Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/007782/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ EQOTEQOFY90 ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્રમાળા, પુષ્પ—૨૪ ॐ सर्वज्ञाय नमः । સર્વસામાન્ય પ્રતિક્રમણ-આવશ્યક 筑 — પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) STR Page #2 -------------------------------------------------------------------------- ________________ ****** શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ************ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્રમાળા, પુષ્પ-૨૪ ॐ सर्वज्ञाय नमः । સર્વસામાન્ય પ્રતિક્રમણ-આવશ્યક HE = ચિદાનંદ $ ********************** પ્રકાશક શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ–૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર) Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ અત્યાર સુધી છપાયેલ કુલ પ્રત ઃ ૩૭,૪૦૦ આવૃત્તિ ઓગણીસમી : પ્રત ૩૦૦૦ વીર સં. ૨૫૩૪ વિ.સં. ૨૦૬૪ ઈ.સ. ૨૦૦૮ ફીકે સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા કે શ્રીમતી કંચનબેન હેમતલાલ વોરા અને શ્રી હેમતલાલ દલીચંદ વોરા મુંબઈ / _ | ઉપર રૂ ૫૦૦ ] હા તો દ. D=OO મુદ્રક : સ્મૃતિ ઓફસેટ જૈન વિદ્યાર્થી ગૃહ કંપાઉન્ડ, સોનગઢ-૩૬૪ ૨૫૦ : (02836) 244081 Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સગુરુદેવ શ્રી કાનજીસ્વામી Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ વિષય નિશ્ચય અને વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા પ્રતિક્રમણના છ વિભાગ નમસ્કાર-મંત્ર વંદના સામાયિકનું સ્વરૂપ તીર્થંકર ભગવાનની સ્તુતિનું સ્વરૂપ છ પદનો પાઠ (કાર્યોત્સર્ગ) શ્રી સદ્ગુરુ-વંદન સમકિતનું સાચું સ્વરૂપ વિષય દેવગુરુધર્મ મંગલ દિવ્યધ્વનિ નમસ્કાર બ્રહ્મચર્ય-મહિમા સર્વજ્ઞનું સ્વરૂપ સમયસારજી-સ્તુતિ આત્મસિદ્ધિશાસ્ત્રનાં પદો સામાયિક પાઠ શ્રાવક-કર્તવ્ય અનુક્રમણિકા પૃષ્ઠ વિષય સમ્યગ્નાનમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ બાર વ્રતનું સ્વરૂપ સંલેખના મિથ્યાત્વનું સ્વરૂપ ચાર મંગલ ક્ષમાપના [ખામણા] લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ મિચ્છા મિ દુક્કડં પરમપદપ્રાપ્તિની ભાવના ૧ ૧ ૨ ૨ ૩ ૬ ৩ ૧૧ ૧૨ બીજું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નમોત્થણં સ્વાધ્યાયનો મહિમા પૃષ્ઠ ૫૧ ૫૧ ૫૧ પર પર ૫૩ ૫૬ ૫૮ ૫૮ ૫૯ ક્ષમાપના-સ્તુતિ પૃષ્ઠ તાત્ત્વિક સુવાક્ય ૩૭ ૩૭ ૪૧ તે તે જ વિષમ્યાન ૧ દર્દી ન લ જિનજીની વાણી ૬૧ અંતિમ મંગળ ઉપાદાન-નિમિત્તના દોહા ઉપાદાન-નિમિત્તનો સંવાદ સદ્ગુરુ-ઉપકારદર્શન પ્રણિપાત-સ્તુતિ ગુરુદેવ પ્રત્યે ૬× ૧ જ ૬૨ ૬૩ ૬૫ ৩৩ ૭૭ ૭૮ ૭૯ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ સૂચના જેઓ પ્રતિક્રમણ કરતી વખતે મૂળ ગાથાઓ અથવા કવિત સમજી શકતા હોય તેઓએ તે બોલી તેનો ભાવ બરાબર સમજવો. તેઓએ તેનો અર્થ વાંચવાની જરૂર નથી. * જેઓ મૂળ ગાથા કે કવિત વાંચીને સમજી શકતા ન હોય તેઓએ નીચે આપેલા અર્થો બોલી પ્રતિક્રમણના ભાવ બરાબર સમજવા. તેઓએ તેમનો મૂળપાઠ કે કવિત વાંચવાની જરૂર નથી. *? જેઓને થોડો વખત હોય તેઓએ લઘુ પ્રતિક્રમણ બોલી તેનો અર્થ બરાબર સમજવો. જેમણે સંવત્સરીને દિવસે કે ધાર્મિક તહેવારોના દિવસે બે પ્રતિક્રમણ કરવાં હોય તેઓએ બે પ્રતિક્રમણ કરવાં. भिज्ञानंह જે કોઈ આત્માર્થી સ્વલક્ષે આ આવશ્યક-ક્રિયાને પ્રતિદિન આત્મશુદ્ધિ માટે કરશે તે જરૂર આત્મશાંતિ પામશે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ | શ્રી વીતરાય નમઃ | સર્વસામાન્ય પ્રતિક્રમણ—આવશ્યક પ્રતિક્રમણના બે પ્રકાર છે : (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર નિશ્ચય-પ્રતિકમણની વ્યાખ્યા:- પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે (પાછો વાળે છે), તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા: પોતાનાં શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ–આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે છ વિભાગ છે :(૧) સામાયિક, (૪) પ્રતિક્રમણ, (૨) તીર્થકર ભગવાનની સ્તુતિ, (૫) કાયોત્સર્ગ, (૩) વંદન, (૬) પ્રત્યાખ્યાન. (શ્રી સદ્ગુરુદેવની વિનયપૂર્વક આજ્ઞા લઈને અથવા તેઓશ્રી બિરાજમાન ન હોય તો ભગવાન શ્રી સીમંધરપ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરવું.) ૧ સમયસાર ગાથા ૨૮૩ ૨ શ્રાવકપ્રતિક્રમણ (પંડિત નંદલાલકૃત પ્રસ્તાવનામાંથી) Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨ ] [ સર્વસામાન્ય પાઠ ૧ લો મંગલાચરણ : નમસ્કાર— –મંત્ર णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ॥ અર્થ :—શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત સિદ્ધ આચાર્ય ને, ઉપાધ્યાય મુનિરાજ, પંચ પદ વ્યવહારથી, નિશ્ચયે આત્મામાં જ. ૧૦૪૨ પાઠ ૨ જો વંદના (તિક્ષુત્તો) ટી શાહિશે, આયાહિ, પયાહિ, વંદામિ, ઊમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણું, મંગલ, દેવાં, ચેઈયું, પજ્જુવાસામિ. અર્થ :— —પંચ પરમેષ્ઠીને બે હાથ જોડી આવર્તનથી ત્રણ વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું; વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય ! આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો તેથી આપની પર્યુપાસના—સેવા કરું છું. ૧. આ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ મોક્ષમાર્ગપ્રકાશક (ગુજરાતી) પાના ૨ થી ૬ સુધીમાં છે, જિજ્ઞાસુએ ત્યાંથી જોઇ લેવું. ૨. યોગીન્દ્રદેવકૃત યોગસારમાંથી Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] પાઠ ૩ જો* આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે : જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ; અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. ૯૨. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા ધાર; તે સામાયિક જિન કહે, પ્રગટ કરે ભવપાર. ૯૮. રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ; સામાયિક ચારિત્ર તે, કહે જિનવર મુનિરાવ. ૯૯. विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२५॥ (હરિગીત) સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.' અર્થ :–જે સર્વ સાવઘક્રિયાથી વિરક્ત થઈ, ત્રણ ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२६॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬. * યોગીન્દ્રદેવકૃત યોગસારમાંથી. ૧. આ નં. ૧૨૫ થી ૧૩૩ સુધીની ગાથાઓ શ્રી નિયમસારની છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪ ] [ સર્વસામાન્ય અર્થ –જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जस्स सण्णिहिदो अप्पा संजमे णियमे तवे । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२७॥ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭. અર્થ :–સંયમ પાળતાં, નિયમ કરતાં તથા તપ ધરતાં એક આત્મા જ જેને સમીપ વર્તે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जस्स रागो दु दोसो दु विगडिं ण जणेइ दु । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२८॥ નહિ રાગ અથવા શ્રેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૮. અર્થ –જેને રાગ-દ્વેષ વિકાર પેદા થતો નથી, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जो दु अ च रुदं च झाणं वजेदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२६॥ જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બંને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૯. અર્થ –જે નિત્ય આર્ત અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | जो दु पुण्णं च पावं च भावं वजेदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१३०॥ જે નિત્ય વર્ષે પુણ્ય તેમ જ પાપ બને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૩૦. અર્થ :–જે કોઈ નિત્ય પુષ્ય અને પાપભાવોને ત્યાગે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जो दु हस्सं रई सोगं अरतिं वजेदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३१॥ जो दुगंछा भयं वेदं सव्वं वजेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३२॥ જે નિત્ય વર્ષે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને, તે સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨. અર્થ –જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય, ત્રણ પ્રકારના વેદ એમ સર્વે નોકષાયને નિત્ય દૂર રાખે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३३॥ જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૩૩. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬ ] [ સર્વસામાન્ય અર્થ :–જે કોઈ નિત્યે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને ધ્યાવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. પાઠ ૪ થો હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ— जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिदियं ते भांति जे णिच्छिदा साहू ॥ ३१ ॥ જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેંદ્રિય તેહને. ૩૧.* અર્થ :—જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं વ્રુતિ ॥ ૨૨ ।। ॥ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. અર્થ :—જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે. जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३ ॥ * પાઠ ૪થા તથા ૭મામાં જે ગાથાઓ છે તે શ્રી સમયસારની છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩. અર્થ –જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને “ક્ષીણમોહ' એવા નામથી કહે છે. *પાઠ ૫ મો આત્માનું સ્વરૂપ જાણવા આત્માના છ પદનો પાઠ કાયોત્સર્ગ (કાઉસગ્ગ) રૂપે કહેવામાં આવે છે : (નમસ્કાર મંત્ર બોલવો) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ :–“આત્મા છે.” જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ –“આત્મા નિત્ય છે.” ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવાયોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી * શ્રીમદ્ રાજચંદ્રમાંથી Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૮] ( [ સર્વસામાન્ય ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ –“આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયોગ્ય વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ :–“આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાવાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવાયોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. પાંચમું પદ :–“મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાયોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠ પદ –તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ [ ૯ પ્રતિક્રમણ-આવશ્યક | પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. (નમસ્કાર મંત્ર બોલી કાયોત્સર્ગ પૂરો કરવો.) શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે પ્રમાણ થવાયોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવાયોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવાયોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છે પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, તો સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ–પ્રત્યક્ષ–અત્યંત પ્રત્યક્ષ— અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ–અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૦ ] [ સર્વસામાન્ય સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જેણે કંઈ પણ ઇછ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ, તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો! નંદન જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૧ થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો ! પાઠ ૬ઠ્ઠો શ્રી સદ્ગુરુવંદન અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને, ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; 2014, 214, દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન દેહાતીત; અગણિત. