________________
સાત્ત્વિક સહચિંતન
સજા પછીના ભવે પણ ભોગવવી પડે છે.
સેંકડો માણસની હત્યા કરનાર વ્યક્તિને સંસારની કોર્ટ એક જ મૃત્યુદંડ દઈ શકે તે તેની મર્યાદા છે. જ્યારે કર્મનો કાયદો તે જીવને નારકીની દુઃખકારક યોનિમાં હજારો વાર મૃત્યુની વેદના આપી શકે અને હજારો વર્ષ સુધીનું ત્યાંનું આયુષ્ય આપી શકે છે. સારી વર્તણૂકને કારણે રાજ્યના ન્યાયતંત્ર દ્વારા સજા ઘટી શકે છે કે સજા હળવી બની શકે છે.
કર્મસત્તાના ન્યાયતંત્રની કરામતને એક પ્રસંગ દ્વારા સમજીએ. જિલ્લા કોર્ટના એક ન્યાયાધીશ તે જિલ્લાથી ૨૫-૩૦ કિલોમીટરને અંતરે આવેલા પોતાના મૂળ ગામમાં વૅકેશન ગાળવા આવ્યા. પોતાના વતનના આ નાનકડા ગામમાં રોજ સવારે તે નદીકિનારે ફરવા જાય. નદીતટનાં વૃક્ષોના ઝૂંડ પાછળ શૌચક્રિયાનું કામ પણ પતાવી લે.
એક દિવસ એણે શૌચક્રિયા દરમિયાન જોયું કે એક માણસે ખંજરથી બીજા માણસની હત્યા કરી. હત્યારો ભાગી છૂટયો. જજસાહેબે ખૂનીને આંખોઆંખ બરાબર જોયો હતો.
આ અંગેનો કેસ એમની જ અદાલતમાં આવ્યો. આરોપી હાથમાં ન આવતાં પોલીસે ભળતા માણસને આરોપી તરીકે ઊભો કરી દીધો ! ન્યાયાધીશે તેનો ચહેરો જોઈને જ નક્કી કરી લીધું કે હત્યારો તો આ નથી, પરંતુ પોલીસે પોતાની ઈજ્જત બચાવવા માટે ભળતા માણસને મારી-પીટીને ખૂની તરીકે કબૂલાત કરાવીને પાંજરામાં ઊભો કરી દીધો છે.
વળી, વકીલ પણ એવો બાહોશ નીકળ્યો કે તેણે પોતાનું બધું જ બુદ્ધિકૌશલ વાપરીને તે માણસને ખૂની તરીકે સાબિત કરી દીધો.
જજ તો સ્તબ્ધ થઈ ગયા. આંખો ના પાડે છે કે આ વ્યક્તિ હત્યારો નથી, કાયદો કહે છે કે હત્યારો જ છે. નિર્દોષ પર સજાનું જજમેન્ટ લખતા જજ ત્રાસી ગયા, પરંતુ ન્યાયાધીશને ધર્મમાં શ્રદ્ધા હતી. તે જાણતા હતા કે મનુષ્ય ભૂલ કરે, પરંતુ કર્મસત્તાનું સુપર કૉમ્પ્યુટર કદી ભૂલ ન કરે.
તેઓ પેલા આરોપીને ચેંબરમાં લઈ ગયા. સાચી હકીકત જણાવવાનું કહેતા તે રડી પડયો. પોતાની નિર્દોષતા અને પોલીસના દમનનું વર્ણન કર્યું. જજે પૂછ્યું, આ પૂર્વે તેં કોઈનું ખૂન કરેલ ? આરોપીએ કહ્યું હા, મેં બે ખૂન કરેલાં, પરંતુ હોશિયાર વકીલને કારણે હું નિર્દોષ છૂટી ગયો. આ સાંભળી જજના મનને શાંતિ થઈ. સાથે વિશ્વના અદૃશ્ય અદ્ભુત કર્મના સ્વયંસંચાલિત ન્યાયતંત્ર પરત્વે શ્રદ્ધા દૃઢ બની.
૫૫
* સાત્ત્વિક સહચિંતન
ડૉ. રમેશ લાલને જૈન દર્શનના કર્મવાદ સંદર્ભે દંડનીતિ અંગે કેટલાક ચિંતનસભર મુદ્દાઓ ટાંક્યા છે.
જૈન આગમો બધા ગુનાશાસ્ત્રીઓ અને દંડનીતિકારોને ઉપયોગી પદાર્થો પૂરા પાડે છે.
જૈન શાસ્ત્રો દંડનીતિનો ઉદ્ગમ અને વિકાસ સાત દંડનીતિમાંથી કરે છે.
જૈન પુરાણોમાં દંડનીતિનો વિકાસ સાત દંડનીતિ ઉપરાંત વિવિધ પ્રકારના ગુનાઓ અને કસોટીની સાથે સજાઓથી શોધી શકાય છે.
જૈન શાસ્ત્રોની કથાઓ અને દષ્ટાંતો દ્વારા અનંતા જન્મો સુધી ચાલતી વ્યક્તિગત જવાબદારીઓ અને પ્રતિકૂળ બાબતોને કર્મસિદ્ધાંતની પ્રતિક્રિયાના પરિણામરૂપી દર્શાવી છે.
ગુનેગારોને નાથવા માટે અપાતી સજાના પ્રકાર અને સ્વરૂપ તથા નરકની યાતનાઓનું જેલની યાતનાઓ સાથેની સાદશ્યતાનું વર્ણન, ગુનો તથા સજાની અસરની માહિતી મેળવવા સતત પ્રેરે છે અને કદાચ સજાની નાબૂદી માટે જોરદાર દલીલ તરફ દોરે.
કર્મ, જીવ જેવું કરે તેવું પામે એ ભૂમિકા ઉપરાંત ગુનાના કારણ માટે યથાર્થ સ્પષ્ટીકરણ પૂરું પાડે છે.
ધર્મ, વ્યક્તિને પાંચ મહાવ્રતો કે અણુવ્રતો દ્વારા સંવરને ધારણ કર્યા પછી તેને જાળવવામાં લાગતા અતિચાર અને દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત એ એક શક્તિશાળી પ્રક્રિયા છે.
આ મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં જૈન દંડનીતિના યથાર્થ ફાળાનું મૂલ્યાંકન કરતા એ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે આ સિદ્ધાંત કેવળ તત્ત્વજ્ઞાન નથી, પરંતુ તે કર્મની ઉત્પત્તિ અને પરિણામની ભયાનકતા સામે યુદ્ધ કરવા માટે વ્યવહારમાં મૂકી શકાય એવો માર્ગ બતાવે છે.
રાજ્ય અને સમાજ દ્વારા ચાલતાં ન્યાયાલયો જરૂરી છે જ, પણ જ્યારે તેમાં ન્યાય ન મળે ત્યારે એ ચિંતન કરવાનું કે સર્વોપરી અદાલતો કર્મના કાનૂનની છે. આ વિચારધારા નિમિત્તને દોષ ન દેતાં કર્મોદયને દોષી ગણશે. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકશે. સંયોગોથી સ્વભાવ પર દૃષ્ટિ જશે તેથી મનને શાંતિ મળશે.
ભાલનળકાંઠા વિસ્તારમાં એક રાજકીય આગેવાન સમાજસેવકની હત્યા થઈ, તે વખતે સાંપ્રત દંડનીતિ પરત્વે મુનિ શ્રી સંતબાલજીએ વ્યથા વ્યક્ત કરી હતી કે ખૂનીઓને
૫૬