________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૮૦ ]
[ સર્વસામાન્ય શુદ્ધ ઉપયોગ એ ધર્મ; ભાવે ભવનો અભાવ. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ; ભૂલ એ મિથ્યાત્વ, શોકને સંભારવો નહીં આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. અહો! શ્રી સત્પરુષ! અહો! તેમનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! વારંવાર અહો! અહો !! જૈન જયતિ શાસન અનાદિનિધનમ્. ચૈતન્યપદાર્થની ક્રિયા ચૈતન્યમાં હોય, જડમાં ન હોય. નિરંજન જ્ઞાનમયી પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે. શિવમય, અનુપમ–જ્ઞાનમય શુદ્ધાત્મસ્વરૂપ ઉપાદેય છે. શુદ્ધાત્મદ્રવ્યની પ્રાપ્તિના ઉપાદાનરૂપ નિર્વિકલ્પ સમાધિ ઉપાદેય છે. કેવળજ્ઞાનાદિ ગુણરૂપ જે શુદ્ધાત્મસ્વરૂપ છે તે આરાધવા યોગ્ય છે. ચિદાનંદ ચિતૂપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ જ સત્ય છે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250