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૨ ] [ સર્વસામાન્ય પાઠ ૭ મો (૧) સમકિતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય બે તત્ત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ. जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण । पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ॥२॥ જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨. અર્થ –હે ભવ્ય! જે જીવ દર્શન–જ્ઞાન–ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ; અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ । भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो ॥११॥ વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧. અર્થ :–વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. અર્થ :–ભૂતાર્થ નયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [[ ૧૩ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं । अविसेसमसुंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪. અર્થ –જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત–એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય! તું શુદ્ધનય જાણ. जो पस्सदि अप्पाणं अबद्धपुटुं अणण्णमविसेसं । अपदेससन्तमझं पस्सदि जिणसासणं सव्वं ॥१५॥ અબદ્ધષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. અર્થ : જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે,–કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. सव्वे भावे जम्हा पञ्चक्खाई परे त्ति णादूणं । तम्हा पञ्चक्खाणं गाणं णियमा मुणेदव्वं ॥३४॥ સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. અર્થ :–જેથી “પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે' એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૪ ] [ સર્વસામાન્ય છે એમ નિયમથી જાણવું, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारुवी । ण वि अत्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि ॥ ३८ ॥ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. અર્થ :દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે : નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥ વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬. શાન અર્થ :—આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તો જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), પરંતુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. * (૨) જીવ પરનો કર્તા નથી પણ પોતાના ભાવનો કર્તા છે એ બતાવનારું સ્વરૂપ : विकुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण दोन्हं पि ॥ ८१ ॥ देण कारणेण दु कत्ता II II भावे । पोग्गलकम्पकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥ ८२ ॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૫ જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. અર્થ :જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥ ८३ ॥ આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અર્થ :—નિશ્ચયનયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય! તું જાણ. tie મિદાન દ उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ॥ ८६॥ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. અર્થ :–અનાદિથી મોયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા. देसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥ ६० ॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૬ ] [ સર્વસામાન્ય એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. અર્થ :–અનાદિથી આ ત્રણ પ્રકાર પરિણામવિકારો હોવાથી, આત્માનો ઉપયોગ–જોકે (શુદ્ધનયથી) તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તોપણ–ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે (વિકારી) ભાવને પોતે કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ॥६१॥ જે ભાવ જીવ કરે અરે! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. અર્થ :–આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. जदि सो परदव्वाणि य करेज णियमेण तम्मओ होज । जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ॥६६॥ પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯. અર્થ જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. ___जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥१०२॥ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨. અર્થ –આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને કરે છે Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૭ તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે. जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दवे । सो अण्णमसंकेतो कह तं परिणामए दबं ॥१०३॥ જે દ્રવ્ય જે ગુણ–દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણાવે દ્રવ્યને? ૧૦૩. અર્થ :–જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી તે (વસ્તુ), અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. અર્થ :–આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स सब्बे भावा हु णाणमया ॥ १२८॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो । जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२६॥ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૮ ] ( [ સર્વસામાન્ય અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. અર્થ –કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને, કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. कणयमया भावादो जायंते कुंडलादओ भावा । अयमयया भावादो जह जायंते दु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायंते । गाणिस्स दु णाणमया सब्बे भावा तहा होति ॥ १३१॥ જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. અર્થ :-જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડાં વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. (3) પુણ્ય અને પાપનું સ્વરૂપ कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૯ છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. અર્થ :–અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે ( સારું છે) એમ તમે જાણો છો! તે સુશીલ કેમ હોય કે જે (જીવન) સંસારમાં પ્રવેશ કરાવે છે? सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ॥१४६॥ જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. અર્થ –જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે. परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि । तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ॥१५२॥ પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫ર. અર્થ:–પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેમાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતા અને બાળવ્રત કહે છે. वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुवंता । परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विदंति ॥१५३ ॥ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે. પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. અર્થ –વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમ જ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨૦ ] [ સર્વસામાન્ય શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિર્વાણને પામતા નથી. परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति । संसारगमणहे, पि मोक्खहेर्दू अजाणंता ॥१५४॥ પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. અર્થ –જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા–જોકે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ અજ્ઞાનથી પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) ઇચ્છે છે. सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो । संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६०॥ તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. અર્થ તે આત્મા (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો–થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. (૪) આસવનું સ્વરૂપ [જીવમાં થતા વિકારી ભાવો (આસવ) છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ] मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति । तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो ॥१६५॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૨૧ મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે, એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. અર્થ –મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ–એ આસવો સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત પુલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આસવો–કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ–જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આસવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ (નિમિત્ત) થાય છે. जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि । अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो ॥६६॥ कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ॥७०॥ આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, “ ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. અર્થ :–જીવ જ્યાં સુધી આત્મા અને આસવ–એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસ્રવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે. जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ॥७१॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨ ] [ સર્વસામાન્ય આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧. અર્થ –જ્યારે આ જીવ આત્માના અને આસવના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ॥७२॥ અશુચિપણું, વિપરીતતા એ આસ્ત્રવોનાં જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. અર્થ :–આસવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખનાં કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. जीवणिबद्धा एदे अधुव अणिचा तहा असरणा य । दुक्खा दुक्खफ ल त्ति य णादूण णिवत्तदे तेहिं ॥