________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૪ ]
[ સર્વસામાન્ય અર્થ –જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
जस्स सण्णिहिदो अप्पा संजमे णियमे तवे । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२७॥ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.
અર્થ :–સંયમ પાળતાં, નિયમ કરતાં તથા તપ ધરતાં એક આત્મા જ જેને સમીપ વર્તે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
जस्स रागो दु दोसो दु विगडिं ण जणेइ दु । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२८॥ નહિ રાગ અથવા શ્રેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૮.
અર્થ –જેને રાગ-દ્વેષ વિકાર પેદા થતો નથી, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
जो दु अ च रुदं च झाणं वजेदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२६॥ જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બંને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૯.
અર્થ –જે નિત્ય આર્ત અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250