________________
કે સાત્ત્વિક સહચિંતન છે જ્યાં લગી મધ્યસ્થભાવનો પૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી એ ધ્યેય રાખીને કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી.
• ગમે તેવા વિરોધી દેખાતા પક્ષથી ગભરાવું નહિ અને પોતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષ તરફ પણ આકરી સમાલોચક દષ્ટિ રાખવી.
• વિરોધી લાગતા હોય તેવા બીજાના અનુભવોમાંથી જેજે અંશો સાચા લાગે તેનો વિવેકબુદ્ધિથી સમન્વય કરવાની ઉદારતા સાથે અભ્યાસ કરવો. સમન્વય કરવામાં મિથ્યાભિમાનનો ત્યાગ કરવો.
જીવનવ્યવહારમાં અનેકાંતના આચરણ માટે ભગવાનની આ શીખમાં સ્વ પર કલ્યાણ અભિપ્રેત છે.
જૈન તત્વજ્ઞાનીઓએ હંમેશાં એવો આગ્રહ રાખ્યો છે કે તીવ્ર બુદ્ધિશક્તિ હોવા છતાંય તટસ્થભાવ જ્યાં સુધી પ્રગટતો નથી ત્યાં સુધી પૂર્ણ સત્યની પ્રાપ્તિ થતી નથી. એ તટસ્થવૃત્તિ કેળવવા માટે અજ્ઞાન દૂર કરી સમ્યક જ્ઞાન મેળવવું પડે. પૂર્વગ્રહો, અભિપ્રાયો અને અહંકારથી મુક્ત થવું પડશે. ઈન્દ્રિયાદિક વૃત્તિઓ સાથેનો સંબંધ ધરાવતા ભૌતિક સ્વાર્થને ત્યાગવો પડશે. વિવેકબુદ્ધિના જાગરણ સાથે વિશ્વ વાત્સલ્ય, કરુણા અને મૈત્રીભાવ કેળવવો પડે. વળી, પરમત સહિષ્ણુતાની પાવન જ્યોત પ્રગટે તો જ અનેકાંતનો અનેરો લાભ મળે.
બીજો પણ સાચો હોઈ શકે, બીજી દાર્શનિક પરંપરા અને અન્ય ધર્મોની વાત સહિષ્ણુતાથી સાંભળવી તેને માની લેવી એવું જરૂરી નથી). તેમ કરવાથી ધર્મઝનૂન નિવારી શકાય, અનેકાંત સમજીને દરેક પાસાંનો વિચાર કરવાથી વ્યાવહારિક જીવનમાં - પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-ભાઈ, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ જેવા સંબંધોમાં સામંજસ્ય સર્જાશે. શિષ્ય-ગુર, ભક્ત-ગુર, નોકર-માલિક (શેઠ), સંસ્થાના કાર્યકરો, રાજકીય પક્ષો, શિક્ષક વિદ્યાર્થી, નેતા, અમલદાર, પ્રજા વચ્ચે દરેક તબક્કે હાર્મની જળવાઈ રહેશે.
અનેકાંત દ્વારા રાષ્ટ્રની સીમાઓ, જળ, જમીન, આકાશ અને કુદરતી સંપત્તિની વહેંચણી માટેના ઘર્ષણ અટકશે. અનેકાંતનું આચરણ વ્યક્તિને અન્ય ધર્મ પ્રત્યે થતી નફરત રોશે, પણ જ્યાં જ્યાં સારું છે તે મારું છે, મારું છે તે જ સારું છે નહિ, પણ અનેકાંતની સમજણથી હંસદષ્ટિનો વિવેક, પ્રમોદભાવ અને માધ્યસ્થભાવ પ્રગટશે.
લોહીને હિંસા સાથે સંબંધ છે. સામાન્ય રીતે હિંસક પ્રવૃત્તિમાં આપણને લોહી
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર દેખાય છે, પરંતુ આ તો સ્થૂળ હિંસાની વાત થઈ. કેટલીક હિંસક પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે હિંસા દ્વારા લોહી વહેતું નથી છતાં એ પ્રવૃત્તિ તીવ્ર અને ઘાતક હોય છે.