७४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુઃખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪. અર્થ :–આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. (૫) સંવરનું સ્વરૂપ [જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो । कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥१८१॥ ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ [ ૨૩ પ્રતિક્રમણ-આવશ્યક | અર્થ :–ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिचयदि । तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ॥१८४॥ જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. અર્થ :–જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થયું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो । जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ॥ १८६॥ જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. અર્થ –આત્માને જાણતો–અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. अप्पाणमप्पणा रुधिऊण दोपुण्णपावजोगेसु । दसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ॥१८७॥ जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥१८८॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ । लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥१८६॥ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી. ૧૮૭. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨૪ ] [ સર્વસામાન્ય જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે, —નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. અર્થ :–આત્માને આત્મા વડે બે પુણ્ય–પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય (વસ્તુ)ની ઇચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે—કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) ચેતિયતા (હોવાથી) એકત્વને જ ચિંતવે છે—ચેતે છે—અનુભવે છે, તે (આત્મા) આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. (૬) નિર્જરાનું સ્વરૂપ [સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે, તે બતાવનારું સ્વરૂપ. જ उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं । दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को ॥ १६८ ॥ કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. અર્થ :—કર્મોના ઉદયનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે તે મારા સ્વભાવો નથી; હું તો એક જ્ઞાયકભાવ છું. ૧. ચેતિયતા = ચેતનાર; દેખનાર--જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો. Shri Digambar JainSwadhyay Mandir Trust, Songadh - 364250 Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૨૫ पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो । ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को ॥१६६॥ પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. અર્થ :–રાગ પુદ્ગલકર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે, આ મારો ભાવ નથી; હું તો નિશ્ચયથી એક જ્ઞાયકભાવ છું. एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं च मुयदि तचं वियाणंतो ॥२००॥ સુદૃષ્ટિ એ રીતે આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦. અર્થ –આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને (પોતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તત્ત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. परमाणुमित्तयं पि हु रागादीणं तु विजदे जस्स । ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥ २०१॥ અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને. ૨૦૧. અર્થ –ખરેખર જે જીવને પરમાણુમાત્ર_લેશમાત્ર—પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ આત્માને નથી જાણતો. मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । _णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥२०८॥ પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨૬ ] [ સર્વસામાન્ય અર્થ :–જો પરદ્રવ્ય—પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી. छिदुवा भिजवाजिदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ॥ २०६ ॥ છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. અર્થ :—છેદાઈ જાઓ, અથવા ભેદાઈ જાઓ, અથવા કોઈ લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા તો ગમે તે રીતે જાઓ, તોપણ ખરેખર પરિગ્રહ મારો નથી. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥ २१० ॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને, ન તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦. અર્થ :–અનિચ્છક અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુણ્યને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, (ધર્મનો) જ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।। २११ ॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. અર્થ :–અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઇચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, (અધર્મનો) જ્ઞાયક જ છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૨૭ सम्माविट्ठी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ॥२२८॥ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. અર્થ : સમ્યગ્દષ્ટિ જીવો નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે; અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિઃશંક હોય છે (–અડોલ હોય છે). जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्वो ॥ २२६॥ જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૨૯. અર્થ :–જે ચેતયિતા, કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) મિથ્યાત્વાદિ ભાવો રૂપ ચારે પાયાને છેદે છે, તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો. जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२३०॥ જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૦. અર્થ –જે ચેતયિતા કર્મોનાં ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ જાણવો. जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु णिविदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो ॥२३१॥ * ચેતયિતા = ચેતનાર; જાણનાર--દેખનાર; આત્મા Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨૮ ] [ સર્વસામાન્ય સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદૃષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧. અર્થ :–જે ચેતયિતા બધા ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે જુગુપ્સા (ગ્લાનિ) કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु । सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्बो ॥२३२॥ સમૂઢ નહિ જે સર્વ ભાવે,-સત્યદૃષ્ટિ ધારતો, તે મૂઢદૃષ્ટિરહિત સમક્તિદૃષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. અર્થ –જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂઢ છે યથાર્થ દૃષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો. जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं । सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३॥ જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૃહનકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૩. અર્થ : જે (ચેતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત રાગાદિ પરભાવોમાં જોડતો નથી) તે ઉપગૂહનકારી સમ્યગ્દષ્ટિ જાણવો. उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा । सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४॥ ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદેષ્ટિ જાણવો. ૨૩૪. અર્થ –જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૨૯ जो कुणदि वच्छलत्तं तिहं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३५॥ જે મોક્ષમાર્ગે “સાધુત્રયનું વત્સલત્વ કરે અહો! ચિન્યૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૫. અર્થ :–જે (ચેતયિતા) મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપી ત્રણ સાધકો સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ–એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો. विजारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो ॥२३६॥ ચિખૂર્તિ મન-રપિંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જિનાજ્ઞાનપ્રભાવકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૬. અર્થ :–જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ( ચડ્યો થકો) મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમગ્દષ્ટિ જાણવો. છે એ UT (૭) બંધનું સ્વરૂપ [જીવને રાગદ્વેષથી બંધ થાય છે; માટે બંધ છોડવા લાયક છે, તે બતાવનારું સ્વરૂપ] . जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी णाणी एतो दु विवरीदो ॥२४७॥ જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. અર્થ :–જે એમ માને છે કે “હું પર જીવોને મારું છું (-હણું. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૦ ] [ સર્વસામાન્ય છું) અને પર જીવો મને મારે છે, તે મૂઢ (–મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે જ્ઞાની जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु । तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण दु मिच्छा ॥२५८॥ વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે, મેં નવ હણ્યો, નવ દુઃખી કર્યો—તુજ મત શું નહિ મિથ્યા ખરે? અર્થ –વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી “મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति । एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥२५६॥ આ બુદ્ધિ જે તુજ–દુઃખિત તેમ સુખી કરું છું જીવને', તે મૂઢ મતિ તારી અરે! શુભ-અશુભ બાંધે કર્મને ર૫૯. અર્થ તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે. अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ । एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ॥२६२॥ મારો–ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, –આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨. અર્થ –જીવોને મારો અથવા ન મારો–કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ, નિશ્ચયનયે, જીવોના બંધનો સંક્ષેપ છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિકમણ-આવશ્યક | [ ૩૧ अज्झवसाणणिमित्तं जीवा बझंति कम्मणा जदि हि । मुचंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥२६७॥ સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ર૬૭. અર્થ :–હે ભાઈ! જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? (તારો તો બાંધવા–છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.) सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए । देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥२६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च । सब्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥२६६॥ તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય–પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૯. અર્થ :–જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો, તથા અનેક પ્રકારનાં પુણ્ય અને પાપ–એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ, અને લોક-અલોક–એ બધારૂપ પોતાને કરે છે. एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥ २७०॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૨ ] [ સર્વસામાન્ય અર્થ :–આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેવાતા નથી. एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिवाणं ॥ २७२॥ વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨. અર્થ એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्तो वि अभवो अण्णाणी मिच्छदिट्ठी दु ॥२७३॥ જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ-શીલને કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. ૨૭૩. અર્થ :જિનવરોએ કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતાં છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાષ્ટિ છે. आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च । आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो ॥ २७७॥ મુજ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મદર્શન-ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર-યોગ છે. ૨૭૭. અર્થ :–નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ ( સમાધિ, ધ્યાન) છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૩૩ (૮) મોક્ષનું સ્વરૂપ [જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ] बंधाणं च सहावं वियाणि अप्पणो सहावं च । बंधे जो विरजदि सो कम्मविमोक्खणं कुणदि ॥ २६३ ॥ બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩. અર્થ :—બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે, તે કર્મોથી મુકાય છે. वो बंधो यता छिचंति सलक्खणेहिं णियएहिं । पणाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा ॥ २६४॥ જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪. અર્થ : જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે. वो बंधो यता छिज्जंति सलक्खणेहिं णियएहिं । बंधो छेदेदव्वो सुद्धो अप्पा य ઘેત્તવો ॥૨૬॥ જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫. અર્થ :—એ રીતે જીવ અને બંધ તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં, બંધને છેદવો અર્થાત્ છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. जो कुणदि अवराहे सो णिस्संको दु जणवदि भमदि । वि तस्स बज्झितुं जे चिंता उप्पज्जदि कयाइ ॥ ३०२ ॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૪ ] [ સર્વસામાન્ય एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि ॥ ३०३ ॥ અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, ‘બંધાઉં હું' એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨. ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં’ એમ સશંક છે, ને નિરપરાધી જીવ નહિ બંધાઉં' એમ નિઃશંક છે. ૩૦૩. અર્થ :–જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિઃશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપિ ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા ‘હું અપરાધી છું તેથી હું બંધાઈશ' એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી (આત્મા) હોય તો ‘હું નહિ બંધાઉં' એમ નિઃશંક હોય છે. * (૯) સર્વવિશુદ્ધજ્ઞાનનું સ્વરૂપ दिट्टी जहेव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ॥ ३२० ॥ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. અર્થ :—જેમ નેત્ર (દૃશ્ય પદાર્થોને કરતું—ભોગવતું નથી, દેખે જ છે), તેમજ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. ववहार भासिदेण परदव्वं मम भांति अविदिदत्था । जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि ॥ ३२४ ॥ વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું' કહે, ‘પરમાણુમાત્ર ન મારું', જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક 7 [ ૩૫ અર્થ :–જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારનાં વચનોને ગ્રહીને ‘પદ્રવ્ય મારું છે' એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે “કોઈ પરમાણુમાત્ર પણ મારું નથી'. कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥३८३॥ कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं । तत्तो णियत्तदे जो सो पञ्चक्खाणं हवदि चेदा ॥ ३८४॥ जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं । तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा ॥ ३८५॥ णिचं पच्चक्खाणं कुव्वदि णिचं पडिक्कमदि जो य । णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा ॥३८६॥ શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્સે આત્મને, તે આતમાં પ્રતિક્રમણ છે; ૩૮૩. શુભ ને અશુભ ભાવિ કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચના ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬. અર્થ :–પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને *નિવર્તાવે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. * નિવર્તાવવું = પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૬ ] [ સર્વસામાન્ય ભવિષ્ય કાળનું જે શુભ-અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે, તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળ ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ-અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે–અનુભવે છે– જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત તેનું સ્વામિત્વ–કર્તાપણું છોડે છે), એ આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે. ण वि सक्कदि धेत्तुं जं ण विमोत्तुं जं च जं परद्रव्यं । सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि ॥ ४०६॥ જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસિક છે. ૪૦૬. અર્થ :–જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (–આત્માનો) પ્રાયોગિક તેમ જ વૈઋસિક ગુણ છે. ઈજ ૮ ને , मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्व विहर णिचं मा विहरसु अण्णदव्वेसु ॥ ४१२॥ તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. અર્થ :–(હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેતઅનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. ૧. પ્રાયોગિક = વિકારી; ૨. વૈઋસિક = શુદ્ધ. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૩૭ પાઠ ૮ મો [મોક્ષમાર્ગનું બીજું રત્ન સમ્યજ્ઞાન છે, તેથી હવે તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે.] मइसुइओहिमणपज्जयं तहा केवलं च पंचभेयं । जे जे विराहिया खलु मिच्छा मि दुक्कडं हुज ॥ २७ ॥* અર્થ :—હે ભગવાન ! મેં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારનાં જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય—આશાતના કરી હોય તે સંબંધી મારાં સર્વે પાપ મિથ્યા થાઓ. પાઠ ૯ મો બાર પ્રકારનાં વ્રતનું સ્વરૂપ (૧) હિસાનું સ્વરૂપ 'आत्मपरिणामहिंसनहेतुत्वात्सर्वमेव अनृतवचनादिकेवलमुदाहृतं હિંમતત્ । શિષ્યવોધાય ॥ ૪૨ ।। અર્થ :–આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે, અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. यत्खलु कषाययोगात्प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ॥ ४३ ॥ અર્થ :-ખરી રીતે કષાય સહિત યોગોથી જે દ્રવ્ય અને * પં. નંદલાલજીકૃત શ્રાવક પ્રતિક્રમણ, પા. ૯૯ ૧. સમ્યગ્દષ્ટિ શ્રાવકને આવાં શુભભાવરૂપ વ્રત હોય છે, મિથ્યાર્દષ્ટિને હોતાં નથી, કેમ કે તેનાં વ્રતને બાળવ્રત કહ્યાં છે, તેથી તેને સાચાં વ્રત હોતાં નથી. ૨. પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાંથી. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૮ ] [ સર્વસામાન્ય ભાવરૂપ બે પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य संक्षेपः ॥४४॥ અર્થ :–ખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈનશાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. (૨) અસત્યનું સ્વરૂપ यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि । तदनृतमपि विज्ञेयं तद्भेदाः सन्ति चत्वारः ॥६१॥ અર્થ –પ્રમાદ–કષાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત્ કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઇએ. (3) ચોરીનું સ્વરૂપ अवितीर्णस्य ग्रहणं परिग्रहस्य प्रमत्तयोगाद्यत् । । तत्प्रत्येयं स्तेयं सैव च हिंसा वधस्य हेतुत्वात् ॥ १०२॥ અર્થ –જે પ્રમાદ-કષાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી, અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. (૪) અબ્રહ્મચર્યનું સ્વરૂપ यद्धेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म । अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सभावात् ॥१०७॥ અર્થ :–પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે, અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [૩૯ (૫) પરિગ્રહનું સ્વરૂપ या मूर्छा नामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः । मोहोदयादुदीर्णो मूर्छा तु ममत्वपरिणामः ॥१११॥ અર્થ :–જે મૂચ્છે છે તેને જ પરિગ્રહ જાણવો; અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂચ્છ છે. ઉપરનાં જે પાંચ અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એકદેશ ત્યાગ હોય છે અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. (૬) દિવ્રતનું સ્વરૂપ प्रविधाय सुप्रसिद्धैमर्यादां सर्वतोप्यभिज्ञानैः । प्राच्यादिभ्योः दिग्भ्यः कर्तव्या विरतिरविचलिता ॥ १३७॥ અર્થ સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વતાદિ જુદાં જુદાં સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી. ઈન (૭) દેશાવગાશિક (દેશ) વ્રતનું સ્વરૂપ तत्रापि च परिमाणं ग्रामापणभवनपाटकादीनाम् । प्रविधाय नियतकालं करणीयं विरमणं देशात् ॥ १३६॥ અર્થ –દિવ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. (૮) અનર્થદંડ (ત્યાગ) વ્રતનું સ્વરૂપ पापर्द्धिजयपराजयसरपरदारगमनचौर्याद्याः। न कदाचनापि चिन्त्याः पापफलं केवलं यस्मात् ॥१४१॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪o | [ સર્વસામાન્ય અર્થ :–શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ પણ વખતે ચિંતવન નહિ કરવું, કેમ કે તે માઠાં ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. (૯) સામાયિકવ્રતનું સ્વરૂપ रागद्वेषत्यागानिखिलद्रव्येषु સાવચ્ચે ! तत्त्वोपलब्धिमूलं बहुशः सामायिकं कार्यम् ॥१४८॥ અર્થ સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મહત્ત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. (૧૦) પૌષધવ્રતનું સ્વરૂપ मुक्तसमस्तारम्भः प्रोषधदिनपूर्ववासरस्यार्द्ध । उपवासं गृह्णीयान्ममत्वमपहाय देहादौ ॥ १५२ ॥ श्रित्वा विविक्तवसतिं समस्तसावद्ययोगमपनीय । सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिस्तिष्ठेत् ॥१५३॥ અર્થ : સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પૌષધનો દિવસ એકાન્ત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવઘયોગને છોડી, સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ, ત્રણ ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મધ્યાનમાં વ્યતીત કરવો. (૧૧) ભોગ-ઉપભોગપરિમાણવ્રતનું સ્વરૂપ भोगोपभोगमूला विरताविरतस्य नान्यतो हिंसा । अधिगम्य वस्तुतत्त्वं स्वशक्तिमपि तावपि त्याज्यौ ॥ १६१॥ અર્થ :-શ્રાવકને ભોગ–ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગઉપભોગને છોડવા જોઇએ. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૪૧ (૧૨) અતિથિસંવિભાગવતનું સ્વરૂપ विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय । स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये भागः ॥१६७॥ અર્થ –દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થ નિગ્રંથ અતિથિને (નિગ્રંથ મુનિને) પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવા લાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ ૧૦ મો સંલેખનાનું સ્વરૂપ 'मरणान्तेऽवश्यमहं विधिना सल्लेखनां करिष्यामि । इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम् ॥ १७६॥ मरणेऽवश्यं भाविनि कषायसंल्लेखनातनूकरणमात्रे । रागादिमन्तरेण व्याप्रियमाणस्य नात्मघातोऽस्ति । १७७॥ અર્થ :–મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિમરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલાં જ એ લેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. SC મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કષાયને સમ્યક્ પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદિ ભાવોના અસદ્ભાવને લીધે આત્મઘાત નથી. પાઠ ૧૧ મો [મિથ્યાત્વનું સ્વરૂપ પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહે છે? ૧. પુરુષાર્થસિદ્ધિ--ઉપાયમાંથી ૨. શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકાના આધારે Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪૨ ] [ સર્વસામાન્ય ઉત્તર :–મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અધર્મ (કુધર્મ)માં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ(-અભિપ્રાય)રૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. - મિથ્યાત્વના પાંચ ભેદ છે–(૧) એકાંતિક મિથ્યાત્વ, (૨) વિપરીત મિથ્યાત્વ, (૩) સાંશયિક મિથ્યાત્વ, (૪) અજ્ઞાનિક મિથ્યાત્વ અને (૫) વૈનયિક મિથ્યાત્વ. એ પાંચ ભેદોનું સ્વરૂપ (૧) પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાન્તિક મિથ્યાત્વ છે, જેમ કેઆત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. (૨) દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી સચિને વિપરીત મિથ્યાત્વ કહે છે, જેમ કે–શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીત પણે માને. (૩) આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. (૪) જયાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે, જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો. (૫) સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું (સરખાપણું) માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | પાઠ ૧૨ મો [ચાર મંગલ] ચિત્તારિ મંગલ_અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિપષ્ણત્તો ધમ્મો મંગલ. ચરારિ લોગુત્તમા–અરિહંતા લાગુત્તમાં, સિદ્ધી લાગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિપણ7ો ધમ્મો લાગુત્તમો. ચત્તારિ સરણે પવન્જામિ–અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવનજામિ, સાહુ સરણે પવનજામિ, કેવલિપષ્ણત્ત ધર્મો સરણે પધ્વજામિ. અર્થ :–મંગલભૂત પદાર્થો ચાર જ છે–અરિહંતો, સિદ્ધભગવંતો, સાધુઓ અને કેવલિકથિત ધર્મ.) લોકમાં ઉત્તમ પણ ચાર જ છે–અરિહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવલિપ્રરૂપિત ધર્મ; તેથી જ હું એ ચારઅરિહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. બદી નઈ. પાઠ ૧૩ મો ક્ષમાપના *(ખામણા) હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. * શ્રીમદ્ રાજચંદ્રકૃત મોક્ષમાળામાંથી Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪૪ ] [ સર્વસામાન્ય તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. ત . મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂમ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ L[ ૪૫ પ્રતિક્રમણ-આવશ્યક ) હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું, એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ પાઠ ૧૪ મો ક્ષમાપના *ચાલુ. શ્રી સીમંધરસ્વામી, શ્રી યુગમંધરસ્વામી, શ્રી બાબુસ્વામી, શ્રી સુબાહુસ્વામી, શ્રી સંજાતકસ્વામી, શ્રી સ્વયંપ્રભસ્વામી, શ્રી વૃષભાનનસ્વામી, શ્રી અનંતવીર્યસ્વામી, શ્રી સુપ્રભસ્વામી, શ્રી વિશાલકીર્તિસ્વામી, શ્રી વજધરસ્વામી, શ્રી ચંદ્રાનનસ્વામી, શ્રી ચંદ્રબાહુસ્વામી, શ્રી ભુજંગમસ્વામી, શ્રી ઇશ્વરસ્વામી, શ્રી નેમપ્રભસ્વામી, શ્રી વીરસેનસ્વામી, શ્રી મહાભદ્રસ્વામી, શ્રી દેવયશસ્વામી અને શ્રી અજિતવીર્યસ્વામી—એ નામના ધારક, પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ બિરાજમાન છે તેમને મારા નમસ્કાર તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત, શ્રી સિદ્ધભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાયમહારાજ તથા શ્રી નિગ્રંથ મુનિરાજ ને અજિકા પ્રત્યે તથા શ્રાવક–શ્રાવિકા પ્રત્યે, કોઈ પણ જાતના અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે ખમાવું છું. * શ્રી મોક્ષમાર્ગપ્રકાશક વગેરેના આધારે Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪૬ ] [ સર્વસામાન્ય ચોરાસી લાખ જીવયોનિમાંહે મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોડ્યું હોય તો તે સર્વે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. પાઠ ૧૫ મો લોગસ્સસૂત્ર [ચોવીશ તીર્થકરની સ્તુતિ કાયોત્સર્ગરૂપે કહેવામાં આવે છે.] (નમસ્કાર મંત્ર બોલવો) (અનુષુપ છંદ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ૧. (આર્યા છંદ) ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે૨. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલસિન્ક્રસવાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિષ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪. એવંમએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંત. ૫. કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ્ગોહિલાભં, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. અર્થ –(તીર્થકરોના સ્તવનની પ્રતિજ્ઞા:-) સ્વર્ગ, મૃત્યુ અને Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક 7 [૪૭ પાતાલ–ત્રણે જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગ-દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા ચોવીશ કેવલજ્ઞાની તીર્થકરો અને અન્ય તીર્થકરોનું હું સ્તવન કરીશ સ્તુતિ કરીશ. (સ્તવન :-) શ્રી વૃષભનાથ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ, શ્રી વદ્ધમાનસ્વામી–આ ચોવીસ જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. (ભગવાનને પ્રાર્થના :-) જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ ૧રજમલ રહિત છે, જેઓ જરા–મરણ બન્નેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે તે ચોવીશ જિનેશ્વરો અને સામાન્ય કેવલજ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ભગવાનો મને ભાવઆરોગ્ય (રાગ-દ્વેષ રહિત દશા) માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂરમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે તે સિદ્ધભગવંતો મને સિદ્ધિ આપો. (નમસ્કાર મંત્ર બોલી કાયોત્સર્ગ પારવો) ૧. રજ = દ્રવ્યકર્મ, મલ = ભાવકર્મ. ૨. બોધિ = નહિ પ્રાપ્ત થયેલ એવાં સમ્યગ્દર્શન--જ્ઞાન--ચારિત્રની પ્રાપ્તિને લાભ. ૩. સમાધિ = પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનાદિનું નિર્વિજ્ઞતાપૂર્વક વહન. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪૮ ] [ સર્વસામાન્ય પાઠ ૧૬ મો પ્રત્યાખ્યાન દિવસચરિમં પચ્ચક્ખામિ (સૂરે ઉગ્ગએ નમોક્કારસહિઅં પચ્ચક્ખામ–જો નોકારસી કરવી હોય તો.) + ચહિં પિ આહારં—અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવિત્તિયાગારેણું વોસિરામિ.* અર્થ :ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણું ત્યાં સુધી હું ચાર પ્રકારના આહાર–ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ત્યાગ કરું છું; આ આહારોનો ત્યાગ ચાર આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રમાણે : ૪અનાભોગ, પસહસાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યાકાર. HE પાઠ ૧૭ મો મંદી નં ૮. નમોત્થણં [સ્તુતિમંગલ અથવા નમસ્કારકીર્તન] નમોત્પુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, આઈગરાણું, તિત્થયરાણં, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમા, પુરિસસીહા, પુરિસવરપુંડરિયાણં, પુરિસ—વર—ગંધ—હથીણું; લોગુત્તમાણં, લોગનાહાણું, લોગ—હિઆણં, + બીજાને પચખાણ કરાવતી વખતે ‘વોસિરાઈ' શબ્દ બોલવો. * બીજાને પચખાણ કરાવતી વખતે ‘પચ્ચક્ખાઈ' શબ્દ કહેવો. ૧. મેવો, ફળ. ૨. મુખવાસ. ૩. છૂટ ૪. બિલકુલ યાદ ન રહેવું તે. ૫. અકસ્માત. ૬ વિશેષ નિર્જરાદિ ખાસ કારણમાં ગુરુની આજ્ઞા મેળવી નિશ્ચિત સમય પહેલાં પચખાણ પારવું તે. ૭. સર્વ પ્રકારની સમાધિ ન રહેવી તે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [૪૯ લોગ–પઇવાણ, લોગ–પજ્જઅગરાણ, અભય–દયાણું, ચમ્મુદયાણ, મગ્ગ–દયાણ, સરણ–દયાણ, જીવ–દયાણ, બોદિયાણ, ધમ્મ–દયાણ, ધમ્મ–દેસિયાણ, ધમ્મન્નાયગાણ, ધમ્મ–સારહણ, ધમ્મ-વરચારિત ચક્કવટીણું, દીવોકાણ, સરણગઈપઇટ્ટા, અપડિહયવર–નાણદંસણધરાણ, વિઅટ્ટ છઉમાણે, જિહાણ, જાવયાણું, તિન્નાણું, તારયાણ, બુદ્ધાણે, બોયાણ, મુત્તાણ, મોઅગાણું, સદ્ગુનૂણં, સવ્વદરિસીણ, શિવમલયમયમસંતમકુખયમવ્હાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાવ્યું, જિઅભયાણ. અર્થ :–અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો, જે અરિહંત ભગવાન અર્થાત્ જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયમેવ બોધપ્રાપ્ત થયેલા છે; સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહસમાન નીડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તિ સમાન શક્તિશાળી છે. લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે; દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગભ્રષ્ટને (માર્ગ ભૂલેલાને) માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથિ–સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરન્ત છે અર્થાત જેમ ચાર દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરન્ત કહેવાય છે, તેમ અરિહંત પણ ચાર ગતિઓનો અંત કરવાને કારણે ચતુરન્ત કહેવાય છે. ભવસમુદ્રમાં ડૂબતા જીવોને બેટસમાન આધારરૂપ છે, કર્મશત્રુથી બચાવનાર છે, સન્માર્ગ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૫૦ ] [ સર્વસામાન્ય બતાવનાર હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અર્થાત કેવલજ્ઞાન-કેવલદર્શનને ધારણ કરનારા છે, ચાર ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયે રાગ-દ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગદ્વેષ જિતાડનારા છે, સ્વયં ભવસમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે; સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ પ્રાપ્ત કરાવનારા છે; સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે; સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવરહિત, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, આકુળતા–વ્યાકુળતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષસ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કાર હો. | ઇતિ પ્રથમ પ્રતિક્રમણ સ્વાધ્યાય એ પરમ તપ છે C ન ઈ. बारसविहम्मि य तवे अब्भंतरबाहिरे कुसलदिढे । ण वि अत्थि ण वि य होहिदि सज्झायसमं तवो कम्मं ॥