________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૫૬ ]
( [ સર્વસામાન્ય કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ ૧૧૭. મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯. જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩). સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨.
પાઠ ૭ મો શ્રી અમિતગતિ–આચાર્ય વિરચિત સામાયિક પાઠનાં કેટલાંક અવતરણો
(હરિગીત છંદ) સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; + सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेसु जीवेसु कृपापरत्वम् ।
माध्यस्थभावं विपरीतवृत्ती, सदा ममात्मा विदधातु देव ।। १ ।। Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250