________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
[[ ૧૩ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ સમ્યકત્વ છે.
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं ।
अविसेसमसुंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
અર્થ –જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત–એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય! તું શુદ્ધનય જાણ.
जो पस्सदि अप्पाणं अबद्धपुटुं अणण्णमविसेसं । अपदेससन्तमझं पस्सदि जिणसासणं सव्वं ॥१५॥ અબદ્ધષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
અર્થ : જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે,–કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
सव्वे भावे जम्हा पञ्चक्खाई परे त्ति णादूणं । तम्हा पञ्चक्खाणं गाणं णियमा मुणेदव्वं ॥३४॥ સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
અર્થ :–જેથી “પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે' એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250