Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ જ સાત્ત્વિક સહચિંતન લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ? માનવજીવનમાં મા લક્ષ્મીનું સ્થાન અનન્ય છે. જીવનવ્યવહાર માટે લક્ષ્મીની ઉપયોગિતા અને અનિવાર્યતા સ્વીકારાયેલી છે. માનવીને મા લક્ષ્મીનું વરદાન ક્યારે મળે ? લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ? મહાત્મા ભર્તુહરીએ કહ્યું છે કે, “લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો તે બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તે પરસ્ત્રી સમાન છે. પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરમાં રાખી શકાય નહીં. આથી આ ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતા આત્માઓ લક્ષ્મીના પરિગ્રહ કરતાં તેના ત્યાગમાં જ સ્વ-પરનું કલ્યાણ સમજે છે. સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભાગ, ચોરી અને દાન. ભોગપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય છે. ચોરી, લૂંટ, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસ-ભાવપૂર્વક દાન દેવાથી લક્ષ્મી, મહાલક્ષ્મી રાજકોટ તા. સાત્ત્વિક સહચિંતન શિબિર લક્ષ્મીના પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ આચરણ કરે ત્યારે, ધર્મપુરુષના કહેવાયેલાં વચનોનો અનાદાર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ, હિંસા, અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે ત્યારે. બીજા શબ્દોમાં કહીએ તો પરોપકાર દાન-પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુઃખી, પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે મા લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો કોપાયમાન થાય છે. કવિએ આ શ્લોકમાં રાજા, ચોર અને અગ્નિના રૂપક દ્વારા સમજાવ્યું છે કે, આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા (સરકાર કરવેરા દ્વારા) લઈ લે છે, અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે, અથવા ચોર ચોરી કરી જાય છે. આમ માતા લક્ષ્મી ધનને શુભ કાર્યમાં વાપરવાનો સક્ત આપે છે. પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પાપકર્મ કરાવીને જતી રહે. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી પુણ્ય કર્મ કરાવીને વધતી રહે છે. જ્યારે મન, વચન અને કાયાથી ચોરી ન હોય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. ‘લક્ષ્મી ચંચળ છેની સાથે જ્ઞાનીઓએ નિષ્કામ કર્મયોગની વાત કરી છે, જેમાં પુરુષાર્થ અભિપ્રેત છે. તેની પાછળ ઉધામા કે દોડધામ કરવાથી નહીં, પરંતુ પુણ્યના ઉદયથી લક્ષ્મીની સહજ પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ કરતાં તો અશુભ કર્મના યોગે આપણી સંપત્તિ જતી રહે તે સમયે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે સમભાવ કેળવીએ તે સમ્યફ પુરૂષાર્થ કર્યો કહેવાય. - પૂર્વના પુણ્યોદયે સંપત્તિ તો મળી, પરંતુ આપણે તે સંપત્તિ ભોગવી ન શકીએ અને બીજાને ભોગવવા પણ ન દઈએ, આવું પૂર્વે બાંધેલાં અંતરાય કર્મને કારણે થાય છે, પરંતુ જ્યારે એ અંતરાય કર્મ તૂટે અને સંપત્તિનો સદુપયોગ કરીએ ત્યારે તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. મહારાજા જનક, કુબેરજી, ધન્ના, શાલીભદ્ર, કેવના શેઠ અને આનંદશ્રાવક જેવા મહાપુરુષોને લક્ષ્મી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો અંતરંગ ત્યાગ દ્વારા આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી. લક્ષ્મીપૂજન વેળાએ ‘મને ન્યાયસંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે. જ્યારે આપણી લક્ષ્મીમાં આપણે દિવ્યતાનાં દર્શન કરીશું ત્યારે ‘મા’ લક્ષ્મી આપણને વૈભવનું વરદાન પ્રદાન કરશે અને સાચા ત્યાગનો એ વૈભવ આપણી ભવ પરંપરા ટુંકાવી આત્મ તેજને ઉજાગર કરશે. ' ૩૬. બને છે. लक्ष्मी बायादाश्यत्वारः धर्म रांगाग्नि-तस्कराः । ज्येष्ठ पुत्रापमाने ने, त्रय कुटयंति बांधवा ।। લક્ષ્મીના ચાર પુત્ર છે - ધર્મ, રાજા, અગ્નિ અને ચોર. જો લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે. ૩૫ -

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80