Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 38
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૨ ] [ સર્વસામાન્ય અર્થ :–આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેવાતા નથી. एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिवाणं ॥ २७२॥ વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨. અર્થ એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्तो वि अभवो अण्णाणी मिच्छदिट्ठी दु ॥२७३॥ જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ-શીલને કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. ૨૭૩. અર્થ :જિનવરોએ કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતાં છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાષ્ટિ છે. आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च । आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो ॥ २७७॥ મુજ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મદર્શન-ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર-યોગ છે. ૨૭૭. અર્થ :–નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ ( સમાધિ, ધ્યાન) છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91