Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ સાત્ત્વિક સહચિંતન સદ્ગુરુની ઇચ્છાની આરાધના કરવી જોઈએ. સમાધાન પામવા સદ્ગુરુની આજ્ઞા લેવી જોઈએ. સદ્ગુરુ સમક્ષ અલ્પભાષી બનવું જોઈએ. સદ્ગુરુનાં વચનનો પ્રતિસાદ આપવો જોઈએ. સદ્ગુરુ સમક્ષ વંધ્ન કરી ઉપકાર ભાવની અભિવ્યક્તિ કરવી. સદ્ગુરુનો મન, વચન, કાયાના યોગે વિનય કરવો. સદ્ગુરુથી નીચે આસને બેસવું. સદ્ગુરુની સામે નિદ્રા ન કરવી જોઈએ. સદ્ગુરુની નિકટ (અવગ્રહસ્થાન) સાડા ત્રણ ફૂટના વિસ્તારમાં જવા માટે આજ્ઞા લેવી જોઈએ. સદ્ગુરુને ભિક્ષા પ્રદાન કરતાં (ગૌચરી વહોરાવતી) સમયે અને વિહારમાં વિનયધર્મનું પાલન કરવું. ગુરુના ઈંગિત ઈશારાને શિષ્યએ સમજી આચરણ કરવું જોઈએ. વિશ્વની તમામ દાર્શનિક અને ધાર્મિક પરંપરાએ વિનયને સ્થાન આપ્યું છે. વળી સુચારુ સમાજરચના માટે અને કૌટુંબિક સામંજસ્ય માટે વિનય-વિવેક જરૂરી છે. માટે જ સમાજચિંતકો અને જ્ઞાનીઓ હંમેશાં વિનય-વિવેકના સાયુજ્ય અનુબંધને જ આવકારે છે. ૨ * સાત્ત્વિક સહચિંતન આવશ્યક સૂત્રની ક્રિયાઓ : આધ્યાત્મિક, સામાજિક, યૌગિક અને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં કેવળજ્ઞાનની ઉપલબ્ધિ પછી તીર્થંકર ભગવંતો ધર્મપ્રવર્તન માટે, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચાર તીર્થ એટલે ચતુર્વિધ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ ચાર તીર્થના સાધકોને સવારે અને સાંજે ઉભયકાળ પ્રતિક્રમણ કરવું આવશ્યક હોવાથી, તીર્થસ્થાપનાના પ્રથમ દિવસથી જ ગણધર ભગવંતો તીર્થંકરોના ઉપદેશ અનુસાર આવશ્યક સૂત્ર સહિત અંગસૂત્રોની રચના કરે છે. ઋષભદેવ - આદિનાથ અને ભગવાન મહાવીરસ્વામી સિવાય મધ્યના બાવીશ તીર્થંકરોના શાસનમાં સાધુ-સાધ્વીઓ માટે પ્રતિક્રમણ કલ્પ અનિવાર્ય ન હતું, કારણ સાધકો પાપસેવન થતાં તુરંત જ પ્રતિક્રમણ કરી લેતા, પરંતુ ભગવાન મહાવીરે “પંચ મળ્યા સવાડીમાં ધમ્મ’’ પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી. અવશ્ય ર્તવ્યમાવશ્યાં - સાધકોને અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક છે. સંસારી જીવોની આવશ્યક ક્રિયાઓ શરીર સાથે કે ભૌતિક પદાર્થો સાથે સંબંધિત હોય છે, જ્યારે ભૌતિક જગતથી દૂર જઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે આંતરમુખ બનેલા સાધકોની આવશ્યક ક્રિયા આત્મા સાથે સંબંધિત હોય છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 80