________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૧૮ ]
(
[ સર્વસામાન્ય
અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.
અર્થ –કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને, કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે.
कणयमया भावादो जायंते कुंडलादओ भावा । अयमयया भावादो जह जायंते दु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायंते । गाणिस्स दु णाणमया सब्बे भावा तहा होति ॥ १३१॥ જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧.
અર્થ :-જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડાં વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) સર્વ જ્ઞાનમય ભાવો થાય છે.
(3) પુણ્ય અને પાપનું સ્વરૂપ कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५॥
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250