Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 22
________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૬ ] [ સર્વસામાન્ય એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. અર્થ :–અનાદિથી આ ત્રણ પ્રકાર પરિણામવિકારો હોવાથી, આત્માનો ઉપયોગ–જોકે (શુદ્ધનયથી) તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તોપણ–ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે (વિકારી) ભાવને પોતે કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ॥६१॥ જે ભાવ જીવ કરે અરે! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. અર્થ :–આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. जदि सो परदव्वाणि य करेज णियमेण तम्मओ होज । जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ॥६६॥ પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯. અર્થ જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. ___जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥१०२॥ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨. અર્થ –આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને કરે છે Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91