________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[ ૧૭ તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે.
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दवे ।
सो अण्णमसंकेतो कह तं परिणामए दबं ॥१०३॥ જે દ્રવ્ય જે ગુણ–દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણાવે દ્રવ્યને? ૧૦૩.
અર્થ :–જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી તે (વસ્તુ), અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે?
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स ।
णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬.
અર્થ :–આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે.
णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स सब्बे भावा हु णाणमया ॥ १२८॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो ।
जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२६॥ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250