Book Title: Sattvik Sah Chintan Author(s): Gunvant Barvalia Publisher: Ashok Prakashan Mandir View full book textPage 5
________________ જ સાત્ત્વિક સહચિંતન વિનય સાથે વિવેકનું સાયુજ્ય: કાંચનમણિ યોગ વિનય વિગ વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે સમક્તિ વિગ ચરિત્ર નહિ, ચરિત્ર વિગ નહિ મુક્તિ રોજ સાત્ત્વિક સહચિંતન શિબિર નેત્ર કરવો તે આપણો ધર્મ છે. આપણા જીવનયાપનમાં જડ પુદ્ગલ અને સ્થાવર જીવોનું પણ યોગદાન છે, જેથી જૈન દર્શન તો આગળ વધીને કહે છે કે, ચેતન સાથે જડ તત્ત્વોનો પણ વિનય કરવો જોઈએ. આપણા જીવનપ્રવાહના વિવિધ તબક્કામાં આપણને માર્ગદર્શન આપનાર, સહાયભૂત થનાર, પડતા બચાવનાર કે પડ્યા તો ઊભા કરનાર ઉપકારી આત્માઓનો વિવેકસહ વિનય કરવો જોઈએ. | વિનય અને વિવેક એક સિક્કાની બે બાજુ છે. વિવેક વિનાનો વિનય પૂર્ણ બનતો નથી. સદાચારમાં નમ્રતાને વિનય ગણ્યો છે, પરંતુ જૈન દાર્શનિકોએ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં વિનય અને નમ્રતાની પાતળી ભેદરેખાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, નમ્રતા-નમવું તે તો શિષ્ટાચાર વ્યવહાર છે, એ તો બાહ્યાચાર છે, જ્યારે વિનયમાં આંતરિક ભાવ અભિપ્રેત છે. શિષ્ટાચારમાં દંભ કે અહંકાર હોવાની શક્યતા રહેલી છે. બુદ્ધિ સાથેના અહંકારનો મૃત્યુઘંટ વાગે ત્યારે જ વિનયના જન્મની મધુર ઘંટડીનો રણકાર સાંભળી શકાય છે. માત્ર પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાનો છંદભાવ મટે તો જ વિનયભાવ પ્રગટે. આત્મવિકાસનો અભ્યદય વિનયના અરુણોદય વિના શક્ય નથી. વિવેકવાન પુરુષો જીવનમાં વિનયભાવ પ્રગટાવવા માટે પોતાને શુન્ય ગણે એટલે સ્વયં લઘુતાભાવની અનુભૂતિ કરે છે. જ્યારે આપણામાં વિનયભાવ આવે ત્યારે ગમા-અણગમા શૂન્ય થવા લાગે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંદર્ભે સારાસારની સમજ એટલે વિવેક. વિવેક હૃદયનો વિષય છે. વિચાર બુદ્ધિની નીપજ છે. વિવેક હૃદયની પ્રસ્તુતિ છે તો વિચાર મસ્તકની ઊપજ છે. વિચાર અધૂરો છે, અપૂર્ણ અને અપંગ છે. વિવેક પૂર્ણતા તરફ જવાનો રાજમાર્ગ છે. - વિવેક, વિનય અને જયણા સહોદર છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. વિવેકમાં આત્મજાગૃતિ અભિપ્રેત ઉપયોગ એટલે જયણાધર્મ. પાણીમાં ડૂબકી લગાવતાં પહેલાં આખા શરીરે હળદર ચોળવાથી પાણીનાં ઝેરીલાં, ડંખ મારવાવાળા જંતુઓથી બચી શકાય છે. સંસારસાગરમાં ડૂબકી મારતાં આપણા જેવા જીવો વિવેકરૂપી હળદરથી પરિપુ કષાયોથી બચી શકે. જીવનના રોજબરોજના પ્રસંગોમાં વિવેકયુક્ત આચરણ વિસંવાદિતા ટાળી સામંજસ્યનું વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા વિના સમક્તિની પ્રાપ્તિ થતી નથી. સમક્તિ વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિની પ્રાપ્તિ નથી. આથી ફલિત થાય છે કે વિનયના માર્ગે જ મુક્તિની યાત્રા થઈ શકે છે. કવિ ઉદયરત્નજીની સજઝાયની આ પંક્તિઓમાં વિનય જ મોક્ષનું મૂળ છે, એ હાર્દ અભિપ્રેત છે. માતા-પિતા, ગુરજી, પરમાત્મા, જીવનના ઉપકારી આત્માઓ અને વડીલો પ્રતિ વિનયભાવ હૃદયપૂર્વક અભિવ્યક્ત કરવો તે માત્ર કર્તવ્ય નહિ, પરંતુ પરમધર્મ છે. જેમના થકી આપણે આ દુનિયામાં પ્રવેશ્યા એટલે કે દસ દૃષ્ટાંતો, દુર્લભ માનવભવ આપણને મળવાનું જે નિમિત્ત બન્યાં છે તે માતા-પિતા પ્રત્યે વિનય તે આપણો ધર્મ છે. જેમણે આપણને વ્યાવહારિક દુનિયાનું શિક્ષણ આપ્યું અને જેના થકી આપણી ઊજળી કારકિર્દી બની તે વિદ્યાગુર પ્રત્યે આપણો વિનયભાવ હોવો જોઈએ. માત્ર આ જ ભવ નહિ, પરંતુ આપણી ભવપરંપરા સુધારનાર, આપણને જીવનની સાચી દિશા બતાવનાર કલ્યાણમિત્ર ગુરૂભગવંતનો હૃદયપૂર્વક ભાવથી વિનયPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80