Book Title: Sarva Samanya Pratikraman Avashyak Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] પાઠ ૩ જો* આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે : જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ; અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. ૯૨. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા ધાર; તે સામાયિક જિન કહે, પ્રગટ કરે ભવપાર. ૯૮. રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ; સામાયિક ચારિત્ર તે, કહે જિનવર મુનિરાવ. ૯૯. विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२५॥ (હરિગીત) સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.' અર્થ :–જે સર્વ સાવઘક્રિયાથી વિરક્ત થઈ, ત્રણ ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२६॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬. * યોગીન્દ્રદેવકૃત યોગસારમાંથી. ૧. આ નં. ૧૨૫ થી ૧૩૩ સુધીની ગાથાઓ શ્રી નિયમસારની છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91