________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
L[ ૪૫
પ્રતિક્રમણ-આવશ્યક ) હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું, એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
પાઠ ૧૪ મો
ક્ષમાપના *ચાલુ. શ્રી સીમંધરસ્વામી, શ્રી યુગમંધરસ્વામી, શ્રી બાબુસ્વામી, શ્રી સુબાહુસ્વામી, શ્રી સંજાતકસ્વામી, શ્રી સ્વયંપ્રભસ્વામી, શ્રી વૃષભાનનસ્વામી, શ્રી અનંતવીર્યસ્વામી, શ્રી સુપ્રભસ્વામી, શ્રી વિશાલકીર્તિસ્વામી, શ્રી વજધરસ્વામી, શ્રી ચંદ્રાનનસ્વામી, શ્રી ચંદ્રબાહુસ્વામી, શ્રી ભુજંગમસ્વામી, શ્રી ઇશ્વરસ્વામી, શ્રી નેમપ્રભસ્વામી, શ્રી વીરસેનસ્વામી, શ્રી મહાભદ્રસ્વામી, શ્રી દેવયશસ્વામી અને શ્રી અજિતવીર્યસ્વામી—એ નામના ધારક, પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ બિરાજમાન છે તેમને મારા નમસ્કાર
તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત, શ્રી સિદ્ધભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાયમહારાજ તથા શ્રી નિગ્રંથ મુનિરાજ ને અજિકા પ્રત્યે તથા શ્રાવક–શ્રાવિકા પ્રત્યે, કોઈ પણ જાતના અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે ખમાવું છું.
* શ્રી મોક્ષમાર્ગપ્રકાશક વગેરેના આધારે Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250