________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૭૨ ]
[ સર્વસામાન્ય અર્થ :–નિમિત્ત કહે છે :–મારા વિના જગતમાં જીવ કોણ માત્ર? બધા મારે વશ પડ્યા છે; મારા વિના મુક્તિ થતી નથી? ૨૮. ઉપાદાન –
ઉપાદાન કહે રે નિમિત્ત! ઐસે બોલ ન બોલ; તોકો તજ નિજ ભજત હૈ, તેહી કરે કિલોલ. ર૯.
અર્થ :–ઉપાદાન કહે છે :–અરે નિમિત્ત! એવાં વચનો ન બોલ. તારા ઉપરની દૃષ્ટિને તજી જે જીવ પોતાનું ભજન કરે છે તે જ કલ્લોલ (આનંદ) કરે છે. ૨૯. નિમિત્ત :
કહૈ નિમિત્ત હમકો તજે, તે કેસે શિવ જાત? પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હું ક્રિયા વિખ્યાત. ૩૦.
અર્થ –નિમિત્ત કહે છે :–અમને તજવાથી મોક્ષ કેવી રીતે જવાય? પાંચ મહાવ્રત પ્રગટ છે; વળી બીજી ક્રિયા પણ વિખ્યાત છે. (તેને લોકો મોક્ષનું કારણ માને છે). ૩૦. ઉપાદાન –
પંચમહાવ્રત જોગત્રય, ઔર સકલ વ્યવહાર પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુંચે ભવપાર. ૩૧.
અર્થ :–ઉપાદાન કહે છેઃ—પાંચ મહાવ્રત, મન, વચન અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે ભવપારને પહોંચી શકે છે. ૩૧. નિમિત્ત –
કહે નિમિત્ત જગ મેં બડો, મોતે બડો ન કોય; તીન લોકકે નાથ સબ, મો પ્રસાદૌં હોય. ૩૨. અર્થ :–નિમિત્ત કહે છેઃ—જગમાં હું મોટો છું, મારાથી
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250