________________
શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૨૮ ]
[ સર્વસામાન્ય સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદૃષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.
અર્થ :–જે ચેતયિતા બધા ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે જુગુપ્સા (ગ્લાનિ) કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત) સમ્યગ્દષ્ટિ જાણવો.
जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु ।
सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्बो ॥२३२॥ સમૂઢ નહિ જે સર્વ ભાવે,-સત્યદૃષ્ટિ ધારતો, તે મૂઢદૃષ્ટિરહિત સમક્તિદૃષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
અર્થ –જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂઢ છે યથાર્થ દૃષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો.
जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं । सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३॥ જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૃહનકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૩.
અર્થ : જે (ચેતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત રાગાદિ પરભાવોમાં જોડતો નથી) તે ઉપગૂહનકારી સમ્યગ્દષ્ટિ જાણવો.
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा ।
सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४॥ ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદેષ્ટિ જાણવો. ૨૩૪.
અર્થ –જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250