Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ કે સાત્ત્વિક સહચિંતન ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચાર પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જોઈએ. ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાનાં પત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. ઉતાવળે અને વિવેકબુદ્ધિ વગર સત્યાસત્યનું અન્વેષણ કર્યા વિના ચેનલમાં સમાચારો ટેલિકાસ્ટ ક્રરવા તે ઘોર અપરાધનું કારણ છે. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે. પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થબુદ્ધિથી Activist- એક્ટિવિસ્ટ, જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય. ( પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીર-ગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યક પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે. જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક ઍન્ડ લર્ન જેવાં સેન્ટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્ત્વિક વિકલ્પ પૂરી પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહેમ યુવા સેવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો ‘આગમ' પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદ્ભવશે. અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - ફ્રિકા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહ”નું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વીતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્ત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે. અરજી સાત્ત્વિક સહચિંતન શિબિર દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઈનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સક્તોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે. જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવક-શ્રાવિકામહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ. જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફિરકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત સ્વતંત્ર બોડીની રચના કરવી જોઈએ જે સર્વમાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આબટ્રિશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચાર માધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાવરણને દૂષિત થતું અટકાવી શકાય. દેવ, ગુર, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યફ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80