________________
શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૩૬ ]
[ સર્વસામાન્ય ભવિષ્ય કાળનું જે શુભ-અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે, તે આત્મા પ્રત્યાખ્યાન છે.
વર્તમાન કાળ ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ-અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે–અનુભવે છે– જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત તેનું સ્વામિત્વ–કર્તાપણું છોડે છે), એ આત્મા ખરેખર આલોચના છે.
જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે.
ण वि सक्कदि धेत्तुं जं ण विमोत्तुं जं च जं परद्रव्यं । सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि ॥ ४०६॥ જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસિક છે. ૪૦૬.
અર્થ :–જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (–આત્માનો) પ્રાયોગિક તેમ જ વૈઋસિક ગુણ છે. ઈજ
૮ ને , मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्व विहर णिचं मा विहरसु अण्णदव्वेसु ॥ ४१२॥ તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨.
અર્થ :–(હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેતઅનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
૧. પ્રાયોગિક = વિકારી; ૨. વૈઋસિક = શુદ્ધ.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250