________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૬૮]
[ સર્વસામાન્ય નિમિત્ત –
હિંસાદિક પાપન કિયે, જીવ નર્કમેં જાહિ; જો નિમિત્ત નહિં કામકો, તો ઇમ કાહે કહાહિં. ૧૨.
અર્થ –નિમિત્ત કહે છે જે હિંસાદિક પાપો કરે છે તે નર્કમાં જાય છે. જો નિમિત્ત કામનું ન હોય તો એમ શા માટે કહ્યું? ૧૨. ઉપાદાન –
હિંસામે ઉપયોગ જિતું, રહે બ્રહ્મકે રાચ; તેઈ નર્કમેં જાત હૈ, મુનિ નહિં જાહિં કદાચ. ૧૩.
અર્થ :–હિંસામાં જેનો ઉપયોગ (ચૈતન્યના પરિણામ) હોય અને જે આત્મા તેમાં રાચી રહે તે જ નર્કમાં જાય છે, (ભાવ) મુનિ કદાપિ નર્કમાં જતા નથી. ૧૩. ) નિમિત્ત –
દયા દાન પૂજા કિયે, જીવ સુખી જગ હોય; જો નિમિત્ત ઝૂઠો કહો, યહ ક્યો માને લોય. ૧૪.
અર્થ :–નિમિત્ત કહે છેઃ–દયા, દાન, પૂજા કરે તો જીવ જગતમાં સુખી થાય છે. જો નિમિત્ત, તમે કહો છો તેમ, જૂઠું હોય તો લોકો એમ કેમ માને? ૧૪. ઉપાદાન –
દયા દાન પૂજા ભલી, જગત માંહિ સુખકાર; તહં અનુભવકો આચરન, તહં યહ બંધ વિચાર. ૧૫.
અર્થ :–ઉપાદાન કહે છેઃ–દયા, દાન, પૂજા, વગેરે શુભભાવ ભલે જગતમાં બાહ્ય સગવડ આપે, પણ અનુભવના આચરણનો વિચાર કરતાં, એ બધા બંધ છે (ધર્મ નથી). ૧૫. નિમિત્ત –
યહ તો બાત પ્રસિદ્ધ હૈ, સોચ દેખ ઉર માંહિ; નરદેહી કે નિમિત્ત બિન, જિય ક્યો મુક્તિ ન જાહિં. ૧૬.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250