६॥ (ભગવતી આરાધના–શિક્ષાધિકાર) અર્થ –પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલાં જે બાહ્ય-અભ્યતર બાર પ્રકારનાં તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહિ અને થતું નથી. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | L[ ૫૧ બીજું પ્રતિક્રમણ સંવત્સરીના દિવસે કરવાનું પ્રતિક્રમણ અથવા લઘુ પ્રતિક્રમણ [શ્રી સદ્ગુરુદેવની વિનયપૂર્વક આજ્ઞા લઈને અથવા તેઓશ્રી બિરાજમાન ન હોય તો શ્રી સીમંધર પ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરવું.] પાઠ ૧ લો દેવ-ગુરુ-ધર્મ મંગલ मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ॥ , પાઠ ૨ જો દિવ્યધ્વનિ નમસ્કાર 07 ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमोनमः ॥ પાઠ ૩ જો બ્રહ્મચર્ય-મહિમા પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. (શ્રીમદ્ રાજચંદ્રમાંથી) Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પર | [ સર્વસામાન્ય પાઠ ૪ થો સર્વજ્ઞનું સ્વરૂપ ત્રિકાળગોચર સમસ્ત ગુણ–પર્યાયો સહિત સંપૂર્ણ લોક અને અલોકને (છએ દ્રવ્યોને) જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞદેવ છે. ૩૦૨. હે સર્વજ્ઞના અભાવવાદી! જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થોને (-ઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોને) કોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો સ્થૂલ પદાર્થો કે જે ઇન્દ્રિયોના સંબંધરૂપ વર્તમાન હોય તેને જાણે છે, અને તેમના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી. ૩૦૩. (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી) જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦. જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે (શ્રી પ્રવચનસાર) // - પ પ છો. ઈ ૮ સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. | (અનુષ્ટ્રપ). કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] (શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલી ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણિત. (શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવક્લાંત હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) રસનિબંધ શિથિલ થાય, હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં, જગતની રુચિ આળસે સૌ, તું હું બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. * સુણ્યે તને જાણ્યે તને રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. [૫૩ (અનુષ્ટુપ) બદન ૮. પાઠ ૬ઠ્ઠો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનાં કેટલાંક પદો જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. ૬. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 ૧. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૧૪ ] [ સર્વસામાન્ય ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ૭. સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો, સમયે જિનસ્વરૂપ. ૧૨. સ્વછંદ, મત આગ્રહ તજી, વર્તે સસલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮. અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધનરહિત થાય. ૨૯. જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહિ. ૩૦. નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨. એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. ૩૮. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ-આવશ્યક ] જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ ય ભાવ. જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દેશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪. જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ૬૫. કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ચેતન જો નિભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ અંધકાર અજ્ઞાન સમ, નાશે કર્મ-પ્રભાવ. ૭૮. નિજવાસ; જ્ઞાનપ્રકાશ. [ ૫૫ ૫૭. ૬૬. ૯૮. તેહ બંધનો પંથ; મોક્ષપંથ ભવઅંત. ૯૯. જે જે કારણ બંધના, તે કારણ છેદક દશા, રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, ૫૨માર્થે સમિત. ૧૧૧. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨. કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩. ૧૦૦. ૧૧૦. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૫૬ ] ( [ સર્વસામાન્ય કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ ૧૧૭. મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯. જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩). સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨. પાઠ ૭ મો શ્રી અમિતગતિ–આચાર્ય વિરચિત સામાયિક પાઠનાં કેટલાંક અવતરણો (હરિગીત છંદ) સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; + सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेसु जीवेसु कृपापरत्वम् । माध्यस्थभावं विपरीतवृत्ती, सदा ममात्मा विदधातु देव ।। १ ।। Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ૧. અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું, એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ! તે સત્વર ટળો. ૨. સુખ–દુ:ખમાં, અરિમિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં; મમ સર્વકાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ. ૩. પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુઃખ દઈ, મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ વિનવું આપને. પ. *મન મારું દોષિત થાય તો હું દોષ અતિક્રમ જાણતો, દોષિત થતું આચારમાં તો દોષ વ્યતિક્રમ માનતો; વિષયો તણી પ્રવૃત્તિમાં હું અતિચારી ધારતો, વિષયો તણી આસક્તિમાં હું અનાચારી સમજતો. ૯. મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. ૧૦. * અર્થ :–મનની શુદ્ધિમાં ક્ષતિ થવી, મનમાં વિકારભાવ ઉત્પન્ન થવો તે અતિક્રમ છે; શીલવ્રતનું અર્થાત્ વ્રતમય પ્રતિજ્ઞાનું ઉલ્લંધન કરવાનો ભાવ થવો તે વ્યતિક્રમ છે; વિષયોમાં વર્તવું તે અતિચાર છે; અને તે વિષયોમાં અતિશય આસક્ત થઈ જવું તે અનાચાર છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૫૮ ] [ સર્વસામાન્ય પાઠ ૮ મો શ્રાવક કર્તવ્ય ષટ્ આવશ્યક કર્મ संयमस्तपः । देवपूजा गुरूपास्तिः स्वाध्यायः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ॥ ७ ॥ (પદ્મનંદિપંચવિંશતિકા ઉપાસકસંસ્કાર) અર્થ :જિનેન્દ્રદેવની પૂજા, નિગ્રંથ ગુરુઓની સેવા, સ્વાધ્યાય, સંયમ, (યોગ્યતાનુસાર) તપ અને દાન—એ છ કર્મ શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છે. શ્રાવકના આઠ મુળગુણ मद्यमांसमधुत्यागी त्यक्तोदुम्बरपंचकः । नामतः श्रावकः ख्यातो नान्यथाऽपि तथा गृही ॥ ७२६ ॥ (પંચાધ્યાયી) અર્થ :–મદ્ય, માંસ તથા મધનો ત્યાગ કરવાવાળો અને પાંચ *ઉદુમ્બર ફળોને છોડવાવાળો ગૃહસ્થ નામથી શ્રાવક કહેવાય છે પણ મદ્યાદિકનું સેવન કરવાવાળો ગૃહસ્થ નામથી પણ શ્રાવક કહી શકાતો નથી. * પાઠ ૯ મો મિચ્છા મિ દુક્કડં આ ભવ ને ભવોભવ મહીં થયો વેરિવરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ; તે સવિ મિચ્છા મિ દુક્કડં. * જે વૃક્ષોને તોડવાથી દૂધ નીકળે છે એવા વડ, પીપર, ઉંબર, કંઠુબર, પાકર વૃક્ષોને ક્ષીરવૃક્ષ અથવા ઉદુમ્બર કહે છે. તેમાં સૂક્ષ્મ તથા સ્થૂલ ત્રસ જીવોની ઘણી ઉત્પત્તિ થાય છે. ૧, ૨ આલોચનાદિ--પદસંગ્રહ, પાનું ૧૦૧, ૫૭. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય, વેરવિરોધ ટળી જજો, અક્ષયપદ સુખ સોય; સમભાવી આતમ થશે. ભારે કર્મી જીવડા, પીએ વેરનું ઝેર, ભવાટવીમાં તે ભમે, પામે નહિ શિવ–લહેર; ધર્મનો મર્મ વિચારજો. પાઠ ૧૦ મો [પરમપદ પ્રાપ્તિની ભાવના કાયોત્સર્ગરૂપે કહેવામાં આવે છે] (નમસ્કાર મંત્ર બોલવો) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો? અપૂર્વ૦ ૧. સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં. ૮ દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ૦ ૨. દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૦ ૩. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ) ૪. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬૦ ] [ સર્વસામાન્ય સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ૦ ૫. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ૦ ૬. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૭. બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ) ૮. નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ૦ ૯. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૬૧ અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ) ૧૧. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ) ૧૨. (નમસ્કાર બોલી કાયોત્સર્ગ પારવો) 1L પાઠ ૧૧ મો પ્રત્યાખ્યાન [એકી સાથે બે પ્રતિક્રમણ કરે કે કેવળ આ પ્રતિક્રમણ કરે ત્યારે પહેલાં પ્રતિક્રમણ પાઠ ૧૬માં બતાવ્યા પ્રમાણે અહીં પ્રત્યાખ્યાન કરવું.] પાઠ ૧૨ મો જિનજીની વાણી સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, દ નું જિનજીની વાણી ભલી રેસીમંધર) વાણી ભલી મન લાગે રળી, જેમાં સાર–સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે...સીમંધર) ગૂંથ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે, જિનજીની વાણી ભલી રે....સીમંધર૦ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬૨ ] ( [ સર્વસામાન્ય સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો ૐકારનાદ રે, જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે, જિનજીની વાણી ભલી રે.....સીમંધર) હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે, જિનાજીની વાણી ભલી રે...સીમંધર) IL જે હજ ભાવે વાણી ભા પાઠ ૧૩ મો અંતિમ મંગલ સદ ન . तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ॥ २३॥ [પદ્મનંદિપંચવિંશતિકા–એક–સપ્તતિ] અર્થ –જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. सर्वमंगलमांगल्यं સર્વત્યારક્કો प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ॥ ઇતિ બીજું પ્રતિક્રમણ પૂર્ણ થયું. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | नमः समयसाराय स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे॥ णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो । एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव॥ भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते॥ भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन॥ आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ॥ (સ્વાધ્યાય માટે) ઉપાદાન–નિમિત્તના દોહા પ્રશ્ન – ગુરુ-ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન, ૧ જ્યાં નર દૂજે પાંવ બિન ચલહેકો આધીન. ૧. હીં જાનૈ થા એક હી, ઉપાદાનસો કાજ; થકે સહાઈ પોન બિન, પાની માંહિ જહાજ. ૨. અર્થ :–ગુરુના ઉપદેશના નિમિત્ત વગર ઉપાદાન (આત્મા પોતે) બળ વગરનું છે, જેમ માણસને ચાલવા માટે બીજા પગ વગર ચાલે નહીં તેમ. જે એમ જ જાણે છે કે એક ઉપાદાનથી જ કામ થાય તે બરાબર નથી.) જેમ પાણીમાં વહાણ પવનની મદદ વગર થાકે છે તેમ. