________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
[ ૭૭
પ્રતિક્રમણ-આવશ્યક ]
શ્રી સદ્ગુરુદેવ-ઉપકારદર્શન અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
/ / પ્રણિપાત-સ્તુતિ એ જ દ.
હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું, આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માંગુ છું તે સફળ થાઓ.
3ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250