________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
[ ૬૭ નિમિત્ત –
દેવ જિનેશ્વર, ગુરુ યતી, અરુ જિન-આગમ સાર; ઇતિ નિમિત્તતે જીવ સબ, પાવત હૈ ભવપાર. ૮.
અર્થ :–નિમિત્ત કહે છે:–જિનેશ્વર દેવ, નિગ્રંથ ગુરુ અને વીતરાગનાં આગમ ઉત્કૃષ્ટ છે; એ નિમિત્તો વડે બધા જીવો ભવનો પાર પામે છે. ૮. ઉપાદાન –
યહ નિમિત્ત ઇસ જીવકો, મિલ્યો અનંતી બાર; ઉપાદાન પલટ્યો નહીં, તૌ ભટક્યો સંસાર. ૯.
અર્થ :–ઉપાદાન કહે છેઃ—એ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યા, પણ ઉપાદાન (જીવ પોતે) પલટ્યું નહિ તેથી તે સંસારમાં ભટક્યો. ૯. નિમિત્ત –
કે કેવલિ કે સાધુકે, નિકટ ભવ્ય જ હોય; સો લાયક સમ્યફ લહે, યહ નિમિત્તબલ જોય. ૧૦.
અર્થ –નિમિત્ત કહે છે:–જો કેવલી ભગવાન અથવા શ્રુતકેવલી મુનિ પાસે ભવ્ય જીવ હોય તો ક્ષાયિક સમ્યત્વ પ્રગટે છે એ નિમિત્તનું બળ જુઓ! ૧૦. ઉપાદાન –
કેવલિ અરુ મુનિરાજકે, પાસ રહેં બહુ લોય; પૈ જાકો સુલટ્યો ધની, ક્ષાયક તાકો હોય. ૧૧.
અર્થ –ઉપાદાન કહે છે –કેવળી અને શ્રુતકેવળી મુનિરાજ પાસે ઘણા લોકો રહે છે, પણ જેનો ધણી (આત્મા) સવળો થાય તેને જ ક્ષાયિક (સમ્યક્ત્વ) થાય છે. ૧૧.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250