________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૬૬ ]
( [ સર્વસામાન્ય અર્થ –ઉપાદાન પોતાની શક્તિ છે, તે જીવનો મૂળ સ્વભાવ છે; અને પરસંયોગ નિમિત્ત છે. તેમનો સંબંધ અનાદિથી બની રહ્યો છે. ૩. નિમિત્ત :
નિમિત્ત કહે મોક સબ, જાનત હૈ જગલોક તેરો નૉવ ન જાનહીં, ઉપાદાન કો હોય. ૪.
અર્થ :–નિમિત્ત કહે છે જગતના સર્વ લોકો મને જાણે છે; ઉપાદાન શું છે તેનું નામ પણ જાણતા નથી. ૪. ઉપાદાન –
ઉપાદાન કહે રે નિમિત્ત, તૂ કહા કરે ગુમાન; મોકો જાને જીવ વે, જો હૈ સમ્યફવાન. પ.
અર્થ :–ઉપાદાન કહે છે:–અરે નિમિત્ત! તું અભિમાન શા માટે કરે છે? જે જીવ સમ્યજ્ઞાની (આત્માના સાચા જ્ઞાની) છે તે મને જાણે છે. ૫. નિમિત્ત :
કહૈ જીવ સબ જગતકે, જો નિમિત્ત સોઈ હોય; ઉપાદાનકી બાતકો, પૂછે નહિ કોય. ૬.
અર્થ –નિમિત્ત કહે છે:–જગતના સર્વ જીવો કહે છે કે જો નિમિત્ત હોય તો (કાય) થાય, ઉપાદાનની વાતનું કોઈ કાંઈ પૂછતું નથી. ૬. ઉપાદાન :–
ઉપાદાન બિન નિમિત્ત તૂ, કર ન સકે ઇક કાજ; કહા ભયો જગ ના લખે, જાનત હૈ જિનરાજ. ૭.
અર્થ :–ઉપાદાન કહે છેઃ—અરે નિમિત્ત! એક પણ કાર્ય ઉપાદાન વિના થઈ શકતું નથી. જગત ન જાણે તેથી શું થયું? જિનરાજ તે જાણે છે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250