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬૪ ] [ સર્વસામાન્ય ઉત્તર – જ્ઞાન નૈન કિરિયા ચરણ, દોઊ શિવમગ ધાર; ઉપાદાન નિહચે જહાઁ, તહાઁ નિમિત્ત વ્યવહાર. ૩. અર્થ : સમ્યગ્દર્શન પૂર્વકનું જ્ઞાન અને તે જ્ઞાનમાં ચરણરૂપ (સ્થિરતારૂપ) ક્રિયા તે બંને શિવમાર્ગ (મોક્ષમાર્ગ)ને ધારણ કરે છે. જ્યાં ઉપાદાન ખરેખર (નિશ્ચય) હોય ત્યાં નિમિત્ત હોય જ છે એ વ્યવહાર છે. (પરવસ્તુ–નિમિત્ત હાજરરૂપ હોય છે એમ પરનું જ્ઞાન કરવું તેને વ્યવહાર કહેવામાં આવે છે.) ઉપાદાન નિજ ગુણ જહાં, તહં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪. અર્થ –જ્યાં પોતાનો ગુણ ઉપાદાનરૂપે તૈયાર હોય ત્યાં તેને અનુકૂળ પર નિમિત્ત હોય એવી રીતે ભેદજ્ઞાનના પ્રવીણ પુરુષ જાણે છે. અને તેવા કોઈ વિરલા જ બૂઝે છે. (મુક્ત થાય છે.) ઉપાદાન બલ જઉં તહોં, નહિં નિમિત્તકો દાવ; એક ચક્રસો રથ ચલે, રવિકો યહ સ્વભાવ.( ૫. અર્થ :—જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું બળ છે; નિમિત્તનો દાવ નથી, અર્થાત્ નિમિત્ત કાંઈ પણ કરી શકતું નથી; જેમ સૂર્યનો એવો સ્વભાવ છે કે એક ચક્રથી રથ ચાલે છે તેમ. સધે વસ્તુ અસહાય જë, તહેં નિમિત્ત હૈ કૌન; જ્યાં જહાજ પરવાહમેં, તિરે સહજ બિન પીન. ૬. નોટ :(૧) ઉપાદાન = વસ્તુની સહજ શક્તિ. (૨) નિમિત્ત = સંયોગી કારણ. (૩) દષ્ટાંતમાં એક પૈડું સૂર્યના રથનું કહ્યું તેમ જ હાલ યુરોપ વગેરે દેશોમાં પર્વતોમાં ચાલતી રેલગાડીઓ એક જ પૈડાથી ચાલે છે. (૪) ઉપાદાન પોતે પોતાથી પોતામાં કાર્ય કરે છે. નિમિત્ત હાજરરૂપ હોય છે, પણ તે ઉપાદાનને કાંઈ મદદ કે અસર કરી શકતું નથી એમ બતાવ્યું છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક 7 [ ૬૫ અર્થ :–વસ્તુ (આત્મા) પરસહાય વિના જ સાધી શકાય છે, તેમાં નિમિત્ત કેવું? (નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી.) જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન વિના સહજ તરે છે તેમ. ઉપાદાન વિધિ નિરવચન, હે નિમિત્ત ઉપદેશ; બસે જ જેસે દેશમેં, ધરે સુ તૈસે ભષ. ૭. અર્થ :–ઉપાદાનની રીત નિર્વચનીય છે, નિમિત્તથી ઉપદેશ દેવાની રીત છે. જેમ જીવ જે દેશમાં વસે છે તે દેશનો વેશ પહેરે છે તેમ. ભૈયા ભગવતીદાસજી કૃત ઉપાદાન–નિમિત્તનો સંવાદ (દોહરા) પાદ પ્રણમિ જિનદેવકે, એક ઉક્તિ ઉપજાય; ઉપાદાન અરુ નિમિત્તકો, કહું સંવાદ બનાય. ૧. અર્થ :–જિનદેવનાં ચરણે પ્રણામ કરી, એક અપૂર્વ કથન તૈયાર કરું છું. ઉપાદાન અને નિમિત્તનો સંવાદ બનાવીને તે કહું છું. ૧. પ્રશ્ન :– પૂછત હૈ કોઊ તહાં, ઉપાદાન કિહ નામ; કહો નિમિત્ત કહિયે કહા, કબકે હૈ ઇહ ઠામ. ૨. અર્થ –ત્યાં કોઈ પૂછે છે કે ઉપાદાન કોનું નામ? નિમિત્ત કોને કહીએ? અને ક્યારથી તેમનો સંબંધ છે તે કહો. ૨. ઉત્તર:– ઉપાદાન નિજશક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ; હૈ નિમિત્ત પરયોગ, બન્યો અનાદિ બનાવ. ૩. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬૬ ] ( [ સર્વસામાન્ય અર્થ –ઉપાદાન પોતાની શક્તિ છે, તે જીવનો મૂળ સ્વભાવ છે; અને પરસંયોગ નિમિત્ત છે. તેમનો સંબંધ અનાદિથી બની રહ્યો છે. ૩. નિમિત્ત : નિમિત્ત કહે મોક સબ, જાનત હૈ જગલોક તેરો નૉવ ન જાનહીં, ઉપાદાન કો હોય. ૪. અર્થ :–નિમિત્ત કહે છે જગતના સર્વ લોકો મને જાણે છે; ઉપાદાન શું છે તેનું નામ પણ જાણતા નથી. ૪. ઉપાદાન – ઉપાદાન કહે રે નિમિત્ત, તૂ કહા કરે ગુમાન; મોકો જાને જીવ વે, જો હૈ સમ્યફવાન. પ. અર્થ :–ઉપાદાન કહે છે:–અરે નિમિત્ત! તું અભિમાન શા માટે કરે છે? જે જીવ સમ્યજ્ઞાની (આત્માના સાચા જ્ઞાની) છે તે મને જાણે છે. ૫. નિમિત્ત : કહૈ જીવ સબ જગતકે, જો નિમિત્ત સોઈ હોય; ઉપાદાનકી બાતકો, પૂછે નહિ કોય. ૬. અર્થ –નિમિત્ત કહે છે:–જગતના સર્વ જીવો કહે છે કે જો નિમિત્ત હોય તો (કાય) થાય, ઉપાદાનની વાતનું કોઈ કાંઈ પૂછતું નથી. ૬. ઉપાદાન :– ઉપાદાન બિન નિમિત્ત તૂ, કર ન સકે ઇક કાજ; કહા ભયો જગ ના લખે, જાનત હૈ જિનરાજ. ૭. અર્થ :–ઉપાદાન કહે છેઃ—અરે નિમિત્ત! એક પણ કાર્ય ઉપાદાન વિના થઈ શકતું નથી. જગત ન જાણે તેથી શું થયું? જિનરાજ તે જાણે છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૬૭ નિમિત્ત – દેવ જિનેશ્વર, ગુરુ યતી, અરુ જિન-આગમ સાર; ઇતિ નિમિત્તતે જીવ સબ, પાવત હૈ ભવપાર. ૮. અર્થ :–નિમિત્ત કહે છે:–જિનેશ્વર દેવ, નિગ્રંથ ગુરુ અને વીતરાગનાં આગમ ઉત્કૃષ્ટ છે; એ નિમિત્તો વડે બધા જીવો ભવનો પાર પામે છે. ૮. ઉપાદાન – યહ નિમિત્ત ઇસ જીવકો, મિલ્યો અનંતી બાર; ઉપાદાન પલટ્યો નહીં, તૌ ભટક્યો સંસાર. ૯. અર્થ :–ઉપાદાન કહે છેઃ—એ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યા, પણ ઉપાદાન (જીવ પોતે) પલટ્યું નહિ તેથી તે સંસારમાં ભટક્યો. ૯. નિમિત્ત – કે કેવલિ કે સાધુકે, નિકટ ભવ્ય જ હોય; સો લાયક સમ્યફ લહે, યહ નિમિત્તબલ જોય. ૧૦. અર્થ –નિમિત્ત કહે છે:–જો કેવલી ભગવાન અથવા શ્રુતકેવલી મુનિ પાસે ભવ્ય જીવ હોય તો ક્ષાયિક સમ્યત્વ પ્રગટે છે એ નિમિત્તનું બળ જુઓ! ૧૦. ઉપાદાન – કેવલિ અરુ મુનિરાજકે, પાસ રહેં બહુ લોય; પૈ જાકો સુલટ્યો ધની, ક્ષાયક તાકો હોય. ૧૧. અર્થ –ઉપાદાન કહે છે –કેવળી અને શ્રુતકેવળી મુનિરાજ પાસે ઘણા લોકો રહે છે, પણ જેનો ધણી (આત્મા) સવળો થાય તેને જ ક્ષાયિક (સમ્યક્ત્વ) થાય છે. ૧૧. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬૮] [ સર્વસામાન્ય નિમિત્ત – હિંસાદિક પાપન કિયે, જીવ નર્કમેં જાહિ; જો નિમિત્ત નહિં કામકો, તો ઇમ કાહે કહાહિં. ૧૨. અર્થ –નિમિત્ત કહે છે જે હિંસાદિક પાપો કરે છે તે નર્કમાં જાય છે. જો નિમિત્ત કામનું ન હોય તો એમ શા માટે કહ્યું? ૧૨. ઉપાદાન – હિંસામે ઉપયોગ જિતું, રહે બ્રહ્મકે રાચ; તેઈ નર્કમેં જાત હૈ, મુનિ નહિં જાહિં કદાચ. ૧૩. અર્થ :–હિંસામાં જેનો ઉપયોગ (ચૈતન્યના પરિણામ) હોય અને જે આત્મા તેમાં રાચી રહે તે જ નર્કમાં જાય છે, (ભાવ) મુનિ કદાપિ નર્કમાં જતા નથી. ૧૩. ) નિમિત્ત – દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ હોય; જો નિમિત્ત ઝૂઠો કહો, યહ ક્યો માને લોય. ૧૪. અર્થ :–નિમિત્ત કહે છેઃ–દયા, દાન, પૂજા કરે તો જીવ જગતમાં સુખી થાય છે. જો નિમિત્ત, તમે કહો છો તેમ, જૂઠું હોય તો લોકો એમ કેમ માને? ૧૪. ઉપાદાન – દયા દાન પૂજા ભલી, જગત માંહિ સુખકાર; તહં અનુભવકો આચરન, તહં યહ બંધ વિચાર. ૧૫. અર્થ :–ઉપાદાન કહે છેઃ–દયા, દાન, પૂજા, વગેરે શુભભાવ ભલે જગતમાં બાહ્ય સગવડ આપે, પણ અનુભવના આચરણનો વિચાર કરતાં, એ બધા બંધ છે (ધર્મ નથી). ૧૫. નિમિત્ત – યહ તો બાત પ્રસિદ્ધ હૈ, સોચ દેખ ઉર માંહિ; નરદેહી કે નિમિત્ત બિન, જિય ક્યો મુક્તિ ન જાહિં. ૧૬. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | |[૬૯ અર્થ –નિમિત્ત કહે છેઃ—એ વાત તો પ્રસિદ્ધ છે કે નરદેહના નિમિત્ત વિના જીવ મુક્તિ પામતો નથી. તેથી તે ઉપાદાન! તું આ બાબતનો અંતરમાં વિચાર કરી જો. ૧૬. ઉપાદાન – દેહ પીંજરા જીવકો, રોકે શિવપુર જાત; ઉપાદાનકી શક્તિસો, મુક્તિ હોત રે ભ્રાત! ૧૭. અર્થ : ઉપાદાન નિમિત્તને કહે છે:–અરે ભાઈ! દેહનું પીંજરું તો જીવને મોક્ષ જતાં રોકે છે, પણ ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે. નોંધ :–અહીં દેહનું પીંજરું જીવને મોક્ષ જતાં રોકે છે એમ કહ્યું છે તે વ્યવહારકથન છે. જીવ શરીર ઉપર લક્ષ કરી, તેમાં મારાપણાની પક્કડ કરી, પોતે વિકારમાં રોકાય છે, ત્યારે શરીરનું પીંજરું જીવને રોકે છે એમ ઉપચારથી કહેવાય છે. ૧૭. નિમિત્ત – ઉપાદાન સબ જીવપે, રોકનારો કૌન; જાતે કર્યો નહિં મુક્તિમેં, બિન નિમિત્તકે હોન. ૧૮. અર્થ :–નિમિત્ત કહે છેઃ—ઉપાદાન તો બધા જીવોને છે, તો પછી તેમને રોકનાર કોણ છે? તેઓ મુક્તિમાં કેમ જતા નથી? નિમિત્ત નથી મળતું તેથી તેમ થાય છે. ૧૮. ઉપાદાન – ઉપાદાન સુ અનાદિકો, ઉલટ રહ્યો જગ માંહિં; સુલટત હી સૂધે ચલે, સિદ્ધલોકકો જાહિં. ૧૯. અર્થ :–ઉપાદાન કહે છે જગતમાં ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે સુલટું થતાં સીધું ચાલે છે અર્થાત્ સાચું જ્ઞાન અને ચારિત્ર થાય છે અને તેથી સિદ્ધલોકમાં તે જાય છે (મોક્ષ પામે છે.) ૧૯. નિમિત્ત – કહું અનાદિ બિન નિમિત્ત હી, ઉલટ રહ્યો ઉપયોગ; ઐસી બાત ન સંભવે, ઉપાદાન તુમ જોગ. ૨૦. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૭૦ ] [ સર્વસામાન્ય અર્થ :–નિમિત્ત કહે છેઃ—અનાદિથી નિમિત્ત વગર જ ઉપયોગ (જ્ઞાનનો વ્યાપાર) શું ઊલટો થઈ રહ્યો છે? હે ઉપાદાન! એવી તારી વાત વ્યાજબી સંભવતી નથી. ૨૦. ઉપાદાન – ઉપાદાન કહે રે નિમિત્ત, હમપે કહી ન જાય; ઐસે હી જિન કેવલી, દેખે ત્રિભુવનરાય. ૨૧. અર્થ :–ઉપાદાન કહે છે :–અરે નિમિત્ત! મારાથી કહી શકાય નહિ; જિન કેવળી ત્રિભુવનરાય એમ જ દેખે છે. નોંધ :–અહીં કહે છે કે –ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત સ્વયં હાજર હોય, પણ ઉપાદાનને તે કાંઈ કરી શકતું નથી એમ અનંત જ્ઞાનીઓ તેમના જ્ઞાનમાં દેખે છે. ૨૧. નિમિત્ત – જો દેખ્યો ભગવાનને, સો હી સાંચો આહિ; હમ તુમ સંગ અનાદિકે, બલી કહોગે કાહિ. ૨૨. અર્થ :– નિમિત્ત કહે છે :–ભગવાને જે દેખ્યું તે જ સાચું છે એ ખરું, પણ મારો અને તારો સંબંધ અનાદિનો છે, માટે આપણામાંથી બળવાન કોને કહેવો? (બન્ને સરખા છીએ એમ તો કહો). ૨૨. ઉપાદાન :– ઉપાદાન કહે વહ બલી, જાકો નાશ ન હોય; જો ઉપજત વિનશત રહૈ, બલી કહાંતે સોય. ૨૩. અર્થ :–ઉપાદાન કહે છે જેનો નાશ ન થાય તે બળવાન, જે ઊપજે અને વણસે તે બળવાન કેવી રીતે હોઈ શકે? (ન જ હોય). નોંધ –ઉપાદાન ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ પોતે છે, તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ છે, આવે ને જાય તેથી નાશરૂપ છે, તેથી ઉપાદાન જ બળવાન છે. ૨૩. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | L[ ૭૧ નિમિત્ત – ઉપાદાન તુમ જોર હો, તો ક્યાં લેત અહાર; પરનિમિત્તકે યોગસો, જીવત સબ સંસાર. ૨૪. અર્થ:–નિમિત્ત કહે છે :–હે ઉપાદાન! તારું જો જોર છે તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર નિમિત્તના યોગથી જીવે છે. ૨૪. ઉપાદાન – જો અહારજોગસો, જીવત હૈ જગ માંહિં; તો વાસી સંસારકે, મરતે કોઊ નહિં. ૨૫. અર્થ :–ઉપાદાન કહે છેઃ—જો આહારના જોગથી જગતના જીવો જીવતા હોય તો સંસારવાસી કોઈ જીવ મરત જ નહિ. ૨૫. નિમિત્ત – સૂર સોમ મણિ અગ્નિકે, નિમિત લખેં યે નૈન, અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દેન. ૨૬. અર્થ :–નિમિત્ત કહે છેઃ સૂર્ય, ચંદ્ર, મણિ કે અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે; ઉપાદાન જો દેખવાનું (કામ) આપતું હોય તો અંધકારમાં તે ક્યાં ગયું? