________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ૧. અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું, એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ! તે સત્વર ટળો. ૨. સુખ–દુ:ખમાં, અરિમિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં; મમ સર્વકાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ. ૩. પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુઃખ દઈ, મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ વિનવું આપને. પ. *મન મારું દોષિત થાય તો હું દોષ અતિક્રમ જાણતો, દોષિત થતું આચારમાં તો દોષ વ્યતિક્રમ માનતો; વિષયો તણી પ્રવૃત્તિમાં હું અતિચારી ધારતો, વિષયો તણી આસક્તિમાં હું અનાચારી સમજતો. ૯. મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. ૧૦.
* અર્થ :–મનની શુદ્ધિમાં ક્ષતિ થવી, મનમાં વિકારભાવ ઉત્પન્ન થવો તે અતિક્રમ છે; શીલવ્રતનું અર્થાત્ વ્રતમય પ્રતિજ્ઞાનું ઉલ્લંધન કરવાનો ભાવ થવો તે વ્યતિક્રમ છે; વિષયોમાં વર્તવું તે અતિચાર છે; અને તે વિષયોમાં અતિશય આસક્ત થઈ જવું તે અનાચાર છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250