________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
जो दु पुण्णं च पावं च भावं वजेदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१३०॥ જે નિત્ય વર્ષે પુણ્ય તેમ જ પાપ બને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૩૦.
અર્થ :–જે કોઈ નિત્ય પુષ્ય અને પાપભાવોને ત્યાગે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
जो दु हस्सं रई सोगं अरतिं वजेदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३१॥ जो दुगंछा भयं वेदं सव्वं वजेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३२॥ જે નિત્ય વર્ષે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને, તે સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨.
અર્થ –જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય, ત્રણ પ્રકારના વેદ એમ સર્વે નોકષાયને નિત્ય દૂર રાખે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું
जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिचसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥ १३३॥ જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૩૩.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250