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી?) ૨૬. ઉપાદાન – સૂર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાશ; નૈનશક્તિ બિન ના લખે, અંધકાર સમ ભાસ. ૨૭. અર્થ :–ઉપાદાન કહે છે :–જોકે સૂર્ય, ચંદ્ર, મણિ અને અગ્નિ અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તોપણ દેખવાની શક્તિ વિના દેખાય નહીં; બધું અંધકાર જેવું ભાસે છે. ૨૭. નિમિત્ત – કહૈ નિમિત્ત બે જીવ કો મો બિન જગકે માંહિ? સર્બ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૭૨ ] [ સર્વસામાન્ય અર્થ :–નિમિત્ત કહે છે :–મારા વિના જગતમાં જીવ કોણ માત્ર? બધા મારે વશ પડ્યા છે; મારા વિના મુક્તિ થતી નથી? ૨૮. ઉપાદાન – ઉપાદાન કહે રે નિમિત્ત! ઐસે બોલ ન બોલ; તોકો તજ નિજ ભજત હૈ, તેહી કરે કિલોલ. ર૯. અર્થ :–ઉપાદાન કહે છે :–અરે નિમિત્ત! એવાં વચનો ન બોલ. તારા ઉપરની દૃષ્ટિને તજી જે જીવ પોતાનું ભજન કરે છે તે જ કલ્લોલ (આનંદ) કરે છે. ૨૯. નિમિત્ત : કહૈ નિમિત્ત હમકો તજે, તે કેસે શિવ જાત? પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હું ક્રિયા વિખ્યાત. ૩૦. અર્થ –નિમિત્ત કહે છે :–અમને તજવાથી મોક્ષ કેવી રીતે જવાય? પાંચ મહાવ્રત પ્રગટ છે; વળી બીજી ક્રિયા પણ વિખ્યાત છે. (તેને લોકો મોક્ષનું કારણ માને છે). ૩૦. ઉપાદાન – પંચમહાવ્રત જોગત્રય, ઔર સકલ વ્યવહાર પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુંચે ભવપાર. ૩૧. અર્થ :–ઉપાદાન કહે છેઃ—પાંચ મહાવ્રત, મન, વચન અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે ભવપારને પહોંચી શકે છે. ૩૧. નિમિત્ત – કહે નિમિત્ત જગ મેં બડો, મોતે બડો ન કોય; તીન લોકકે નાથ સબ, મો પ્રસાદૌં હોય. ૩૨. અર્થ :–નિમિત્ત કહે છેઃ—જગમાં હું મોટો છું, મારાથી Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક 7 મોટો કોઈ નથી; બધા ત્રણ લોકના નાથ (તીર્થકરો) પણ મારી કૃપાથી થાય છે. નોંધ :–સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ્ઞાની જીવને શુભ વિકલ્પ આવતાં તીર્થંકરનામકર્મ બંધાય છે, તે દષ્ટાંત રજૂ કરી, પોતાનું બળવાનપણું “નિમિત્ત’ આગળ ધરે છે. ૩૨. ઉપાદાન – ઉપાદાન કહૈ તૂ કહા, ચહું ગતિમેં લે જાય; તો પ્રસાદર્તિ જીવ સબ, દુઃખી હોંહિ રે ભાય. ૩૩. અર્થ –ઉપાદાન કહે છે તું કોણ? તું તો જીવને ચારે ગતિમાં લઈ જાય છે. ભાઈ! તારી કૃપાથી સર્વે જીવો દુ:ખી જ થાય છે. નોંધ :–નિમિત્તાધીન દૃષ્ટિનું ફળ ચારે ગતિ એટલે સંસાર છે. નિમિત્ત પરાણે જીવને ચાર ગતિમાં લઈ જાય છે એમ સમજવું નહિ. ૩૩. નિમિત્ત – કહે નિમિત્ત જો દુઃખ સહે, સો તુમ હમહિ લગાય; સુખી કૌનોં હોત હૈ, તાકો દેહુ બતાય. ૩૪. અર્થ :–નિમિત્ત કહે છે: જીવ દુઃખ સહન કરે છે તેનો દોષ તું અમારા ઉપર લગાવે છે, તો જીવ સુખી શાથી થાય છે તે બતાવી દે? ૩૪. ઉપાદાન – જો સુખકો તૂ સુખ કહૈ, સો સુખ તો સુખ નાહિં, યે સુખ, દુખકે મૂલ હૈ, સુખ અવિનાશી માહિ. ૩પ. અર્થ :–ઉપાદાન કહે છેઃ—જે સુખને તું સુખ કહે છે તે સુખ જ નથી; એ સુખ તો દુ:ખનું મૂળ છે, આત્માના અંતરમાં અવિનાશી સુખ છે. ૩૫. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ [ સર્વસામાન્ય ૭૪ ] નિમિત્ત ઃ— અવિનાશી ઘટ ઘટ બસે, સુખ ક્યોં વિલસત નાંહિ? શુભ નિમિત્તકે યોગ બિન, પરે પરે વિલલાહિં. ૩૬. અર્થ :—નિમિત્ત કહે છેઃ—અવિનાશી (સુખ) તો ઘટ ઘટ (દરેક જીવ)માં વસે છે, તો જીવોને સુખનો વિલાસ (ભોગવટો) કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર જીવ ક્ષણેક્ષણે દુ:ખી થઈ રહ્યો છે. ૩૬. ઉપાદાનઃ— શુભ નિમિત્તે ઇહ જીવકો, મિલ્યો કઈ ભવસાર; પૈ ઇક સમ્યક્ દર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭. અર્થ :—ઉપાદાન કહે છેઃ—શુભ નિમિત્ત આ જીવને ઘણા ભવોમાં મળ્યું; પણ એક સમ્યગ્દર્શન વિના આ જીવ ગમારપણે (અજ્ઞાનભાવે) ભટક્યા કરે છે. ૩૭. નિમિત્ત ઃ -- સમ્યક્ દર્શ ભયે કહા ત્વરિત મુક્તિમેં જાહિં; આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવકો પહુંચાહિં. ૩૮. અર્થ :—નિમિત્ત કહે છે :—સમ્યગ્દર્શન થયે શું થયું? શું તેથી તુરત જ મુક્તિમાં જવાય છે? આગળ પણ ધ્યાન નિમિત્ત છે; તે શિવ (મોક્ષ) પદમાં પહોંચાડે છે. ૩૮. ઉપાદાન — છોર ધ્યાનકી ધારના, મોર યોગકી રીતિ; તોર કર્મકે જાલકો, જોર લઈ શિવપ્રીતિ. ૩૯. અર્થ :—ઉપાદાન કહે છે—ધ્યાનની ધારણા છોડીને, યોગની રીતને સમેટી લઈને, કર્મની જાળને તોડી, પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ જીવ કરે છે. ૩૯. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૭૫ નિમિત્તનો પરાજય – તબ નિમિત્ત હાર્યો તહાં, અબ નહિં જોર બસાય; ઉપાદાન શિવલોકમેં, પહુંચ્યો કર્મ ખપાય. ૪૦. અર્થ :–ત્યારે નિમિત્ત ત્યાં હાર્યું; હવે તે કાંઈ જોર કરતું નથી. ઉપાદાન કર્મનો ક્ષય કરી શિવલોકમાં (સિદ્ધપદમાં) પહોંચ્યું. ૪૦. ઉપદાનની જીત :– ઉપાદાન જીત્યો તહાં, નિજબલ કર પરકાસ; સુખ અનંત ધ્રુવ ભોગવે, અંત ન બન્યો તાસ. ૪૧. અર્થ:—આ રીતે પોતાના બળનો પ્રકાશ કરીને ઉપાદાન જીત્યું. (તે ઉપાદાન હવે) અનંત ધ્રુવ સુખને ભોગવે છે કે જેનો અંત આવતો નથી. ૪૧. તત્ત્વસ્વરૂપ – ઉપાદાન અરુ નિમિત્ત યે, સબ જીવનપે વીર; જો નિશક્તિ સંભારહીં, સો પહુંચે ભવતીર. ૪૨. અર્થ :–ઉપાદાન અને નિમિત્ત એ બધા જીવોને હોય છે, પણ જે વીર છે તે નિજશક્તિને સંભાળી લે છે અને ભવનો પાર પામે છે. ૪૨. આત્માનો મહિમા – ભૈયા મહિમા બ્રહ્મકી, કૈસે વરની જાય; વચન-અગોચર વસ્તુ હૈ, કડિવો વચન બનાય. ૪૩. અર્થ –ભૈયા (ભગવતીદાસ) કહે છેઃ બ્રહ્મનો (આત્માનો) મહિમા કેમ વર્ણવ્યો જાય? તે વસ્તુ વચનથી અગોચર છે—કયાં વચનો વડે બતાવાય? ૪૩. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૭૬ ] [ સર્વસામાન્ય સરસ સંવાદ – ઉપાદાન અરુ નિમિત્તકો, સરસ બન્યો સંવાદ; સમદૃષ્ટિકો સુગમ હૈ, મૂરખકો બકવાદ. ૪૪. અર્થ :–ઉપાદાન અને નિમિત્તનો આ સુંદર સંવાદ બન્યો છે; સમ્યગ્દષ્ટિને તે સહેલો છે, મૂર્ખને બકવાદરૂપ લાગશે. ૪૪. આત્માના ગુણોને ઓળખે તે આ સ્વરૂપ જાણે. જો જાનૈ ગુણ બ્રહ્મકે, સો જાનૈ યહ ભેદ; સાખ જિનાગમસોં મિલે, તો મત કીજ્યો ખેદ. ૪પ. અર્થ :–આત્માના ગુણોને જે જાણે તે આનો મર્મ જાણે; સાક્ષી જિનાગમથી મળે છે. માટે ખેદ (સંદેહ) કરવો નહિ. ૪૫. આગ્રામાં સંવાદ રચ્યો – નગર આગરો અગ્ર છે, જેની જનકો વાસ; તિહં થાનક રચના કરી, “ઐયા” સ્વમતિપ્રકાસ. ૪૬. અર્થ : આગરા શહેર જૈની જનોના વાસ માટે અગ્ર છે. તે ક્ષેત્રે આ રચના (ભગવતીદાસ) ભૈયાએ પોતાના જ્ઞાન અનુસાર કરી છે અથવા પોતાના જ્ઞાનના પ્રકાશ માટે કરી છે. ૪૬. રચનાકાલ – સંવત વિક્રમ ભૂપકો, સત્રહસે પંચાસ; ફાલ્ગન પહિલે પક્ષમેં, દશ દિશા પરકાશ. ૪૭. અર્થ :—વિક્રમ રાજાના સંવત ૧૭૫૦ ના ફાગણના પ્રથમ પક્ષમાં દશે દિશામાં આનો પ્રકાશ થયો. ૪૭. ઇતિ ઉપાદાન–નિમિત્ત સંવાદ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ [ ૭૭ પ્રતિક્રમણ-આવશ્યક ] શ્રી સદ્ગુરુદેવ-ઉપકારદર્શન અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. / / પ્રણિપાત-સ્તુતિ એ જ દ. હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું, આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માંગુ છું તે સફળ થાઓ. 3ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૭૮ ] ( [ સર્વસામાન્ય ગુરુદેવ પ્રત્યે ક્ષમાપના-સ્તુતિ [ઉત્તમ ક્ષમાવાણી_પર્વ : ભાદરવા વદ ૧] ગુરુદેવ! તારાં ચરણમાં ફરી ફરી કરું હું વંદના, સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં. ૧. કરીને કૃપાદૃષ્ટિ, પ્રભુ! નિત રાખજો તુમ ચરણમાં, રે! ધન્ય છે એ જીવન જે વીતે શીતળ તુજ છાંયમાં. ૨. ગુરુદેવ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા, કરજો ક્ષમા અમ બાળને, એ દીનભાવે યાચના. ૩. મન-વચન-કાય થકી થયા જાણ્યે-અજાણ્યે દોષ જે, કરજો ક્ષમા સૌ દોષની, હે નાથ! વિનવું આપને. ૪. તારી ચરણસેવા થકી સૌ દોષ સહેજે જાય છે, ક્રોધાદિ ભાવ દૂર થઈ ભાવો ક્ષમાદિક થાય છે. પ. ગુરુવર! નમું હું આપને, અમ જીવનના આધારને, વૈરાગ્યપૂરિત જ્ઞાન-અમૃત સીંચનારા ૮ મેઘને. ૬. મિથ્યાત્વભાવે મૂઢ થઈ નિજતત્ત્વ નહિ જાણ્યું અરે! આપી ક્ષમા એ દોષની આ પરિભ્રમણ ટાળો હવે. ૭. સમ્યકત્વ-આદિક ધર્મ પામું, તુજ ચરણ-આશ્રય વડે; જય જય થજો પ્રભુ! આપનો, સૌ ભક્ત શાસનના ચહે. ૮. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૭૯ તાત્વિક સુવાક્યો સંસળમૂનો ઘો. ધર્મનું મૂળ દર્શન છે. સમયસાર જિનરાજ હૈ, સ્યાદ્વાદ જિન-વૈન. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. સ્વરૂપસ્થિત સગુરુદેવનો પ્રભાવના-ઉદય જગતનું કલ્યાણ કરો, જયવંત વર્તો. આત્મા પોતાપણે છે અને પરપણે નથી એવી જે દષ્ટિ તે જ ખરી અનેકાંતદષ્ટિ છે. વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો; અબ કયો ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસં. દુર્લભ મનુષ્યપણું પામીને જે વિષયોમાં રમે છે તે રાખને માટે રત્નને બાળે છે. મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવલ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવ્યું એ છે. જ્ઞાનથી જ રાગ-દ્વેષ નિર્મૂળ થાય. જ્ઞાનનું મુખ્ય સાધન વિચાર છે. વિચારદશાનું મુખ્ય સાધન સપુરુષનાં વચનનું યથાર્થ ગ્રહણ છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી દુર્લભ છે, નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી થઈ જાય છે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૮૦ ] [ સર્વસામાન્ય શુદ્ધ ઉપયોગ એ ધર્મ; ભાવે ભવનો અભાવ. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ; ભૂલ એ મિથ્યાત્વ, શોકને સંભારવો નહીં આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. અહો! શ્રી સત્પરુષ! અહો! તેમનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! વારંવાર અહો! અહો !! જૈન જયતિ શાસન અનાદિનિધનમ્. ચૈતન્યપદાર્થની ક્રિયા ચૈતન્યમાં હોય, જડમાં ન હોય. નિરંજન જ્ઞાનમયી પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે. શિવમય, અનુપમ–જ્ઞાનમય શુદ્ધાત્મસ્વરૂપ ઉપાદેય છે. શુદ્ધાત્મદ્રવ્યની પ્રાપ્તિના ઉપાદાનરૂપ નિર્વિકલ્પ સમાધિ ઉપાદેય છે. કેવળજ્ઞાનાદિ ગુણરૂપ જે શુદ્ધાત્મસ્વરૂપ છે તે આરાધવા યોગ્ય છે. ચિદાનંદ ચિતૂપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ જ સત્ય છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ INTRODUCTION SARVASAMANYA PRATIKRAMAN AAVASHYAK AAVRUTTI ANUKRAMANIKA SOOCHANA 3o सहन विहान छ મિદાન દર 235co 6 Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ PRATHAM PRATIKRAMAN 12 HERE.......... SARVASAMANYAPRATIKRAMAN AAVASHYAK .. NISHCHAYA-PRATIKRAMANANI VYAKHYA ........ VYAVAHAR PRATIKRAMANANI VYAKHYA .... PRATIKRAMANANA CHHA VIBHAG PATH-1 : MANGALACHARAN.. PATH-2:VANDANA ......... PATH-3: SAMAYIKANU SWAROOP ... PATH-4: TIRTHANKAR BHAGAVANANI SACHI STUTINU SWAROOP ............................................... PATH-5: CHHA PADNO PATH (KARYOTSARGA). PATH-6: SHREE SADGURU-VANDAN .... PATH-7: SAMKITANU SACHU SWAROOP (JEEV-AJEEVNU SWAROOP). PUNYA ANE PAPANU SWAROOP AASRAVANU SWAROOP SANVARANU SWAROOP NIRJARANU SWAROOP .... BANDHANU SWAROOP MOKSHANU SWAROOP SARVAVISHUDDHAGYANANU SWAROOP ... PATH-8: SAMYAG GYANAMA LAGELA DOSHANU PRATIKRAMAN. PATH-9: BAR PRAKARANA VRATANU SWAROOP. PATH-10: SANLEKHANANU SWAROOP ...... PATH-11: MITHYATVANU SWAROOP ......... PATH-12: CHAR MANGAL ....... PATH-13: KSHAMAPANA (KHAMANA)... PATH-14: KSHAMAPANA CHALU PATAH-15 LOGASSA SOOTRA....... PATH-16 PRATYAKHYAN ......... PATH-17 NAMOTTHUNAM ...... SWADHYAYA E PARAM TAP CHHE Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ BIJU PRATIKRAMAN BIJU PRATIKRAMAN DEV-GURU-DHARM MANGAL DIVYADHVANEE NAMSKAR BRAHMACHARYA MAHIMA SARVAGYANU SWAROOP SAMAYASARAJEENEE STUTI SHREE AATMASIDDHISHASTRANA KETALAK PADO SAMAYIK PATH SHRAVAK KARTVAYA. MICHCHHAMI DUKKADAM PARAMPAD PRAPTINI BHAVANA PRATYAKHYAN JEENAJEENEE VANEE ANTIM MANGAL UPADAN-NIMITTANA DOHA UPADAN-NIMITTANO SANVAD SHREE SADGURUDEV-UPAKARA DARSHAN PRANIPAT-STUTI GURUDEV PRATYE KSHAMAPANA-STUTI TATTVIKA SUVAKYA सहन 57 57 57 g⌘gཐཐཐག 57 58 58 59 62 $885688888 64 64 67 67 69 71 83 83 84 મિદાન દર Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ દાન દમ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250 Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - 364250 દાન દમ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250