Book Title: Sattvik Sah Chintan Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 8
________________ કે સાત્ત્વિક સહચિંતન જે ક્રિયાથી આત્મગુણોનું પ્રગટીકરણ થાય, કષાયાદિ વૈભાવિક ભાવો દૂર થાય, પાપદોષોની કાલિમા દૂર થઈ આત્મા ઉજજવળ બને તે જ ક્રિયા સાધકો માટે અવશ્ય કર્તવ્યરૂપ છે. સંક્ષેપમાં સમ્યક જ્ઞાન આદિ ગુણોની પૂર્ણતા માટે જે ક્રિયા અથવા સાધના અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક છે. આવશ્યક સૂત્રમાં જ આવશ્યક બતાવવામાં આવ્યા છે : (૧) સામાયિક-સાવદ્યયોગ વિરતિ (૨) ચતુર્વિશતિસ્તવ-ઉત્કીર્તન (ચોવી સંધો) (૩) વંદના-ગુણવત પ્રતિપતિ (૪) પ્રતિક્રમણ-આલોચના (૫) કાયોત્સર્ગ - વ્રણ ચિકિત્સા અને (૬) પ્રત્યાખ્યાન-ગુણધારણા. ક્રિયાઓ અને અનુષ્ઠાનો અરિહંતપ્રભુની સાક્ષીએ ગુરુદેવની આજ્ઞા લઈને જ કરવાનાં હોય છે. આજ્ઞાસહ કરેલી સાધના કદી વિફળ જતી નથી. જૈન ધર્મની શ્રમણ સંસ્કૃતિમાં જૈન જીવનશૈલીમાં આવશ્યક સૂત્રની આ પવિત્ર ક્રિયાઓનું ખૂબ જ મહત્ત્વ છે. આ ક્રિયાઓમાં અદ્ભત રહસ્યો સંગોપાયાં છે. હવે આપણે જ આવશ્યકની વિસ્તૃત વિચારણા કરીએ. આ ક્રિયાઓના સામાજિક, વૈજ્ઞાનિક અને યૌગિક સંદર્ભે રસપ્રદ છે. સામાયિક એટલે સમતાની સાધના છે (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) કાળ (૫) ક્ષેત્ર અને (૬) ભાવ એમ સામાયિકના છ ભેદ છે. એ છ ભેદોથી સામ્યભાવરૂપ સામાયિક ધારણ કરવામાં આવે છે. શુભ નામ સામાયિકધારી વિચારશે કે, “કોઈએ શુભાશુભ નામનો પ્રયોગ ર્યો છે તેથી મારે શા માટે રાગદ્વેષ કરવા ?' આનાથી શુભ નામ કે અશુભ નામ પ્રતિ રાગદ્વેપ થતો નથી. વળી પોતાની નિંદા કે સ્તુતિ પ્રત્યે રાગદ્વેષ થશે નહીં. સ્થાપના સામાયિકધારી વિચારશે કે આ સ્થાપિત પદાર્થ હું નથી, હું તો આત્મા છું. તેથી તે પદાર્થથી મને લાભ-હાનિ નથી માટે હું રાગદ્વેષ નહીં કરું. દ્રવ્ય સામાયિકધારીનું ચિંતન સોનું કે માટીમાં સમભાવ રાખશે. ક્ષેત્ર સામાયિકધારી જંગલ, ઝૂંપડી કે મહેલ, શહેર કે ગામડાને નિશ્ચયદષ્ટિથી જોશે. તે રાગદ્વેષ કરશે નહીં. કાળ સામાયિકધારી ઋતુ કે પ્રકૃતિની કદી નિંદા કરતો નથી. તેથી તે પરભાવજનિત વૈભાવિક ભાવોમાં રાગદ્વેષ કરતો નથી. ભાવ સામાયિકધારી કોઈ સાથે વેરભાવ ન રાખે. જીવનમાં મૈત્રીભાવ પ્રગટાવશે. આ છ પ્રકારની સામાયિકમાં અદ્ભુત અનેકાંત દષ્ટિ અભિપ્રેત છે. આવશ્યક કાકા સાત્ત્વિક સહચિંતન શિબિર સૂત્રની આ પાવન ક્રિયાથી કુટુંબ-પરિવારમાં સામંજસ્ય જળવાશે. સામાયિક પરિગ્રહ પ્રત્યેની મૂર્છા ઘટાડશે જેથી સમાજવાદનો આદર્શ ચરિતાર્થ થશે. સામાયિકની સાધના સમાજમાં જાતિભેદ, અસ્પૃશ્યતા, ગોરા-કાળાના રંગભેદના નિવારણમાં સહાયક બને છે. વળી આ સાધનાની અવધિ ૪૮ મિનિટ જ કેમ રાખી ? કારણકે ભગવાન મહાવીર પરમવૈજ્ઞાનિક હતા. આજના વૈજ્ઞાનિકોએ શોધ કરી તારણ કાઢયું કે, કોઈ પણ વ્યક્તિની શારીરિક સ્થિરતા અને ધ્યાન ૪૮ મિનિટથી વધુ કેન્દ્રિત થતું નથી. મનનું કૉન્સન્ટેશન ૪૮ મિનિટની અવધિનું જ હોય છે. માટે ભગવાને ૨૫૦૦ વર્ષ પૂર્વે બે ઘડીની સામાયિકનો આદેશ આપ્યો. આવશ્યક સૂત્રની બીજી ક્રિયા ચતુર્વિશતિસ્તવ છે. ચઉવીસન્થો લોગસ્સ સૂત્રની ગાથાઓ (માટુપ છંદ) લોગસ ઉજજોયગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઇર્સ, ચઉવીસ પિ કે વલી. (૧) | (ાય છે) ઉસભમજિયં ચ ઇંદે, સંભવ મભિનંદાણં ચ સુમ ચ; પઉમપતું સુપાસ, જિણ ૨ ચંદપહં દે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીયલ-સિજજંસ-વાસુપુજે ચ; વિમલમાં ચ જિણ, ધમ્મ સંતિં ચ વંદામિ. (૩) કુંથું અર ચ મલ્લિં, મુણિસુવ્યય નમિનિણં ચ; દામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અમિથુઆ, વિહુય રય-મલા પછીણ જર-મરણા; ચકવીસ પિ જિવરા, થિયરા મે વસીયતુ (૫) કિત્તિય ચંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આગ બૉહિલાભ, સમાહિ વ મ ત્તમ દિ ત. (૬) દે સુ નિમલયરા, આઈએસ અહિયં પયારા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિ સંત. (૭) ગુણીજનોના ગુણગાન કરવાથી ગુણવાન બનાય છે. ગુણીજનોના નામ, ગુણનુંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80