Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૫ જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. અર્થ :જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥ ८३ ॥ આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અર્થ :—નિશ્ચયનયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય! તું જાણ. tie મિદાન દ उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ॥ ८६॥ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. અર્થ :–અનાદિથી મોયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા. देसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥ ६० ॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91