________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
|[૬૯ અર્થ –નિમિત્ત કહે છેઃ—એ વાત તો પ્રસિદ્ધ છે કે નરદેહના નિમિત્ત વિના જીવ મુક્તિ પામતો નથી. તેથી તે ઉપાદાન! તું આ બાબતનો અંતરમાં વિચાર કરી જો. ૧૬. ઉપાદાન –
દેહ પીંજરા જીવકો, રોકે શિવપુર જાત; ઉપાદાનકી શક્તિસો, મુક્તિ હોત રે ભ્રાત! ૧૭.
અર્થ : ઉપાદાન નિમિત્તને કહે છે:–અરે ભાઈ! દેહનું પીંજરું તો જીવને મોક્ષ જતાં રોકે છે, પણ ઉપાદાનની શક્તિથી મોક્ષ થાય છે.
નોંધ :–અહીં દેહનું પીંજરું જીવને મોક્ષ જતાં રોકે છે એમ કહ્યું છે તે વ્યવહારકથન છે. જીવ શરીર ઉપર લક્ષ કરી, તેમાં મારાપણાની પક્કડ કરી, પોતે વિકારમાં રોકાય છે, ત્યારે શરીરનું પીંજરું જીવને રોકે છે એમ ઉપચારથી કહેવાય છે. ૧૭. નિમિત્ત –
ઉપાદાન સબ જીવપે, રોકનારો કૌન; જાતે કર્યો નહિં મુક્તિમેં, બિન નિમિત્તકે હોન. ૧૮.
અર્થ :–નિમિત્ત કહે છેઃ—ઉપાદાન તો બધા જીવોને છે, તો પછી તેમને રોકનાર કોણ છે? તેઓ મુક્તિમાં કેમ જતા નથી? નિમિત્ત નથી મળતું તેથી તેમ થાય છે. ૧૮. ઉપાદાન –
ઉપાદાન સુ અનાદિકો, ઉલટ રહ્યો જગ માંહિં; સુલટત હી સૂધે ચલે, સિદ્ધલોકકો જાહિં. ૧૯.
અર્થ :–ઉપાદાન કહે છે જગતમાં ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે સુલટું થતાં સીધું ચાલે છે અર્થાત્ સાચું જ્ઞાન અને ચારિત્ર થાય છે અને તેથી સિદ્ધલોકમાં તે જાય છે (મોક્ષ પામે છે.) ૧૯. નિમિત્ત –
કહું અનાદિ બિન નિમિત્ત હી, ઉલટ રહ્યો ઉપયોગ;
ઐસી બાત ન સંભવે, ઉપાદાન તુમ જોગ. ૨૦. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250