________________
# સાત્વિક સહચિંતન
ક
R)
જૈન દર્શનમાં “ઉપયોગ’નું મહત્ત્વ
ઉપયોગ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિરૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહે છે.
‘ઉપ' એટલે સમીપ અને ‘યોગ' એટલે જ્ઞાનદર્શનનું પ્રવર્તન. આનો સરળ અર્થ એ થાય કે જેના વડે આત્મા જ્ઞાનદર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જે ચેતનાનો વ્યાપાર છે તેને ઉપયોગ કહેવાય છે.
શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રના બીજા અધ્યયનમાં જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, રૂપથી જHUામ્ - ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
જ્ઞાન અને દર્શન એ આ ઉપયોગના જ બે પ્રકાર છે. જે ઉપયોગ સાકાર એટલે વિશેષતાવાળો હોય તે જ્ઞાન કહેવાય અને જે ઉપયોગ અનાકાર એટલે સામાન્ય પ્રકારનો હોય તેને દર્શન કહેવાય.
આપણી હજી યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ પૂરી થયા પછી એકલો ઉપયોગ કામ કરશે. યોગની પ્રવૃત્તિ બદલવી તે સાધના નથી, ઉપયોગ બદલાય તે સાધના છે.
જ્ઞાન અને દર્શન એ તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી વર્તતી જીવની જ્ઞાન અને દર્શનલબ્ધિ છે, પરંતુ પોતાની એ લબ્ધિને લબ્ધિવંત છવ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ દ્વારા જ્યારે પ્રકાશિત કરે છે ત્યારે જ તે શેય પદાર્થને જાણી શકે છે. શક્તિ હોવા છતાં ઉપયોગ
# સાત્વિક સહચિંતન
જ વિના પદાર્થને જાણી-દેખી શકાય જ નહિ. આ જ્ઞાન અને દર્શનની લબ્ધિ વડે વર્તતા પ્રયત્નને જ ઉપયોગ કહેવાય છે.
એક સમયે તો એક જીવને એક જ શેય વસ્તુ યા વિષય પ્રત્યેનો ઉપયોગ હોઈ શકે છે. એક સમયે કિયાની વિવિધતા હોઈ શકે, પણ ઉપયોગ તો એકમાં જ વર્તે છે. એકીસાથે બે વસ્તુમાં આપણો ઉપયોગ રહી શકતો નથી.
કોઈ પણ જીવ કોઈ પણ કાળે ઉપયોગ રહિત તો હોઈ શકે જ નહિ. એક યા અન્ય ક્ષેય વિષય પ્રત્યે ઉપયોગ તો દરેક જીવને વર્તતો જ રહે છે. વિષયાંતર થવામાં ઉપયોગનું પરિવર્તન કે પલટો ભલે થતો રહે, પરંતુ એક યા બીજી રીતે ઉપયોગનું અસ્તિત્વ તો પ્રત્યેક સમયે જીવમાં વર્તતું જ રહે છે.
કોઈ “અનુપયોગ દશા” એવા શબ્દનો ઉપયોગ કરે એનો અર્થ એ નથી થતો કે તે સમયે જીવની દશા તદ્દન ઉપયોગ રહિત છે, પરંતુ જે વસ્તુ અથવા વિષય અંગેના ઉપયોગની જ જે સમયે જરૂર હોય તે સમયે તે વસ્તુ અથવા તે વિષયને છોડી અન્ય વસ્તુ અથવા વિષયમાં જીવનો ઉપયોગ ચાલ્યો જાય ત્યારે વિવક્ષિત વસ્તુ અંગેની જીવની અનુપયોગ અર્થાત્ લક્ષરહિત દશા વર્તે છે તેને ઉપયોગશૂન્યતા પણ કહી શકાય.
ઉપયોગ, અશુદ્ધ કેમ થાય છે ? તે અંગે જ્ઞાનીજન સમજાવે છે કે -
ઉપયોગ, એ તો આત્માનું લક્ષણ હોવાથી સ્વ પર વસ્તુનો બોધ થવારૂપ છે, પરંતુ તેમાં ઇષ્ટપણા અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પરવસ્તુના સંગથી થયેલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધતા છે.
જીવને રસ, રૂપ, ગંધ આદિ વર્ણનું જ્ઞાન થવાથી કંઈ ઉપયોગની મલિનતા થતી નથી, પરંતુ વર્ણાદિ વિષયમાં ઇપણું અને અનિરુપણું થવાથી ઈસ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં ૫ તથા રાગદ્વેષ અંગે વર્તતું અજ્ઞાન (મોહ) જ ઉપયોગમાં અશુદ્ધતા ઉત્પન્ન કરે છે. માટે જ ગીતાર્થ ગુરભગવંતો આપણને રાગદ્વેષ (મોહ)ને કારણે થતી આત્મહાનિ અંગે સતત સાવધ કરતા રહે છે.
જૈન દર્શને વિશ્વને છ દ્રવ્યોનું વર્ગીકરણ આપ્યું - જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. છેલ્લા ચાર જડ અરૂપી હોવાથી ઇન્દ્રિયગમ્ય નથી.
વિશ્વ, જીવ-અજીવ એટલે ચેતન-જડથી ભરેલ છે. જડમાં પાંચમું તે પુદ્ગલ છે, જેને વૈજ્ઞાનિકો Matter (મેટર) કહે છે. - જૈન દર્શન કહે છે કે, સમસ્ત સૃષ્ટિ, જીવ અને પાંચ અજીવ પૈકીના પાંચમા અજીવ
૬૮ -