વિશ્વાસઘાત, કોઈનાં ગુપ્ત રહસ્યોને વિવેકહીન રીતે ઉઘાડાં પાડવાં, ધ્રાસકો પડે તેવું બોલવું કે સમાચાર આપવા, શોષણ અને અન્યાય દ્વારા પરિગ્રહની પ્રવૃત્તિ પણ હિંસા છે. અયોગ્ય માર્ગે કોઈનું બ્રેઈન વૉશ કરવું કે પડ્યુંત્રો રચવાં એ હિંસા છે.
| વિચારોના વિકૃત અર્થઘટન અને અભિવ્યકિત દ્વારા આપણે હિંસક બની અનેકાંતના હત્યારા બનીએ છીએ. આકરી, શુષ્ક, અશક્ય અને કાલ્પનિક વાતો દ્વારા યુવાનોને ધર્મવિમુખ બનાવવાની હિંસાથી બચીએ.
અપરિગ્રહના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર દિગંબર બની શકું. અહિંસાના એકાંતિક આગ્રહથી હું કદાચ કટ્ટર સ્થાનકવાસી બની શકું. જીવદયા અને હિંસાના વૈચારિક અનુબંધથી હું કદાચ કટ્ટર તેરાપંથી બની શકું. જિનપૂજામાં આરંભ-સમારંભની વિવેકહીન અનિવાર્યતા મને કદાચ કદ્દર મૂર્તિપૂજક બનાવી દે. કટ્ટરતામાં ધર્મઝનૂન અભિપ્રેત છે. ધર્મ એ અમૃત છે, પણ ઝનૂન એ વિષ છે. એ વિષથી આપણે બચવાનું છે. વિવેકપૂર્વક વિચારીશું તો અહીં અનેકાંત વિચારધારા આપણને બચાવી શકે. એકાંત ક્રિયાવાદ કે એકાંત જ્ઞાનવાદ મોક્ષ તરફ જવાના માર્ગે નહીં લઈ જઈ શકે. જ્ઞાનની આંખ અને ક્રિયાની પાંખ દ્વારા જ આ આતમ પંખી ઉર્ધ્વગમન કરી શકે.
મારી વિચારધારા, દૃઢ માન્યતા અને આગ્રહને કારણે હું ત્યાગમાર્ગમાં પણ શાંતિ મેળવી શકું નહિ. કામરાગ અને સ્નેહરાગથી છૂટવું હજી સહેલું છે, પણ દૃષ્ટિરાગથી મુક્ત થવું કઠિન છે.
દૃષ્ટિરાગથી પરાધીન એવા મને મારી દયા આવે છે. દયા-ધર્મના જ્ઞાતાઓએ કહ્યું છે કે પહેલાં સ્વદયા પછી પદયા. સ્વદયા એટલે પોતાનાં જ્ઞાન, શાંતિ, આનંદ અને સમત્વના ભાવપ્રાણ હણવા ન દેવા તે. અહીં પળેપળે ભયંકર ભાવમરણથી આત્મરક્ષણની વાત અભિપ્રેત છે. પોતાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ સ્વહિંસા છે. જ્યારે બીજાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ પરહિંસા છે.
સાધનાના માર્ગે આગળ વધતો સાધક વિવેક અને જયણા દ્વારા લોહી વહે તેવી સ્થળ હિંસા તો સહજ નિવારી શકે, પરંતુ અહીં આગળ વધીને સૂક્ષ્મ અહિંસાનું ચિંતન કરવાનું છે. લોહી ન વહે તેવી હિંસાથી બચવાનો પુરુષાર્થ સાધકનો સમ્યક પરષાર્થ છે અને ભગવાન મહાવીરે ચિંધેલી અનેકાંત વિચારધારાનું આચરણ જ તેમાં સહાયક બની શકે. •
૬૫