________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૭૬ ]
[ સર્વસામાન્ય સરસ સંવાદ –
ઉપાદાન અરુ નિમિત્તકો, સરસ બન્યો સંવાદ; સમદૃષ્ટિકો સુગમ હૈ, મૂરખકો બકવાદ. ૪૪.
અર્થ :–ઉપાદાન અને નિમિત્તનો આ સુંદર સંવાદ બન્યો છે; સમ્યગ્દષ્ટિને તે સહેલો છે, મૂર્ખને બકવાદરૂપ લાગશે. ૪૪. આત્માના ગુણોને ઓળખે તે આ સ્વરૂપ જાણે.
જો જાનૈ ગુણ બ્રહ્મકે, સો જાનૈ યહ ભેદ; સાખ જિનાગમસોં મિલે, તો મત કીજ્યો ખેદ. ૪પ.
અર્થ :–આત્માના ગુણોને જે જાણે તે આનો મર્મ જાણે; સાક્ષી જિનાગમથી મળે છે. માટે ખેદ (સંદેહ) કરવો નહિ. ૪૫. આગ્રામાં સંવાદ રચ્યો –
નગર આગરો અગ્ર છે, જેની જનકો વાસ; તિહં થાનક રચના કરી, “ઐયા” સ્વમતિપ્રકાસ. ૪૬.
અર્થ : આગરા શહેર જૈની જનોના વાસ માટે અગ્ર છે. તે ક્ષેત્રે આ રચના (ભગવતીદાસ) ભૈયાએ પોતાના જ્ઞાન અનુસાર કરી છે અથવા પોતાના જ્ઞાનના પ્રકાશ માટે કરી છે. ૪૬. રચનાકાલ –
સંવત વિક્રમ ભૂપકો, સત્રહસે પંચાસ; ફાલ્ગન પહિલે પક્ષમેં, દશ દિશા પરકાશ. ૪૭.
અર્થ :—વિક્રમ રાજાના સંવત ૧૭૫૦ ના ફાગણના પ્રથમ પક્ષમાં દશે દિશામાં આનો પ્રકાશ થયો. ૪૭.
ઇતિ ઉપાદાન–નિમિત્ત સંવાદ
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250