Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ કરી સાત્ત્વિક સહચિંતન મનમાં રામ ને મનમાં રાવણ રામને સચો”. પ્રત્યેક માનવીના મનમાં રામ નામના શુભ વિચારોની એક વેલ ઊગે છે અને રાવણ જેવા દુષ્ટ વિચારોની પણ એક વેલ ઉગે છે. કવિએ અહીં શુભ ચિંતનને પોષવાની, સદ્વિચારની વેલને ઉછેરવાની વાત કરી છે. શ્રીમદ્જીએ અહીં વૃત્તિના સ્વરૂપનું આત્મનિરીક્ષણ કરવાની વાત કરી છે. આપણી પોતાની વૃત્તિનું પ્રવૃત્તિ અને આસક્તિ સાથે અનુસંધાન છે તેનું આપણે ઓક્ઝર્વેશન જ નહીં, પરંતુ ઇંસ્ટ્રોસ્પેક્ષન પણ કરવાનું છે. વળી પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલી અને તેમની સાથેના આસક્તિના અનુબંધને પણ તોડવું પડશે. આ વાતને સરળ રીતે સમજીએ. એક સંતે તેના ભક્તજનને કહ્યું, તમને ચા-તમાકુનું વ્યસન છે તે સારું નથી. તેને છોડી દો. થોડા દિવસ પછી પેલો ભક્તજન સંતનાં દર્શને આવ્યો ને કહ્યું - બાપજી, ચા-તમાકુ છોડી દીધાં છે. સંત કહે, સારું ક્ય, પણ દિવસમાં ચા-તમાકુ યાદ આવે ત્યારે શું કરો ? ચા યાદ આવે ત્યારે કૉફી પી લઉં અને તમાકુ યાદ આવે ત્યારે ગુટકા ખાઈ લઉં! પ્રવૃત્તિ બદલી, વૃત્તિ નહીં. એક મુનિની પ્રેરણાથી શિક્ષસંકુલની સ્થાપના થઈ. મુનિના દસ વર્ષના પ્રચંડ પુરુષાર્થ બાદ સંસ્થા એક આદર્શ સંસ્કારધામ બની. કેટલીક સૈદ્ધાંતિક બાબતોમાં સંચાલકો અને ટ્રસ્ટીઓ સાથે એ મુનિને મતભેદ થયો. મુનિનું આર્તધ્યાન જોઈ તેમના ગુરુએ કહ્યું કે, આ સંસ્થામાં તું આસક્ત થયો છે. તારું આર્તધ્યાન, રૌદ્રધ્યાન તરફ ઝડપથી જઈ રહ્યું છે. આ સંજોગોમાં તું મૃત્યુ પામે તો આ શિક્ષણસંકુલમાં સાપ તરીકે જ જન્મે. મુનિને ઝટકો લાગ્યો. પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિ પર નિરીક્ષણ ક્ય. આલોચના કરી. આખી રાતના મનોમંથન બાદ ચિત્તમાંથી પહેલા સંસ્થાને અને તેના સંચાલકોને દૂર કર્યા. વહેલી સવારે સંસ્થાના સ્થાનકમાંથી વિહાર કર્યો. મુનિની જાગૃત ચેતનાના સમ્યફ પરાક્રમે અહીં પ્રવૃત્તિ સાથે વૃત્તિ બદલાઈ ગઈ. સંસ્થામાંથી મુનિનું મહાભિનિષ્ક્રમણ નિજી સંયમજીવનનો મર્યાદા મહોત્સવ હતો. નગરમાં એક સંન્યાસી આવ્યા. સંન્યાસીની જીવનચર્યા જોઈ રાજા એ સંન્યાસી ૪૩ કાકા છોકરા સાત્ત્વિક સહચિંતન કિકારક બનવાનું નક્કી કર્યું. રાજપાટ, વૈભવ છોડી રાજા સંન્યાસી પાસે આવ્યા અને કહ્યું કે મને સન્યસ્ત દીક્ષા આપો. સંન્યાસીએ રાજાને દીક્ષા આપી. રાજા તો જંગલમાં કુટિર બનાવી રહેવા લાગ્યા. રાજાને દીક્ષા આપનાર ગુરુ અન્યત્ર ચાલી ગયા. સંન્યાસી બનેલા રાજા માત્ર કુટિરને સ્વચ્છ-સુઘડ જ નથી રાખતા, ધીરે ધીરે કુટિરને વિશાળ બનાવે છે. વિવિધ વૃક્ષોનાં રંગીન લાકડાંઓની કલાકૃતિ બનાવી, વાંસની કમાનો બનાવી તે શણગારે છે. વિવિધ રંગીન ફૂલો અને પર્ણોથી કુટિરનું સુશોભન કરે છે. કુટિરના વિશાળ આંગણમાં કેટલાંક પશુ-પંખીને પાળે છે. એક વર્ષ પછી રાજાને દીક્ષા આપનાર સંન્યાસી ગુરુ તે જંગલના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. રાજાએ ગુર સંન્યાસીને પોતાની કુટિરમાં પધારવા આમંત્રણ આપ્યું. રાજાએ કુટિર, આંગણ, પશુ-પંખી અને સુશોભન બતાવી પડ્યું, ગુરુજી, મારી કુટિર કેવી લાગે છે ? ગુરુજીએ કહ્યું, કુટિર તો મહેલ જેવી સોહાય છે. ગુરુ દ્વારા કુટિરનાં વખાણ સાંભળી સંન્યસ્ત થયેલા રાજાના મુખ પર અહમ્ અને ખુશીના ભાવ જોઈ ગુર વિચારે છે. રાજા મહેલમાંથી તો બહાર નીકળી ગયા, પરંતુ રાજામાંથી મહેલ નથી ગયો. ચિત્તમાં મહેલ મોજૂદ છે જ. ગુરુ કહે - પહેલા મહેલ અને રાજ્યનો વિસ્તાર અને શણગાર કરતા હતા, હવે કુટિરનો. પહેલા મહેલ, રાણી, કુંવરો, સેવકો પ્રત્યે મોહ તો હતો, હવે કુટિર, ફૂલ, ઝાડ, પાન, પશુ-પંખી પ્રત્યે મોહ, આમાં પરિગ્રહ પ્રત્યેની આસક્તિ કેમ છૂટશે ? પ્રવૃત્તિ જરૂર બદલાઈ, વૃત્તિ નથી બદલાઈ. રાજામાંથી રાજર્ષિ થવું હોય તો પ્રવૃત્તિ સાથે વૃત્તિને બદલવી પડશે. સંન્યાસી બનેલ રાજા પ્રમાદ અને મોહની નિદ્રાથી જાગૃત થયા. પશુપંખી, ફૂલ-ઝાડ અને કુટિરનો ત્યાગ કરી અન્ય સ્થળે ચાલી ગયા. પૂર્વે સંન્યાસી થવા સમગ્ર સામ્રાજ્યનો અને વૈભવનો ત્યાગ કર્યો હતો તે ત્યાગ કરતાં જંગલની આ ફટિરનો ત્યાગ મહાન હતો, કારણ આ ત્યાગમાં ચિત્તવૃત્તિમાંથી આસક્તિનો ત્યાગ અભિપ્રેત હતો. અહીં પ્રવૃત્તિની સાથે વૃત્તિ બદલાઈ હતી. કુટિરમાંથી અન્યત્ર જંગલ તરફ જતી સંન્યાસીની યાત્રા અનાસક્તિના માર્ગે મુક્તિની યાત્રા હતી. ૪૪

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80