________________
જ
સાત્ત્વિક સહચિંતન
વૈશ્વિક મહામંત્ર
|
જૈન ધર્મ ભારતની પ્રાચીન દાર્શનિક પરંપરા છે. મંત્ર એક શક્તિ છે એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થયો છે. જૈન ધર્મનો આદિ મહામંત્ર નવકાર સિદ્ધ મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક, ગુણપૂજક અને બિનસાંપ્રદાયિક છે.
નમરકાર નમનનું સૂત્ર છે. નમનનો અર્થ છે : સમર્પણ. જેઓ પામી ગયા તેમનાં ચરણોમાં સમર્પિત થઈ જવાની ભાવના છે.
| નવકાર મંત્રના પ્રથમ પદમાં પોતાની અંદરના કષાયોને હણી કર્મની નિર્જરા કરી, માનવજાતને આત્મકલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે તે અરિહંત પ્રભુને વંદન કરવાનો છે. આ પદનો રંગ વેત છે. શ્વેત રંગ નકારાત્મક ભાવોને દૂર કરે છે. અરિ એટલે દુશમન અને હેત એટલે હણવું. અહીં પોતાની અંદરમાં રહેલા કપાયરૂપી દુમનને હટાવવાની વાત અભિપ્રેત છે. માનવીની ભીતર રહેલાં કામ, ક્રોધ, લોભ, માયા જેવા આંતરશત્રુઓને નષ્ટ કરી વ્યક્તિત્વને સાત્વિક બનાવવામાં આ પદનું મહત્ત્વનું પ્રદાન છે.
બીજા પદમાં તમામ કર્મોનો ક્ષય કરીને પોતાના આત્માને મોક્ષપદમાં સ્થિર કરેલ છે એવા સિદ્ધ પરમાત્માને વંદન કરવાનો છે. આ પદનો રંગ લાલ છે. બે આંખોની વચ્ચે આ પદનું સ્થાન છે. લાલ રંગ વ્યક્તિની પ્રાણશક્તિ પર કાબૂ ધરાવે છે. માનવીની સર્જનાત્મકશક્તિ સાથે લાલ રંગને સંબંધ છે. ત્રીજા પદમાં પંચ મહાવ્રતનું ઉત્કૃષ્ટ આચરણ કરી અને અન્યને તેમ કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવંતને વંદન કરવાનો છે. આ પદનો રંગ પીળો કલ્પવામાં આવ્યો છે.
૨૫
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
પીળો રંગ જ્ઞાનતંત્રની સ્વસ્થતા માટે ખૂબ જ મહત્ત્વનો છે. મગજ અને જ્ઞાનતંતુઓના રક્ષણ અને પોષણ સાથે પીળા રંગને સીધો સંબંધ છે.
ચોથા પદમાં સૂત્રસિદ્ધાંતના પારગામી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાનો છે. આ પદનો લીલો રંગ કલ્પવામાં આવ્યો છે. લીલા રંગની વ્યક્તિના જ્ઞાનતંત્ર પર સુઅસર પડે છે. ઉપરાંત આ રંગની સ્વરતંત્ર પર સ્થિત યોગચક્ર પર અસર પડે છે. નવકારના પાંચમા પદમાં સમગ્ર સૃષ્ટિના સાધુત્વને વરેલા તમામ આત્માઓને વંદન કરવાનો છે. આ મંત્રનો ઉદ્દેશ પંચ પરમેષ્ટિને અર્થ આપવાનો છે.
આ પદનો રંગ કાળો અથવા ઘેરો વાદળી કલ્પવામાં આવ્યો છે. આ રંગ એકાગ્રતા માટે અને નકારાત્મક વિચારોના શોષણ માટે મહત્ત્વનો છે.
નવકાર મંત્રનું અક્ષરમય, પદમય અને રૂપમય ધ્યાન કરવાની જૈનાચાર્યોએ પ્રેરણા કરી છે.
નવકાર મંત્રના અડસઠ અક્ષરો છે. પ્રત્યેક અક્ષરને અક્ષરના પદના શાસ્ત્રીય રંગમાં કલ્પવો. દા.ત. “નમો અરિહંતાણં'ના દરેક અક્ષરનું શ્વેત વર્ણમાં ધ્યાન ધરવું તેમ “નમો સિદ્ધાણં'ના પાંચ અક્ષરોનું રક્ત વર્ણમાં ધ્યાન ધરવું.
મંત્રના પ્રત્યેક અક્ષર મંત્રપદનાં અભિન્ન અંગ છે તે શ્રદ્ધા સાથે ધ્યાન કરવાનું છે. પદમય ધ્યાન માટે આપણા હૃદયપટ પર આઠ શ્વેત પાંખડીવાળા કમળની કલ્પના કરવી. ક્રમાનુસાર એક પછી એક નવકાર મંત્રનાં પદોની કમળ પર સ્થાપના કરી ધ્યાન કરવું.
રૂપમય ધ્યાન માટે નવકાર મંત્રનું રૂપમય ધ્યાન ચિત્ત પર લાવવું, અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સાધ્વીજીનું રૂપ હૃદયપટ સમક્ષ લાવી તેનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું જોઈએ.
સર્વ પાપોનો નાશ કરે તેવો આ મહામંત્ર છે. પાપ કરતાં પહેલાં આપણી આજુબાજુ વિશેષ પ્રકારનું પાપનું આભામંડળ તૈયાર થાય છે. શાસ્ત્રીય પરિભાષામાં આવા આભામંડળને અશુભ લેશ્યા પણ કહે છે. નવકાર મંત્રનાં રટણ અને સતત સ્મરણથી આ આભામંડળના રંગો કૃષ્ણ, નીલ અને કપોતમાંથી શુભ જેમ કે તેજો, પત્ર અને શ્વત વર્ણમાં રૂપાંતરિત થઈ જાય છે જેથી પાપ કરવું અસંભવ બને છે. આભામંડળ વ્યક્તિના ભીતરના તરંગોને દર્શાવે છે. ભવિષ્યમાં જે કાંઈ બનવાનું છે તે એને પોતાના ગહન અચેતનમાં નિર્માણ થઈ રહેલ બાબત પણ પ્રગટ થાય છે.