યાં અને સમાધાન મેળવ્યું ત્યારે એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે એ અનેકાંત દૃષ્ટિને નીચે પ્રમાણેની મુખ્ય શરતોથી પ્રકાશિત કરી અને પોતાના જીવન દ્વારા એનું અનુસરણ કરવાનો કેટલીક શરતોએ ઉપદેશ આપ્યો. રાગ અને દ્વેષમાંથી પેદા થતા સંસ્કારોથી વશ ન થવું, અર્થાત્ તેજસ્વી મધ્યસ્થભાવ ધારણ કરવો. ૬૩. ૬૪

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80