Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ જ સાત્ત્વિક સહચિંતન ૧ તપ ? એક વૈજ્ઞાનિક અભિગમ વૈભવિવૃત્તિ તો તે વ્રત બાહ્ય અને આભ્યાંતર તપનું આપણા જીવનમાં માનસિક અને શારીરિક આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણું જ મહત્ત્વ છે. તપને માત્ર આપણે કર્મનિર્જરાના સાધન તરીકે જ સ્વીકારવું જોઈએ. છતાં આપણને તેના વધારાના ફાયદા મળે છે અને કેટલાક માનસિક રોગ દૂર થાય છે. વ્યસનમાંથી મુક્તિ મળે છે. આનાથી વિલપાવર વધે છે. વધુ પડતી ચંચળતા-વીવરિંગ માઈન્ડ હોય તેમાં સ્થિરતા આવે છે. નિર્ણયશક્તિ વધે છે. ઉપવાસ દરમિયાન ભોજન ન લેવાથી, સમગ્ર પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળવાથી પાચનતંત્રમાં શુદ્ધિકાર્ય આરંભાય છે અને આખા શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ કે વિષદ્રવ્યોનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમિયાન તે ઓટોલિસીસની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે. તેનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરનાં મહત્ત્વનાં અંગો હૃદય, મગજ વગેરેને પોષણ આપવાના કામમાં આવે છે. ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય છે. શરીર નિર્મળ અને નીરોગી બને છે. આયુર્વેદના ગ્રંથોમાં ઉપવાસની ઘણી પ્રશસ્તિ કરવામાં આવી છે. ઉપવાસ અને પ્રાણાયામ દ્વારા ઘણા રોગો ઘટાડવાની પદ્ધતિ વિકાસ પામી છે. કુદરતી ઉપચારમાં ગાંધીજીએ ઉપવાસનું ઘણું જ મહત્ત્વ દર્શાવ્યું છે. - ૩૭ - રાજકોટમાં સાત્ત્વિક સહચિંતન સિક વૈભાવિક વૃત્તિને તોડે તે વ્રત... આપણાં વિદ્વાન વ્યાખ્યાતા મહાસતીજી ડૉ. ૫. તરલતાસ્વામીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ૨૮મી ગાથા સમજાવતાં આ વાત ખૂબ જ સુંદર રીતે કરી છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાનઃ ચહ્યો નહિ પરમાર્થને, લેવા લૌકિક માન... મતાર્થી જીવ વ્રત પ્રત્યાખ્યાન કરતો હોય છે. સામાન્યતઃ એવું જોવા મળે કે કોઈ પણ જીવ પહેલા દ્રવ્ય-ચારિત્રરૂપ વ્રત પ્રત્યાખ્યાનથી જ ધર્મની શરૂઆત કરતો હોય છે. તેને બહુ ખબર ન હોય કે શા માટે વ્રતો કરવાં ? કેટલાકને એમ સમજણ પણ હોય કે તપ કરવાથી કર્મનિર્જરા થાય તેનો માપદંડ શું ? અઠ્ઠમ કરીએ કે માસખમણ ! આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ. અહીં ભૌતિક વળતર હોઈ શકે જ નહીં - આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ. અહીં ભૌતિક વળતર હોઈ શકે જ નહીં. અહીં કર્મનિર્જરાના વળતરની વાત છે. તપશ્ચર્યા પછી આપણે વિચારીએ છીએ કે આપણાં કેટલાં કર્મોની નિર્જરા થઈ ? આત્મા સાથે સત્તામાં પડેલાં કર્મો પોતાની સ્થિતિ પૂર્ણ કરી ક્ષય સન્મુખ થાય તે નિર્જરા તપશ્ચર્યા કરવાથી કર્મોની સ્થિતિ જલદી પૂરી થાય છે અને તે આત્મા પરથી ખરી પડે છે. આ રહસ્યને સમજાવવા માટે જ શ્રીમદ્જીએ ગાથામાં એક માર્મિક શબ્દ મૂક્યો છે - ‘વૃત્તિ'. તેઓ કહે છે - લસું સ્વરૂપ ન વૃત્તિનું, વૃત્તિને ઓળખવાની છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, દ્વેષ, વિકાર આદિ દુર્ગુણોરૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા માટે જ આખીય ધર્મઆરાધના છે, તેમાં તપનો સમાવેશ પણ થઈ જાય. વૃત્તિને તોડે તે વ્રત. આપણને હેરાન કરતી • ૩૮

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80