________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૧૨ ]
[ સર્વસામાન્ય પાઠ ૭ મો (૧) સમકિતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય બે તત્ત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ.
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण । पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ॥२॥ જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨.
અર્થ –હે ભવ્ય! જે જીવ દર્શન–જ્ઞાન–ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ; અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ.
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ । भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो ॥११॥ વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.
અર્થ :–વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च ।
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. અર્થ :–ભૂતાર્થ નયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250