Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 19
________________ સાત્ત્વિક સહચિંતન શિબિર માંડી. વેપારીઓએ આનંદિત થઈ ધરાઈને પાણી પીધું અને સાથેનાં ખાલી વાસણોમાં ભરી પણ લીધું. ગાડાંના બળદોને પણ પાણી પાયું. વેપારીઓએ વિચાર્યું કે, આ પ્રથમ શિખર તોડતાં તો પાણી મળ્યું. હવે આ બીજા શિખરમાં શું હશે ? જિજ્ઞાસાવશ બીજું શિખર તોડી પાડ્યું. તેમાંથી દેદીપ્યમાન શુદ્ધ સુવર્ણ મળ્યું. બધા વેપારીઓએ સોનાને ગાડામાં ભરી લીધું. માત્ર બેસવાની જગ્યા બચી હતી. બાકી સમગ્ર બળદગાડામાં સોનું ભરાઈ ગયું હતું. હવે ! વેપારીઓએ વિચાર્યું કે આ ત્રીજા શિખરમાંથી પણ જો ધનસામગ્રી મળી જાય તો પછી પરદેશ કમાવા જવાની જરૂર નથી. અહીંથી આપણે આપણા વતનમાં પાછા ફરીશું. આ વિચારે એમણે ત્રીજું શિખર તોડી પાડ્યું. વેપારીઓના આશ્ચર્ય વચ્ચે તેમાંથી વિમલ, નિર્મલ મણિરત્નરાશિ સાંપડી. વેપારીઓ ખૂબ ખુશ થયા. ભોજનસામગ્રીનાં ખાલી પડેલાં વાસણો બહુમૂલ્યવાન રત્નોથી ભરી લીધાં. હવે વેપારીઓના મનમાં લોભનો કીડો વધુ સળવળ્યો. તેમણે વિચાર્યું કે, ચોથું શિખર તોડીશું તો મહામૂલ્ય અને સર્વસફળતા પ્રદાન કરવાવાળું મહાપુરુષોને યોગ્ય વજરત્ન-પારસમણિ મળશે, માટે ચાલો આપણે સૌ મળીને આ ચોથા શિખરને પણ તો પાડીએ. આ બધા વેપારીઓમાં આંશિક શ્રાવક, ધર્મનું પાલન કરવાવાળો સંતોષીવૃત્તિનો એક વેપારી પણ હતો. તેણે બધા વેપારીઓને ભેગા કરી કહ્યું, રાત પડવા આવી છે, હવે આવા ભયંકર જંગલમાં વધુ રોકાઈ ચોથું શિખર તોડવાની જરૂર નથી. વળી આપણી સાત પેઢી ખાય તેટલું ધન આપણને મળી ચૂક્યું છે. આપણી લોભી-વરવી વૃત્તિને બહાર આવવા દેવી યોગ્ય નથી. તૃષગા તો દ્રૌપદીનાં ચીર જેવી છે, તેનો કોઈ અંત નથી. કૃષણે પૂરેલાં દ્રૌપદીનાં ચીર તો એક નારીને ઉપકારક લાજના ઢાંકણ સમાન બની ગયાં ત્યારે વૃષણારૂપી ચીર તો આત્મગુણોનું આવરણ બની જશે. રાત્રિના જંગલમાં જીવ-જંતુઓ બહાર નીકળે છે. રાતના આ શિખર તોડતાં જીવહિંસાનું પાપ થશે. વળી ચોથા શિખર પર તીવ્ર પવનથી ચકમકના પથ્થરો અને વાંસ ઘસાવાથી થતા અગ્નિના તણખલાના લાલ લબકારા અને ઘુવડનો અવાજ જાણે અમંગળની એંધાણી જેવા લાગે છે." આમ ધર્મનિષ્ઠ વેપારીએ દ્રવ્ય અને ભાવનાં લાભહાનિની વાતો વિવિધ યુક્તિ-પ્રયુક્તિ દ્વારા સમજાવી, પણ અન્ય લોભી વેપારીઓ પર એની કોઈ અસર ન થતાં તે શ્રાવક પોતાના ગાડામાં બેસી વતન ભણી સરકારક સાત્ત્વિક સહચિંતન નેત્ર માલ-સામગ્રી સાથે વિદાય થયો. પારસમણિની આશામાં વેપારીઓએ ચોથા શિખરને તોડવાનું કામ શરૂ કર્યું. શિખર તોડતાં કેટલાય નાના જીવોને રાત્રિના કારણે મરણને શરણ કર્યા. આખી રાત શિખર તોડવામાં ગઈ. સવારે શિખર તૂટતાં, કાજળના સમૂહ જેવો કાળો, કુટિલ, જટિલ, વિસ્તૃત આકારવાળો તીવ્ર ગતિથી, જેની લાંબી અને પાતળી જીભ લબકારા મારે છે તેવો વિષધર સાપ દેખાયો. એના શરીરની સાથે શિખર તોડવાનાં ઓજારોનો સ્પર્શ થતાં સાપ ક્રોધાયમાન થયા. અગ્નિ જેવી તેજવર્ણની લાલ આંખો સુર્યની સામે ધરી અને પછી અનિમેષ અને પલક વિષદૃષ્ટિથી વેપારીઓ ભસ્મીભૂત થયા. તૃષણાથી લોભ વધે છે. “લોભ” શબ્દને ઉલટાવવાથી “ભલો" બને છે. સંતોષી જ ભલો બની શકે છે. આ જીવ સુખ મેળવવા લોભ પાસે જાય છે. “દૂરથી ભલે' સુખ દેખાય, પરંતુ તે માત્ર ભ્રમ છે. એ સુખની કલ્પનાના પડદા પાછળ ન કલ્પી શકાય તેવાં ભયંકર દુઃખો છુપાયેલાં છે. તૃષણા તો ઝાંઝવાના જળ જેવી છે. રાણના ઝાંઝવા જોઈ પાણી સમજી મૃગ દોડે છે પણ પાણી મળતું નથી ને અંતે તૃષ્ણાતુર મૃગ મૃત્યુને ભેટે છે. સંતોના જીવન ઈશું તો સંતોષની પ્રેરણા મળશે અને “સંતોષી નર સદા સુખી”ને જીવનમાં ઉતારી શકાશે. ૨૯

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80