________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
L[ ૭૧ નિમિત્ત –
ઉપાદાન તુમ જોર હો, તો ક્યાં લેત અહાર; પરનિમિત્તકે યોગસો, જીવત સબ સંસાર. ૨૪.
અર્થ:–નિમિત્ત કહે છે :–હે ઉપાદાન! તારું જો જોર છે તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર નિમિત્તના યોગથી જીવે છે. ૨૪. ઉપાદાન –
જો અહારજોગસો, જીવત હૈ જગ માંહિં; તો વાસી સંસારકે, મરતે કોઊ નહિં. ૨૫.
અર્થ :–ઉપાદાન કહે છેઃ—જો આહારના જોગથી જગતના જીવો જીવતા હોય તો સંસારવાસી કોઈ જીવ મરત જ નહિ. ૨૫. નિમિત્ત –
સૂર સોમ મણિ અગ્નિકે, નિમિત લખેં યે નૈન, અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દેન. ૨૬.
અર્થ :–નિમિત્ત કહે છેઃ સૂર્ય, ચંદ્ર, મણિ કે અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે; ઉપાદાન જો દેખવાનું (કામ) આપતું હોય તો અંધકારમાં તે ક્યાં ગયું? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી?) ૨૬. ઉપાદાન –
સૂર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાશ; નૈનશક્તિ બિન ના લખે, અંધકાર સમ ભાસ. ૨૭.
અર્થ :–ઉપાદાન કહે છે :–જોકે સૂર્ય, ચંદ્ર, મણિ અને અગ્નિ અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તોપણ દેખવાની શક્તિ વિના દેખાય નહીં; બધું અંધકાર જેવું ભાસે છે. ૨૭. નિમિત્ત –
કહૈ નિમિત્ત બે જીવ કો મો બિન જગકે માંહિ? સર્બ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250